ઘણા દિવસો ની આતુરતા પર થી પડદો હટાવાતા આખરે Royal Enfield એ પોતાની Adventure tourer બાઇક એવી Guerrilla 450 ને ભારતીય બજારો મા 17 જૂન 2024 ના રોજ launch કરી દીધી છે. Royal Enfield Guerrilla 450 બાઇક એ Royal Enfield ની જ આ શ્રેણી ની બાઇક Himalayan 450 ના પ્લેટફોર્મ પર બનેલી છે અને Himalayan 450 મા વપરાયેલું એંજિન Sherpa 450 જ Guerrilla 450 ને પાવર પ્રદાન કરશે.
ભારતીય બજારો મા Guerrilla 450 ના મુખ્ય 3 variants મા ઉપલબદ્ધ છે જેની દરેક ની કિમત (Ex showroom) અલગ અલગ છે.જે નીચે પ્રમાણે છે.
- Analogue variant @₹2.39 lakh
- Dash variant @₹2.49 lakh
- Flash variant @₹2.54 lakh
Engine :
- ઉપર જણાવ્યા પ્રમાણે Guerrilla 450 મા Himalayan 450 મા વાપરવામાં આવેલું Sherpa 450 જ વપરાયેલું છે, જે એક Single cylinder, liquid cooled , 4 valve DOHC (Dual Overhead Camshaft),6 Speed gear એંજિન છે જે Royal Enfield નું પહેલું Liquid cooled એંજિન પણ છે. પાવર ની દ્રષ્ટિ એ આ એંજિન 39.47 bhp @ 8,000 rpm અને ટોર્ક ની દ્રષ્ટિ એ 40 Nm @ 5,500 rpm ઉત્પન્ન કરે છે. 450 cc નું એંજિન હોવાના કારણે આ બાઇક ગમ્મે તેવા સંજોગો મા ચાલક ને તાકાત ની દ્રષ્ટિ એ કોઈ પણ જાત ની ઉણપ અનુભવવા દે તે મુશ્કેલ છે. તથા આ બાઇક Himalayan ના પ્લેટફોર્મ પર બનેલી છે જે એક adventure touring બાઇક છે માટે તેની બધી જ ક્ષમતાઓ આપણે Guerrilla 450 મા જોવા મળશે તે દેખીતું છે.
- અહી એ પણ નોંધનીય છે કે Guerrilla 450 મા આપણે Eco અને Performance એમ 2 ડ્રાઇવિંગ મોડ પણ જોવા મળશે. જે ચાલક ની જરૂરિયાત પ્રમાણે ગમ્મે ત્યારે બદલી શકાશે.
Brakes & tyres :
- Guerrilla 450 મા આપણે આગળ 310 mm Disc brake અને પાછળ 270 mm Disc brake જોવા મળશે. જો ટાયર ની વાત કરવામાં આવે તો આ બાઇક મા એક Real roadster ને શોભે તેમ આગળ 17 ઇંચ નું 120/70 R17 આપવામાં આવ્યું છે અને પાછળ 17 ઇંચ નું જ 160/60 R17 ટાયર આપવામા આવ્યું છે.
Also read : New TVS Jupiter 110 launched with advanced segment first features
Suspension & Height – Weight :
- Guerrilla 450 આગળ Telescopic fork ટાઇપ નું સસ્પેન્શન મળશે અને પાછળ Link-type monoshock સસ્પેન્શન મળશે જે 7 step adjustable છે. આ ટાઇપ ના સસ્પેન્શન ને લીધે બાઇક નું વજન ઓછું રહેશે અને માઈલેજ મા વધારો થાય. આ બાઇક નું વજન 185 kg છે. તથા સીટ ની ઊંચાઈ 780 mm છે એન ground clearance 169 mm છે. કોઈ નાની ઊંચાઈ વાળા વ્યક્તિ માટે આ બાઇક બિલકુલ સુલભ રેહશે.
