ઘણા દિવસો થી ચાલતી અટકળો વચ્ચે Skoda India એ પોતાની આવનારી sub 4 meter SUV, Skoda Kylaq નું prototype અમુક અંશે ખુલ્લુ મૂકી દીધું છે. આ prototype કોઈમ્બતુર ના CoASTT race track પર bloggers અને youtubers તથા automobile ને લગતા સમાચારો પર કામ કરતી સંસ્થાઓ ને જોવા અને ટેસ્ટ ડ્રાઇવ માટે ખુલ્લુ મુકાયું.
પરંતુ અહી twist તો એ છે કે જેમ તમે ચિત્રો મા જોઈ શકો છો તેમ આ prototype અંદર તથા બહાર થી cover કરેલું એટલે કે camouflage કરેલું છે, જેથી ના તો કોઈ બહાર થી તેની design નો સંપૂર્ણપણે અંદાજ લગાવી શકે,ના તો અંદર થી તેના interior ની design નો ખ્યાલ લગાવી શકે. Skoda India દ્વારા હાલ મા આ ગાડી વિષે અમુક પ્રાથમિક માહિતીઓ થી વધારે કશુ જ જાહેર કરવામાં આવેલું નથી. આ ગાડીની આવી કેટલીક પ્રાથમિક માહિતીઓ ની ચર્ચા આપણે આગળ કરીશું.
આમ તો બધા ને ખ્યાલ જ હશે કે Skoda અને Volkswagen બંને કંપનીઑ ની માલિકી એક જ જર્મન કંપની Volkswagen group ની છે. માટે ભારતીય તથા વૈશ્વિક બજારો મા આ બંને કંપનીઑ ની જે જે ગાડીઓ launch થાય છે તેની design, પ્લેટફોર્મ અને engine મા ઘણી જ સામ્યતાઓ જોવા મળે છે. એક જ group દ્વારા બંને કંપનીઑ ચલાવાતી હોવાથી અહી બંને કંપનીઑ ને અલગ અલગ સેગમેન્ટ મા vehicles વિકસીત કરવા માટે કામ સોંપવામાં આવેલા. જેમાં Skoda ના ભાગે ICE engines એટલે કે બળતણ થી ચાલતા engines પર કામ કરવાનું ભાગ મા આવેલું અને Volkswagen ના ભાગ મા ઈલેક્ટ્રિક ગાડીઓ પર કામ કરવાનું ભાગ મા આવેલું.
ભારતીય બજારો મા આપણને ખ્યાલ છે તેમ આ સમયએ sub 4 meter SUVs એટલે કે Creta, Brezza, XUV 3XO, Nexon, Venue, Sonet જેવી ગાડીઓ નો trend ચાલી રહેલો છે કે જે ટોટલ 30% જેટલા માર્કેટ પર પકડ ધરાવે છે. આ સેગમેન્ટ મા Skoda અથવા તો Volkswagen ની એક પણ ગાડી આવતી નથી. માટે જ આ વખતે Skoda એ આ segment મા જંપલાવવાનું નક્કી કર્યું. જો કે જોવા જઈએ તો આ સમયએ Skoda Kylaq ને launch કરવામા Skoda, after party comer એટલે કે થોડી મોડી કહેવાય.
કારણ કે આ સમયએ આ સેગમેન્ટ મા ઘણી ગાડીઓ પગ જમાવી ને જ બેઠી છે,પરંતુ અહી નોંધનીય બાબત એ છે કે આ બધી જ ગાડીઓ કરતા Skoda ના ચાહકો માટે આ ગાડી એક નવું જ અને મજબૂત વિકલ્પ બની ને ઉભરશે. Skoda ની લગભગ ગાડીઓ મા આ ગાડી ની શરૂઆતી કિમત ઘણી જ ઓછી રહેશે અને market મા પણ compact SUV ના ચાહકો માટે એક આકર્ષક વિકલ્પ બની ને રહેશે. આખરે આ ગાડી તેની જ કંપની ની Skoda Kushaq ના વહેચાણ માંથી થોડો ભાગ તો પડાવાની જ છે, કારણ કે આ ગાડી ની ઘણી ખરી લાક્ષણિતઓ Kushaq જેવી જ જોવા મળવાની છે અને કિમત તેના કરતાં ઓછી રહેવાની છે, જે આપણે આગળ જોઇશું.
