બ્રિટિશ કંપની Triumph દ્વારા હજુ 3 મહિના પહેલા જ launch કરાયેલ Triumph Speed T4 પર આ વર્ષ ના અંત સુધી અને કંપની નો નિર્ધારિત સ્ટોક પૂરો ના થઈ જાય ત્યાં સુધી ₹18,000 નું સારું એવું discount મળી રહ્યું છે. Speed T4 એ આમ તો તેની જ મોટી બહેન અને Triumph ના સફળ મોડેલ Speed 400 નું જ એક ઓછી કિમત માં મળતું version છે. Speed 400 ની કિમત ₹2.40 લાખ ex showroom છે જ્યારે Speed T4 ની કિમત launching સાથે ₹2.17 લાખ રાખવામાં આવેલી. જ્યારે હવે કંપની નો નિર્ધારિત સ્ટોક પૂરો ના થાય ત્યાં સુધી Speed T4 ની કિમત ₹1.99 લાખ ex showroom રખાશે. હાલ ગાડીઓ માં મળતા discounts વચ્ચે અહી 2 wheelers માં આ સારી deal મળી જાય છે.
Triumph Speed T4 માં TR series 398.15 cc liquid cooled single cylinder 4 valve DOHC , 6 speed gearbox engine with BOSCH electric fuel injection and wet multiplate slip clutch એંજિન મળી જાય છે જે 30.6 bhp @7000 rpm અને 36 nm @ 5000 rpm અને 145 km/h ની top speed પ્રદાન કરે છે. શહેરી ટ્રાફિક માં અને રોજિંદા થોડી લાંબી મુસાફરી કરવામાં પણ અહી કોઈ જ પ્રકાર નો power lack જોવા મળતો નથી. ઉપરાંત અહી Speed T4 ના એંજિન નું tuning એ રીતે કરવામાં આવ્યું છે કે 3000 rpm સુધી માં જ આ એંજિન 85% જેટલું power output આપી શકે છે અને fuel economy પણ અહી સારી મળી જાય છે.
Speed T4 માં આગળ ABS with 4 piston radial caliper 300 mm disc brake અને પાછળ 230mm ABS with 1 piston floating caliper disc brake જોવા મળે છે. Suspensions માં અહી Speed 400 થી અલગ simple telescopic setup જોવા મળે છે પરંતુ અહી Speed T4 ની ride quality સારી મળી જાય છે અને Speed 400 ની સાથે આ બાબતે કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળતો નથી. Speed T4 માં આગળ MRF નું 110/70-R17 Zapper bias-ply ટાયર મળી જાય છે જ્યારે પાછળ 140/70 R17 ટાયર મળે છે. આ સાથે 13 લિટર ની ક્ષમતા સાથે ની પેટ્રોલ ટેન્ક મળે છે અને એક અંદાજ પ્રમાણે 30 km/l ની mileage મળી જાય છે. Speed T4 નું વજન 180 kg છે.
Speed T4 માં semi digital display સાથે analogue speedometer, digital tachometer (rpm), gear position indicator, low fuel indicator, distance to empty indicator, trip meter, real time mileage, low oil અને battery indicator, engine malfunction light, hazard lights, engine kill switch તથા USB C type charger જોવા મળે છે પરંતુ આ સિવાય સ્પીડ T4 માં આપણને Bluetooth-connectivity ની સુવિધા જોવા મળે છે જે સ્પીડ 400 માં જોવા મળતી નથી. Speed T4 માં એક જ variant આવે છે જે ત્રણ color options Metallic White, Phantom Black અને Cocktail Red Wine માં મળી જાય છે.
Speed T4 ના મુખ્ય પ્રતિસ્પર્ધીઑ Honda CB350R, Honda CB350RS, Bajaj Dominar 400, Royal Enfield Guerrilla 450, Royal Enfield Hunter 350, JAWA 42, JAWA 42 Bobber, Hero Mavrick 440, Harley Davidson X 440, TVS Ronin જેનું હમણાં જ નવું version launch કરવામાં આવ્યું છે. અમારી દ્રષ્ટિ એ જો તમે Royal Enfield અને બીજી બધી retro bikes ની brands થી કઈક અલગ અને જોરદાર performance નો અનુભવ કરવા માંગતા હોવ તો આ તક ખરેખર ચૂકવા જેવી નથી. ભારત માં આ પ્રકાર ની retro bikes ના ચાહકો આમ તો ₹2.5 લાખ જેટલી કિમત આરામ થી ખર્ચતા જ હોય છે અને અહી ₹1.99 લાખ ની ex showroom કિમત રાખવામાં આવી છે.
શરૂઆત માં ફક્ત એક જ Bullet Classic ના પ્રકાર ની વજન માં ભારે બાઈકો આવતી કે જેમાં આપણે 300 cc ની આસપાસ નું એંજિન મળી જતું અને સારો આવો પાવર અને ટોર્ક મળી જતાં. ત્યારબાદ કંપની ઑ એ આ પ્રકાર ની બાઇક માં પણ 400 cc સુધી ના એંજિન આપવાની શરૂઆત કરી. કંપનીઑ ના આ પગલાં ને લીધે એક એવો ગ્રાહક વર્ગ ઊભો થયો કે જેમને બાઇક ની નાની size ની સાથે તાકાતવર ક્ષમતા સાથે ના એંજિન પણ મળી ગયા. મધ્યમ શરીર ધરાવતા વ્યક્તિઓ માં અને વજન માં હળવી બાઇક ચલાવાના શોખીન લોકો માં આ પ્રકાર ની બાઈકો વધુ પસંદગી પામી અને આ સાથે જ બધી જ કંપનીઑ માટે પણ આ દિશા માં development ના દરવાજાઓ ખૂલવા માંડ્યા.
Also read : Triumph Speed 400 vs Speed T4: which bike is most value for money!!!સંપૂર્ણ માહિતી ગુજરાતી માં