આગામી 22-24 નવેમ્બર માં યોજાનાર Motoverse 2024 માં launch થવા જઈ રહી છે Royal Enfield Goan Classic 350 જે હાલ જ launch થયેલી Classic 350 નું updated અથવા તો facelift version કહી શકાય.
Royal Enfield ના 350cc ના J series engine platform પર Meteor, Classic, Hunter અને Bullet પછી ની Goan Classic 350 એ પાંચમી બાઇક હશે. 2024 ની શરૂઆત માં Shotgun 650 ના launching થી શરૂ થયેલ સિલસિલા માં Guerrilla 450, હાલ માં જ EICMA 2024 માં launch થયેલ Interceptor Bear 650 scrambler અને Classic 650 નો સમાવેશ થાય છે અને તેમાં વધુ એક Royal Enfield Goan Classic 350 પણ જોડાઈ ગઈ છે.
અહી આપણને J series engine platform ની સાથે Classic 350 માં આવતું 349 cc, air-cooled, single-cylinder fuel-injected 5 speed engine જ મળી જવાનું છે જે ધુક ધુક ના ચાહકો માટે પૂરતો 20 bhp પાવર અને 27 nm નો ટોર્ક કાઢી આપશે. અહી એક સમાન જ platform હોવા છતાં પણ ચાલક અને સહચાલક ના seating portion માં Classic 350 કરતા ફેરફાર જોવા મળશે.
અહી નોંધનીય છે કે Royal Enfield Goan Classic 350 એક bobber type ની બાઇક હશે અને Classic 350 થી એકસમાન જ tubular downtube unit અને platform હોવા છતાં પણ અહી આપણને Jawa 42 Bobber and Perak કરતાં અલગ પાછળ ના વ્યક્તિ ને બેસવા માટે પણ seat આપેલી છે. જો કે આ seat એ આગળ ની મુખ્ય seat થી scooped-out seat હશે એટલે કે પાછળ ની સીટ clamps વડે તો આગળ ની સીટ માં જોડેલી જ હોય છે અને જ્યારે જરૂર પડે ત્યારે આ સીટ ખોલી ને પાછળ ની વ્યક્તિ બેસી શકે છે અથવા તો પછી permanent setup સાથે પણ અહી પાછળ ની સીટ જોડી શકાય છે.
પાછળ ની સીટ ના આ setup ને લીધે અહી Goan Classic 350 ના bobber style લુક માં કોઈ જ કમી દેખાવાની નથી એટલે Look ની બાબત માં તો Goan Classic 350 એ અન્ય bobber bike જેવી જ લાગશે પરંતુ અહી આજ ના સમય ની practicality ને ધ્યાન માં રાખતા પાછળ એક અન્ય વ્યક્તિ ને બેસવા માટે જગ્યા હોવાથી અહી આ બાઇક ને આ વસ્તુ નો ફાયદો મળશે.
Bike ના Goan ના નામ ઉપર થી જ અહી લાગે છે કે અહી તદ્દન નવા જ અને refreshing color combination મળી જવાના છે અને બની શકે કે high handle bar સાથે અહી પૂરેપૂરી Goanese vibe મળી જાય. અહી આપણને આગળ telescopic fork suspension અને પાછળ twin shock absorbers મળી જવાના છે અને સાથે આગળ અને પાછળ બંને માં dual channel ABS સાથે disc brakes મળી જવાની છે. આજની મોડર્ન bikes માં ખૂબ જ ઓછા જોવા મળતા white wall wheels અહી નીચે ના ફોટો પ્રમાણે જોવા મળી જશે જેમાં wire spoke (આરા વાળા) wheels તો મળી જ જશે અને તેની સાથે સાથે કંપની alloy wheels નું પણ વિકલ્પ આપે તેવી સંભાવના છે.
Goan Classic 350 તેની જ બહેન Classic 350 કરતાં 2 kg વધુ એટલે કે 197 kg નું kerb weight ધરાવે છે અને pillion seat ના વિકલ્પ સહિત bike નું કુલ વજન 206 kg થાય છે. અહી આપણને 170 mm નું ground clearance મળી જાય છે.
કિમત ની વાત કરીએ તો અહી Goan Classic 350 ની કિમત Classic 350 ની કિમત ₹2.30 લાખ આસપાસ હશે. અહી થોડા ઘણા cosmetic ફેરફારો ને લીધે અહી Classic 350 કરતાં થોડી કિમત વધી શકે છે અને જો top variant કિમત ₹2.30 થી ઉપર પણ જઈ શકે છે. Goan Classic 350 ના rivals ની વાત કરીએ તો Jawa અને Yezdi ના bobber style bikes Jawa 42 Bobber, Jawa Perak વગેરે છે અને આ સિવાય Royal Enfield ના જ 350cc bikes પણ છે. હવે જોવાનું એ રહે કે launching પછી bobber bikes ના segment માં આ બાઇક તેના પ્રતિસ્પર્ધીઓ થી કેટલી અલગ પડે છે.
Also read : Royal Enfield Bear 650 designs and all the details
1 thought on “Royal Enfield Goan Classic 350 – Launching in Motoverse 2024”