Skoda kylaq design and specs
Kylaq નામ અહી કૈલાશ પર્વત ના નામ પર થી લેવામાં આવેલુ છે જેનો Czech ભાષા મા અર્થ Krystal પણ એટલે કે હીરો થાય છે. તમને જણાવી દઈએ કે Skoda કંપની નું ઉદ્ભવસ્થાન Kingdom of Bohemia એટલે કે આજ નું Czech Republic છે જે Austria-Hungary નો ભાગ હતો. આ નામ માટે દેશભર માંથી ઘણી જ સલાહો મગાવવામાં આવેલી અને ત્યાર બાદ આ નામ નક્કી કરવામા આવેલું.
આ ગાડી Skoda Kushaq ના જ પ્લેટફોર્મ MQB A0 IN પર બનેલી છે કે જે global NCAP મા 5 star મેળવી ચૂક્યું છે. આ સિવાય Skoda Kylaq base model થી જ ABS, ESC, ISOFIX child seat mounts તથા 6 airbags મળવાની સંભાવના છે.આમ પણ safety ની દ્રષ્ટિ એ Skoda અને Volkswagen તેની બધી જ ગાડીઓ મા સારી ratings મેળવતા આવ્યા છે.
આ સિવાય interiors મા 10-inch Touchscreen Infotainment System, 8-inch Digital Driver’s Display, Wireless Phone Charger, Single-Pane Sunroof, Automatic Climate Control, Powered Front Seats with Ventilation, rear parking camera તથા sunroof મળવાની સંભાવના છે. આ સાથે જ અહી segment મા સૌથી વધુ boot space એટલે કી ડિકકી મા સૌથી વધુ જગ્યા મળશે તેવું કંપની નું કહેવુ છે.
Skoda Kylaq ની લંબાઈ 3995 mm, પહોળાઈ 1750 mm, wheelbase 2566 mm છે જે Kushaq ના 2651 mm ના wheelbase કરતાં નાનો છે માટે અહી આ ગાડી ની લંબાઈ માટે wheelbase થોડો નાનો કરવામાં આવ્યો છે.અહી side indicators અને DRLs બંને integrated એટલે કે એક જ unit મા જોવા મળશે. આ સિવાય આજ ના સમય મા લગભગ બધી જ ગાડીઓ મા આવે છે તે રીતે bumper ના નીચે ના ભાગ મા headlights જોવા મળે છે જેથી fog lamps ની જરૂર જ ના પડે. પાછળ અહી ચિત્રો મા જોતાં એવું લાગી રહ્યું છે કે taillights, Skoda kushaq ની taillights કરતાં થોડી નાની જ મળવવાની છે.
Also read : BYD eMax7 and its rivals-which is practical and logical choice
Skoda Kylaq engine
Skoda Kylaq ફક્ત petrol engine મા જ જોવા મળશે અને અહી આપણને Skoda ની ગાડીઓ Kushaq, Slavia તથા Volkswagen ની ગાડીઓ Polo, Taigun અને Virtus મા જોવા મળે છે તે જ 1.0 L TSI three-cylinder direct-injection turbo petrol engine જોવા મળશે જે Volkswagen group દ્વારા વિકસીત કરવામા આવેલુ છે. શક્તિ ની દ્રષ્ટિ એ આ એંજિન 115 bhp પાવર અને 178 Nm ટોર્ક ઉત્પન્ન કરશે. 4 meter થી વધુ અને ભારે ગાડીઓ મા આવતું આ એંજિન Skoda Kylaq મા પાવર ની જરા પણ ઉણપ વર્તાવ નહીં દે.
Skoda Kylaq અહી 2 gear options મા મળશે. 1) 6-speed manual 2) 6-speed torque converter automatic. હવે જયા સુધી કઈક official જાણકારી Skoda India દ્વારા જાહેર કરવામા ન આવે ત્યાં સુધી આ ગાડી ની mileage વિષે તો કાઈ કહી ના શકાય પરંતુ સમાન engine ધરાવતી Skoda Kushaq મા કંપની દ્વારા 18-19 km/ltr ની mileage claim કરવાં આવે છે.