Fuel tank & mileage :
- Guerrilla 450 મા 11 લિટર ની ફ્યુલ ટેન્ક જોવા મળશે જે સ્વાભાવિક રીતે આ સેગમેન્ટ ના તેના પ્રતિસ્પર્ધીઓ કરતાં નાની છે. આ બાઇક ની ફ્યુલ માઈલેજ 28-30 km/l રહે તેવી શક્યતા છે. આ બાઇક મા ફ્યુલ કેપ ટેન્ક પર જરા જમણી બાજુ એ આવશે જે retro bikes ના એક ટ્રેડમાર્ક જેવુ બની ચૂક્યું છે.
- આ ટાઇપ ના કેપ ની એક જાણવા જેવી રસપ્રદ બાબત એ છે ક પહેલા ના સમય મા જો તમારે કઈ સામાન રાખવા માટે કેરિયર ફિટ કરાવવું હોય તો ફ્યુલ કેપ વચ્ચે નડે ,માટે કંપનીઑ એ આ રીત ના સાઇડ મા ફ્યુલ કેપ આપવાનું ચાલુ કર્યું જેથી ચાલક ને પણ સરળતા રહે અને એક બ્રાન્ડ નું ટ્રેડમાર્ક પણ બની જાય.આમ પણ સામાન્ય રીતે જોવા જઈએ તો ફ્યુલ કેપ ટેન્ક ના ઊંચા અને સાઇડ ના ભાગ મા હોય તો ફ્યુલ ટેન્ક ની સ્ટોરેજ ની ક્ષમતા પણ વધી જાય છે.
Also read : New Triumph Speed 400 vs Speed T4
Other important features :
- Hazard light option : મુશ્કેલ પરિસ્થિતિ મા જેમ કાર મા 4 ઇન્ડિકેટર એક સાથે ચાલુ રાખવાની સુવિધા આવે છે તે રીતે આ બાઇક મા પણ આપવામાં આવેલી છે.
- USB type c charger : આજ ના સમય મા જરૂરી આવું આ ફીચર છે જે લાંબી મુસાફરી ના ચાહકો ને મુસાફરી દરમ્યાન ખૂબ જ ઉપયોગી નીવડે છે.
- LED round headlight & LED indicators : ગોળ હેડલાઈટ એ જેમ Royal Enfield ની બાઇક નો ટ્રેડમાર્ક બનેલો છે અને indicators પણ LED આપવામાં આવ્યા છે. અહી એ પણ નોંધનીય છે કે બ્રેક લાઇટ અને સાઇડ લાઇટ બંને એક જ મોડ્યુલ મા આપવામાં આવી છે જે ઘણું જ આકર્ષક લાગે છે.
- Navigation : Guerrilla 450 મા Royal Enfield એ પ્રીમિયમ કહી શકાય એવું નેવિગેશન નું ફીચર પણ આપેલું છે,જે આપના ફોન ના મેપ ની સાથે કનેક્ટ કરી શકાય છે. જો કે આ ફીચર ટોપ મોડેલ અને વચ્ચે ના મોડેલ મા જોવા મળશે જેમાં 4 ઇંચ ની TFT ડિજિટલ ડિસ્પ્લે પણ જોવા મળશે અને તે સિવાય ના મોડેલ મા આ ફીચર વેકલ્પિક રહશે જે ગ્રાહકો ઍસેસરીસ(Tripper module) મા પણ ઇન્સ્ટોલ કરાવી શકશે. ટોપ મોડલ સિવાય ના મોડેલ મા સેમી ડિજિટલ ડિસ્પ્લે આપવામાં આવી છે.
Colors, pricing & rivals :
- Guerrilla 450 ના મુખ્ય 3 variants અને 5 ધમાકેદાર કલર કોમ્બિનેશન આપવામાં આવ્યા છે જે દરેક પ્રકાર ના ચાહકો ને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરશે જે 1) Smoke silver 2). Playa black 3).Brava blue 4).Gold dip અને 5).Yellow ribbon છે. દરેક variant ની કિમત(Ex શોરૂમ) અને તેમ મળતા કલર કોમ્બિનેશન નીચે પ્રમાણે છે.
