Upcoming Toyota’s mini fortuner with hybrid engine

2020 મા Ford motors ની ભારત માંથી exit પછી full size SUV ના segment મા Fortuner દ્વારા એકચક્રી શાશન કરતી Toyota એ 2020 પછી Fortuner ની કિમતો મા સતત વધારો કર્યા કર્યો છે. એક 30 લાખ ની on road કિમત મા પડતી ગાડી આજે અમુક રાજ્યો મા 60 લાખ on road ની કિમત સુધી પહોંચી ગઈ છે. આ કારણે જ Toyota ની પોતાની જ ગાડીઓ Innova hycross, hyryder અને Fortuner વચ્ચે નો એક કિમત નો તફાવત વધતો જ ચાલ્યો ગયો.

Upcoming Toyota's mini fortuner

આ વચ્ચે ના તફાવત નો લાભ એક તો compact SUVs ને થયો જ અને આ ઉપરાંત 30 લાખ થી નીચે ના એક slab મા 4X4 ના સેગમેન્ટ મા Mahindra ની ધમાકેદાર products Thar, Scorpio N, તથા હાલ જ launch થયેલી Thar ROXX ને ભરપૂર રીતે મળ્યો. આ ઉપરાંત થોડે ઘણે અંશે Maruti Suzuki એ પણ Jimny દ્વારા લોકો નું ધ્યાન આકર્ષિત કર્યું. આ બધા કારણોસર ભારત મા Toyota Fortuner ના sales figure કે જે જાન્યુઆરી 2023 મા 3698 units હતા તે સપ્ટેમ્બર 2024 મા ઘટી ને 2473 units થઈ ગયા.

હવે આ વચ્ચે ના ગાળા ને ભરવા માટે Toyota ભારત મા પોતાની એક mid size 4X4 SUV launch કરવા જઈ રહ્યું છે જેનું નામ FJ cruiser અથવા તો land cruiser FJ રાખવામાં આવી શકે છે. આવનાર આ SUV Fortuner જેવી જ rugged, capable ની સાથે high ground clearance વાળી  અને stealthy હશે. આ SUV Hycross તથા Hilux ની જેમ જ તદ્દન નવા જ વિકસિત કરાયેલા monocoque type ના platform ઉપર બનવા જઈ રહી છે. આ પ્લેટફોર્મ ને લીધે આ ગાડી નો wheelbase Fortuner કરતાં ઓછો અને height થોડી વધુ હોવા છતા પણ ride quality અને safety મા જરા પણ બાંધછોડ કરવામા નહી આવે.

Upcoming Toyota's mini fortuner

આ SUV ની લંબાઈ 4410 mm, પહોળાઈ 1855 mm, ઊંચાઈ 1870 mm તથા 2580 mm નો wheelbase મળવાનો છે. આથી off-roading મા તો આ ગાડી કોઈ કચાશ રહેવા જ નહીં દે અને તેની સાથે સાથે શહેરી traffic મા પણ ચાલક માટે સુસંગત રહેશે. અહી આપણને Hycross મા મળતું 2.0 L 4- cylinder hybrid engine મળી જવાનું છે, હવે કઈક advanced tuning દ્વારા કંપની આ ગાડી ના પાવર અને ટોર્ક મા વધારો કરે તો કઈ નવાઈ નહીં.

આ ઉપરાંત સારી mileage અને સમય ની advance technology ની માંગ ને પૂરી કરવા કંપની અહી strong hybrid પણ attach કરે તેવી સંભાવના છે જ્યારે અહી ડીઝલ એંજિન મળવાની સંભાવનાઑ નહિવત છે. Fortuner ની જેમ જ અહી પણ આપણને 2 wheel drive તેમજ four wheel drive મળી જશે.ભવિષ્ય મા અહી પણ EV નું ઓપ્શન આવે તો કોઈ નવાઈ નહીં.

અહી સમય ની જરૂરીયાતો પ્રમાણે આપણને ADAS, 360º camera, large infotainment display, different drive modes, electronic differential lock, electronic parking brake, traction control, hill hold assist, hill decent control, multiple air bags, TPMS, emergency brake assist, dual zone automatic climate control, apple auto- android auto car play, wireless charger, ventilated seats વગેરે જેવા advanced features મળી જવાની સંભાવના છે.

એક અંદાજ પ્રમાણે આ SUV નું ઉત્પાદન કંપની ના છત્રપતિ સંભાજી નગર, ઔરંગાબાદ મહારાષ્ટ્ર ખાતે આવેલા પ્લાન્ટ મા 2027 ના શરૂઆત મા શરૂ થવાની અટકળો છે. અહી Toyota ના badge હેઠળ ગાડી લેવા માંગતા પરંતુ 60 લાખ જેવી માતબર રકમ ખર્ચવા ના માંગતા ગ્રાહકો માટે Toyota આ ગાડી ની કિમત ઘણી જ આકર્ષક રાખવાની છે. એક અંદાજ મુજબ આ ગાડી ની કિમત ₹22.98 લાખ થી ₹31 લાખ વચ્ચે રાખવામાં આવી શકે છે જેથી Fortuner ની કિમત ને લીધે પડેલો વચ્ચે નો ગાળો પણ ભરાઈ જાય અને કંપની ફરી થી તેના જૂન જબરદસ્ત sales figures ની આસપાસ પણ પહોંચી જાય.

Also read : Skoda Kylaq full details with 4 variant wise features explained

Upcoming Toyota's mini fortuner

હવે અહી નોંધનીય બાબત એ છે કે આ જ સમયગાળા મા બીજી ઘણી આંતરાષ્ટ્રીય કંપનીઓ પણ ભારત મા પોતાના EV તથા Compact SUV ના segment મા ઘણી ગાડીઓ નું launching કરવા જઈ રહી છે. માટે હવે જોવાનું એ રહેશે કે કઈ ગાડી કયા segment મા ફાવી જાય છે અને આખરે કઈ કંપની પોતાના કયા મોડેલ પર volumes ની સારી એવી રમત રમી જાય છે. પણ આખરે એક ઉક્તિ મુજબ ” હરીફાઈ ની આંધી મા ગ્રાહકો ની તો ચાંદી ” જ થવાની છે.

Also read : Upcoming Maruti’s eVX/Toyota’s BEV-debut on 4th November

Also read : Upcoming Volkswagen cars in india in 2025

2 thoughts on “Upcoming Toyota’s mini fortuner with hybrid engine”

Leave a Comment