અહી હાલ મા Lower tax band મા આવવા માટે Skoda અને Volkswagen 1200 cc થી નાનું એંજિન જ હાલ મા આપશે પરંતુ અહી શક્ય છે કે બંને કંપનીઑ પોતાના અમુક ચાહકવર્ગ માટે 1.5 TSI engine Skoda મા અને 1.5 GT line Volkswagen મા ભવિષ્ય મા launch કરે.
Also read : Upcoming Volkswagen cars in 2025
Skoda kylaq handling and suspensions
Skoda અથવા Volkswagen ની ગાડીઓ ચલાવતા લોકો ને ખ્યાલ જ હશે કે આ ગાડીઓ ચાલક ને ખૂબ જ confident posture આપે છે. અમુક તીક્ષ્ણ વળાંકો, અમુક ખરબચડ રસ્તાઓ કે ચઢાઈ વાળ રસ્તાઓ પર આ ગાડી એક મજબૂત, શક્તિશાળી અને આરામદાયક વાહન સાબિત થાય છે. Skoda Kushaq મા suspension મા આપણને આગળ McPherson strut અને પાછળ torsion beam suspension મળે છે જે Skoda Kylaq મા પણ સમાન જ રહેવાનું છે.
અહી નોંધનીય બાબત એ છે કે Skoda Kushaq મા મળતા steering handling કરતાં Skoda Kylaq મા steering handling ઘણું જ smooth & soft એટલે કે ઓછા બળ વડે પણ turn લઈ શકાય તેવું મળવાનું છે.
Skoda kylaq expected price
આપણે આગળ વાત કરી તેમ Skoda India એ હજુ અમુક પ્રાથિમક માહિતીઓ સિવાય Kylaq વિષે જ કશું જ વધુ જાહેર કર્યું નથી. જો કે અંદાજે આ segment મા બીજી ગાડીઓ ની કિમત સામાન્ય રીતે ₹8-10 લાખ વચ્ચે શરૂ થાય છે અને top variants ₹14 લાખ સુધી જાય છે. આ કારણે જ Skoda India પણ આ સમયએ unofficially hints આપી રહી છે કે અહી Skoda Kylaq ની કિમત પણ ઘણી જ આકર્ષક રહેશે જેથી તે તેના પ્રતિસ્પર્ધીઑ ને બરાબર ટક્કર આપી શકે.
Skoda Kylaq 6 નવેમ્બર 2024 ના રોજ officially launch થવા જઈ રહી છે અને જાન્યુઆરી 2025 પછી થી વેંચાણ શરૂ થવાની સંભાવના છે.બાકી આ ગાડી વિષે ની સંપૂર્ણ અને સચોટ માહિતી તો આપણે હવે 6 નવેમ્બર ના રોજ જ ખબર પડશે. Volkswagen પણ 2025 ના અંત સુધી અથવા 2026 ની શરૂઆત મા Skoda Kylaq ની જેમ જ આ જ segment મા ગાડી launch કરશે જેની મુખ્ય specifications, Skoda Kylaq જેવી જ રહેશે.
Volkswagen પહેલા તો 2028 સુધી સંપૂર્ણપણે EV પર કામ કરતી થઈ જવાની હતી પરંતુ હવે તેને પણ સમજાયું છે કે ICE engines થી EV પર નું બજારો નું રૂપાંતરણ ખૂબ જ ધીમું છે, માટે જ ICE engines મા ગાડી લાવી હજી વહેતી ગંગા મા હાથ ધોઈ લેવામાં કાઈ ખોટું નથી.
માટે અત્યારે તો અમારી સલાહ એવી છે કે જો તમે sub 4 meter મા કોઈ compact SUV ખરીદવાનું planning કરી રહ્યા હૉ તો આ ગાડી ના launching માટે થોડી રાહ જુઓ. શક્ય છે કે Skoda ની branding સાથે આપણને એક સારું value for money વિકલ્પ મળી જાય.
Also read : Skoda Kylaq full details with 4 variant wise features explained
Also read: Bumper discounts on cars in this festive season
Also read : Whooping ₹1.75 lakh discounts on Thar 3 door
6 thoughts on “ગાડી ખરીદવા જતાં હો તો થોભી જાઓ ! આવી રહી છે Skoda Kylaq અને Volkswagen’s sub 4 meter car”