હાલ માં launch થયેલી Skoda Kylaq એ Skoda ની ભારત માં પ્રથમ sub 4 meter compact SUV છે અને આમ તો globally પણ પ્રથમ sub 4 meter compact SUV છે. હવે Skoda Kylaq એ આમ તો Skoda Kushaq ની નાની બહેન હોય તેમ Kushaq સાથે તેની લાક્ષણિકતાઓ માં ઘણી જ સમાનતા ધરાવે છે કારણ કે Kylaq એ Kushaq ના જ platform, MQB-A0-IN ને modify કરી ને તેના પર જ બનેલી છે. તેમ છતાં પણ exterior, interior અને engine માં બંને ગાડીઓ વચ્ચે ઘણા ખરા તફાવતો જોવા મળે છે. તો આગળ આપણે જોઈશું Skoda Kylaq vs Skoda Kushaq વિષે ની માહિતી.
Dimensions
Kylaq | Kushaq | |
લંબાઈ | 3995 mm | 4225 mm |
પહોળાઈ | 1783 mm | 1760 mm |
ઊંચાઈ | 1619 mm | 1612 mm |
Wheelbase | 2566 mm | 2651 mm |
Ground clearance | 189 mm | 188 mm |
Boot space | 360 mm | 385 mm |
Wheel size | 16/17 inch | 16/17 inch |
અહી દેખીતી રીતે Kylaq એ sub 4 meter ગાડી હોવાને લીધે તેની લંબાઈ Kushaq કરતાં 230 mm ઓછી છે પરંતુ પહોળાઈ માં Kylaq 23 mm પહોળી હોવાને લીધે બાજી મારી જાય છે જેથી અંદર બેઠેલા વ્યક્તિઓ ને Kylaq કદ માં નાની હોવા છતાં પણ અહી પૂરતી જગ્યા મળી રહે છે. ઊંચાઈ માં પણ Kylaq એ Kushaq કરતાં જરા એવી ઊંચી છે અને Ground clearance માં નજીવો તફાવત જોવા મળે છે. Kushaq ની લંબાઈ વધુ હોવાને લીધે અહી ડિકકી માં જગ્યા Kylaq કરતાં વધુ મળી જાય છે. જો કે અહી variants પ્રમાણે બંને ગાડી ઑ માં 16 inch અને 17 inch ના tires મળી જાય છે.
અહી આગળ ની design માં headlights અને DRLs ની design માં તફાવત જોવા મળે છે જ્યારે અહી Skoda ની design language પ્રમાણે આગળ sharp front grille મળી જાય છે જ્યારે અહી Kylaq માં grille ની આસપાસ border જોવા મળતી નથી જ્યારે Kushaq માં chrome border જોવા મળે છે. બંને ગાડી ઑ માં આગળ ના અને પાછળ ના એમ બંને bumpers માં અલગ અલગ design વાળી silver skid plates જોવા મળે છે. Kylaq માં doors પર simple crease line જોવા મળે છે જ્યારે Kushaq માં બે sharp character lines જોવા મળે છે. Kylaq માં અહી દરવાજાઓ પર black outline cladding પણ જોવા મળે છે
Kylaq માં પાછળ ની taillights એ Kushaq ની તદ્દન અલગ અને કદ માં નાની જોવા મળે છે અને બંને lights વચ્ચે એક simple black clad જોવા મળે છે જ્યારે Kushaq માં અહી Skoda family પ્રમાણે જ L shape ની taillights જોવા મળે છે. બંને ગાડીઓ માં નીચે અલગ અલગ silver cladding મળે છે જ્યારે Kylaq ની cladding વધુ sporty લાગી રહી છે.
