New Honda Amaze 2025-India’s best compact sedan’s 3rd gen

જાપાનીઝ કંપની Honda એ આજે તેની ખૂબ જ સફળ compact sedan, Amaze ની 3rd generation model ની teaser image તેના Instagram handle પર લોંચ કરવાની સાથે ભારતીય ગ્રાહકો મા ઉત્સુકતા વધારી દીધી છે. જો કે હજી તેની સંપૂર્ણ માહિતી તો આપવામાં આવી નથી પરંતુ એક અંદાજ પ્રમાણે New Honda Amaze 2025 નું 3rd gen નું launching 4 ડિસેમ્બર ના રોજ થશે અને બુકિંગ આવતા મહિના થી શરૂ થવાની સંભાવના છે.

Design

આપણે જાણીએ જ છીએ તેમ Honda એ તેની Accord તથા Civic ની design global market મા ખૂબ જ aggressive અને sporty રાખી છે. અહી પણ આપણને Honda દ્વારા જાહેર કરાયેલા ચિત્ર મા New Honda Amaze ની design ખૂબ જ sporty અને તદ્દન નવા look વાળી લાગી રહી છે. અહી આપણને mesh type honeycomb front grille જોવા મળી રહી છે અને તેની સાથે હાલ ના મોડેલ થી થોડા slim એવા full LED projector headlamps દેખાઈ રહ્યા છે જેમાં integrated LED DRLs છે.

અહી આગળ નું bumper પણ ખૂબ જ aggressive લાગી રહ્યું છે,bonnet તથા body પર ઘણી જ dynamic lines, અને muscular creases ના લીધે ઘણું જ આકર્ષક look આવી રહ્યોં છે. આ સાથે જ તદ્દન નવી design વાળી grille પર Honda નો emblem પણ ગાડી ના aggressive look મા વધારો કરી રહ્યો છે. આ સાથે આગળ ના bumper મા aerodynamics ને ધ્યાન મા રાખી ને fog lamp નું compartment પણ નવી જ રીતે design કરવામાં આવ્યું છે અને બંને બાજુ ખૂબ જ મોટા air dams પણ રાખવામાં આવ્યા છે જે grille ની નીચે, વચ્ચે જઈ ને વિરામ પામે છે.

Dimensions

New Honda Amaze એ Honda ની સદાબહાર sedan City ના platform ઉપર જ આધારિત હશે. આ platform Honda ની compact Suv Honda Elevate મા પણ વાપરવામાં આવ્યું છે. આ એક એવું platform છે કે જે compact sedans થી લઈ ને sedan તથા compact SUVs ને પણ સારી એવી stability અને strength પૂરી પાડી શકે છે. વળી અહી Honda City નો wheelbase 2600 mm છે જ્યારે હાલ ની Amaze નો wheelbase 2470 mm છે છતા પણ બહુ જ થોડા ઘણા ફેરફારો કર્યા પછી આ પ્લેટફોર્મ નવી Amaze માટે બધી જ રીતે સક્ષમ રહેશે.

Engine

New Honda Amaze મા હાલ ની Amaze મા આવતું 1.2-litre, 4-cylinder naturally-aspirated petrol engine જ જોવા મળશે. આ એંજિન 90 bhp પાવર અને 110 nm ટોર્ક ઉત્પન્ન કરે છે તથા 5 speed manual અને CVT automatic મા ના વિકલ્પો સાથે આવે છે. એક compact sedan segment ની ગાડી માટે આ engine એકદમ બંધબેસતું અને પૂરતો પાવર પ્રદાન કરનારું છે.

Also read : Maruti Suzuki e Vitara revealed as production model-India launch in mid 2025

New features

ઉપર ના cosmetic ફેરફારો સિવાય અંદર મળવા વાળા નવા features ની અટકળો ની વાત કરીએ તો અહી 10-inch touchscreen infotainment, wireless Android Auto and Apple CarPlay, semi-digital instrument console, 360-degree surround view camera, ADAS (advanced driver assistance system),dual zone climate control, single-pane sunroof કે જે 11 નવેમ્બર ના રોજ લોંચ થનાર Maruti Suzuki Swift Dzire મા પણ મળવાનું છે

Honda Cars India Ltd ના President અને CEO Takuya Tsumura એ આ image launching સાથે જણાવ્યું છે કે “ Honda Amaze હંમેશા અમારા અને ભારતમાં અમારા ગ્રાહકો માટે એક ખાસ product રહી છે. entry sedans માટે પ્રીમિયમ સ્ટાઇલમાં અગ્રણી તરીકે, Honda Amaze હંમેશા તેના સેગમેન્ટમાં ડિઝાઇન અને ચોક્કસપણા માટે માનક સેટ કરે છે. 3rd generation સાથે અમે Honda Amaze ને આગલા સ્તર પર લઈ જવા માટે ઉત્સાહિત છીએ, જે અમારા આધુનિક ભારતીય ગ્રાહકોને અગાઉ ક્યારેય નહોતું એવું ઉન્નત પ્રીમિયમ પેકેજ ઓફર કરવાની છે.”

Rivals & pricing

ભારત મા New Honda Amaze ના પ્રતિસ્પર્ધીઑ ની વાત કરીએ તો પ્રથમ નંબરે જ હાલ મા 11 નવેમ્બર 2024ના રોજ launch થનાર Maruti Suzuki Swift Dzire છે. આ સિવાય ના પ્રતિસ્પર્ધીઑ મા Hyundai Aura અને TATA Tigor છે. આ સમયએ જો કે New Honda Amaze ની કિમતો વિષે તો કશું ચોક્કસ કહી શકાય તેમ નથી પરંતુ હાલ ની Amaze ની શરૂઆત ની ₹7.20 લાખ(ex showroom) ની કિમત કરતાં થોડી વધુ જ રાખવામાં આવશે.

નવાઈ ની વાત એ છે કે બંને જાપાનીઝ કંપનીઓ Honda અને Suzuki લગભગ એક સાથે, એક જ segment compact sedan મા પોતાની સફળ products MS Dzire અને Honda Amze ની next generation લાવવા જઈ રહી છે. હવે જોવાનું એ રહે છે કે જૂના ગ્રાહકો અહી પોતાની જૂની કંપની ની નવી product ને વફાદાર રહે છે કે પછી બંને કંપનીઑ વચ્ચે ગ્રાહકો નું આદાન પ્રદાન થવા જઈ રહ્યું છે.

Also read : Newgen Swift Dzire launching before 2025 from Maruti Suzuki

Also read : Winter car care tips -શિયાળા ની ઋતુ મા ગાડી માટે ની જરૂરી સંભાળ તથા તકેદારીઓ

3 thoughts on “New Honda Amaze 2025-India’s best compact sedan’s 3rd gen”

Leave a Comment