- Analogue variant @₹2.39 lakh (Available in Smoke silver and Playa black)
- Dash variant @₹2.49 lakh (Available in Playa black and Gold dip)
- Flash variant @₹2.54 lakh (Available in Yellow ribbon and Brava blue)
- હવે આ બાઇક ના ભારત મા રહેલા મુખ્ય પ્રતિસ્પર્ધીઓ ની વાત કરીએ તો તેમા Triumph Speed 400,Hero Mavrick 440,Harley-Davidson X440,Husqvarna Svartpilen 401 છે. જો કે Guerrilla 450 એ કદ તથા હેન્ડલિંગ વજન ની દ્રષ્ટિ એ શહેરી ટ્રાફિક મા સારી રહેશે એવું નિષ્ણાંતો નું માનવું છે.
Also read : Royal Enfield Bear 650 designs and all the details
- હાલ ની બજાર ની સ્થિતિ ને જોતાં Guerrilla 450 ને Triumph Speed 400,Harley-Davidson X440,Husqvarna Svartpilen 40 એ ખૂબ જ તગડી હરીફાઈ આપી શકે તેમ છે અને કિમત ની દ્રષ્ટિ એ પણ કોઈ ખાસ ફેર જોવા મળતો નથી. જો કે Royal Enfield ના સર્વિસ સેન્ટરો નું માળખું ભારત ના દરેક રાજ્યો મા ખૂબ જ મજબૂત છે. આ કેટેગરી ની બાઈકો લેહ-લદાખ જેવા દુર્ગમ સ્થાનો એ જવા માટે લોકો ની પહેલી પસંદ હોય છે એટલે ત્યાં પણ Royal Enfield ના જરૂરી સ્પેર પાર્ટસ સહેલાઈ થી મળી રહે છે,જ્યારે બીજી કોઈ પણ કંપની ની આ પ્રકાર ની સુવિધાઓ મળવી મુશ્કેલ છે.આ એક એવું જમાપાસું છે કે જેથી Royal Enfield ગમ્મે તેવા સંજોગો અને જરૂરીયાતો મા લોકો ના દીલ મા રાજ કરે છે.
- જો કે Hero Mavrick 440 એ પણ આ પ્રકાર ની બાઈકો માટે એક સારો વિકલ્પ છે અને Guerrilla 450 કરતાં આશરે ₹40,000 જેટલી સસ્તી પણ પડે છે.Hero નું ભારત ભર મા માળખું એ બધી જ રીતે Royal Enfield ને તગડી ટક્કર આપે છે તથા મધ્યમ સેગમેન્ટ ની બાઈકો મા તે સર્વોપરી છે તે પણ આપણે જાણીએ જ છીએ.
- Eicher Motors ની માલિકી ની આ કંપની Royal Enfield ની સુકાન 2000 ની સાલ મા Mr, Sidhharth Lal એ સંભાળી હતી કે જેઓ Eicher Motors ના પૂર્વ ચેરમેન તથા સ્થાપક Mr. Vikram Lal ના પુત્ર છે. 1993 મા Eicher Motors એ Royal Enfield મા મુખ્ય રોકાણ કરીને શરૂઆત કરી હતી અને Mr, Sidhharth Lal ની સુકાની સંભાળ્યા બાદ આ કંપની એ કદી પાછું વળી ને જોયું નથી. જૂના એંજિન ને તથા બોડી ને સંપૂર્ણ રીતે Re-engineered કરીને Mr. Sidhharth Lal એ Royal Enfield ને સજીવન કરી દીધી અને એક પછી એક ધમાકેદાર પ્રોડક્ટસ આપી ને Royal Enfield ના મુગટ મા પીંછા ઉમેરતા ગયા.
- હવે જોવાનું એ રહ્યું કે મુગટ ના આ પીંછા ને ભારતીય બજારો મા કેવોક પ્રતિસાદ મળે છે અને તેના પ્રતિસ્પર્ધીઓ માટે એક મજબૂત ઉમેદવાર સાબિત થાય છે કે નહીં.
Image and info source : https://www.royalenfield.com/in/en/motorcycles/guerrilla-450/
Also read about BSA Goldstar 650 : https://gujaratigarage.com/bsa-goldstar-650-2024/
Also read : TATA CURVV 2024
Also read : THAR ROXX 2024
8 thoughts on “Royal Enfield Guerrilla 450 – યુવાનો માટે અને ફરી યુવાન થવા માટે ની RE ની adventures bike”