Also read : Renault Duster 2025 revealed – Indian version’s launch almost confirmed
Interior
બંને ગાડીઓ ના Exterior માં ભલે ઘણો તફાવત જોવા મળતો હોય પરંતુ અહી in the cabin આપણને બહુ ઓછા તફાવતો જોવા મળે છે. અહી બંને ગાડીઓ માં variants પ્રમાણે અલગ અલગ infotainment display આવે છે જ્યારે તેના higher variants માં બંને ગાડીઓ માં 10 inch ની infotainment display અને 8 inch ની driver cluster display આવે છે. જો કે અહી infotainment display ના border અને holding structure માં જરા એવો તફાવત જોવા મળે છે.
બંને ગાડીઓ મા two-spoke steering wheel અને touch-sensitive HVAC (Heating, Ventilation, and Air Conditioning controls) જોવા મળે છે. અહી central ac vents માં થોડો તફાવત જોવા મળે છે. અહી આગળ ના passenger side ના dashboard માં thodo તફાવત જોવા મળે છે. બંને side ના passenger side ના dashboard માં color combination માં તફાવત જોવા મળે છે.
બંને ગાડી ઑ ના higher variants માં અહી આપણને wireless Android Auto અને Apple CarPlay, cruise control, steering-mounted controls, single-pane sunroof, ventilated અને powered front seats, keyless entry, ambient lighting, push-button start-stop, automatic climate control with rear AC vents અને shark fin antenna મળી જાય છે. આ સિવાય safety features માં પણ બંને ગાડીઓ માં 6 airbags, ABS with EBD, reverse parking camera, TPMS, ESC, hill-start assist અને rear parking sensors મળી જાય છે.
Engine
અહી બંને ગાડીઓ માં સમાન જ એંજિન 1.0-litre, 3 cylinder, turbo-petrol engine મળી જાય છે અને આ બંને engines એ 6 speed manual અને 6 speed automatic transmission સાથે આવે છે. આ engine 115 bhp પાવર અને 178 nm નો ટોર્ક ઉત્પન્ન કરી આપે છે. અહી Kylaq નું વજન ઓછું હોવાથી suspension નો સારો એવો લાભ Kylaq ને વધુ મળે છે અને પરિણામે Kylaq એ થોડી વધુ Smooth ride quality આપે છે.
અહી Skoda અને Volkswagen આમ તો બંને સાથે જ ગાડીઓ launch કરે છે અને પરિણામે બંને માં 1.5-litre 4 cylinder turbo-petrol engine માં Kushaq અને Taigun આવે છે જ્યારે અહી Skoda Kylaq અને આગળ Kylaq ના base પર જ launch થનાર Volkswagen Tera માં 1.5-litre 4 cylinder turbo-petrol engine આવે તેવી સંભાવના નહિવત છે.
Prices
Skoda kylaq ની શરૂઆતી કિમત ₹7.89 લાખ છે જે કંપની એ થોડા સમય પહેલા જ જાહેર કરી દીધેલ છે જ્યારે Skoda Kushaq ની કિમત ₹10.89 લાખ થી શરૂ થાય છે. અહી Kylaq એ sub 4 meter ગાડી હોવાથી તેના પર ટેક્સ ઓછો લાગે છે જ્યારે Kushaq ની લંબાઈ 4 મીટર કરતાં વધારે હોવાથી અહી તેના પર ટેક્સ વધુ લાગે છે. જો કે Kylaq ના launch થયા પછી કંપની અહી Kushaq અને તેની બીજ ગાડીઓ પર પણ સારું એવું discount આપી રહી છે જેની માહિતી આપ આપની નજીક ની ડીલરશીપ પર થી મેળવી શકશો.
અહી Skoda ની brand હેઠળ ગાડી લેવા માંગતા લોકો માટે તો Kylaq એ best અને value for money choice બની રહેવાની છે. માટે જ Kylaq એ Kushaq ના sales figures માં થોડો ભાગ પડાવાની જ છે એ તો પાક્કું જ છે.
Also read : Volkswagen Tera – a Kylaq based compact SUV heading towards to Indian launch in 2025
Also read : Skoda Kylaq full details with 4 variant wise features explained
2 thoughts on “Skoda Kylaq vs Skoda Kushaq – which one to choose now”