આપણા SUV અને off-roading ના ચાહકો દ્વારા પાછલા ઘણા સમય થી જેની રાહ કાગડોળે જોવાઈ રહી છે, તે Mahindra Thar ROXX આગામી સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ 2024 ના રોજ launch થવા જઈ રહી છે.
છેલ્લા ઘણા સમય થી Mahindra આપણને તેના દર નવા launch વખતે 1 level up મોડેલ્સ આપી ને ચોંકાવતું જ રહ્યું છે,હવે launch પહેલા જાણવા મળેલી માહિતી પ્રમાણે આપણે જોઈશું કે Thar ROXX મા આપણને શું 1 level up મળવા જઈ રહ્યું છે.
Engine :
- અત્યારે મળતી પ્રારંભિક માહિતી અનુસાર Thar Roxx પેટ્રોલ અને ડીઝલ એમ બંને વિકલ્પ મા મળશે. અહી આપવામાં આવેલું એંજિન એ Mahindra ની હાલ ખૂબ જ સફળ કાર Scorpio N મા આપવામાં આવ્યું છે પરંતુ tuning ના આધારે આ એંજિન ની ક્ષમતા મા થોડો ફેરફાર કરવામાં આવેલો છે, જેની માહિતી નીચે પ્રમાણે છે.
- ડીઝલ રસિકો માટે અહી Scorpio N મા આવતું mHawk Gen2 2.2-litre engine મળશે,જેમા base મોડેલ મા મળતું એંજિન 150 bhp પાવર અને 350 nm ટોર્ક ઉત્પન્ન કરશે અને top મોડેલ મા આવતું એંજિન 172 bhp અને 370 nm ટોર્ક ઉત્પન્ન કરશે.
- પેટ્રોલ એંજિન ના ચાહકો માટે Mahindra Scorpio N અને Mahindra XUV 700 મા આવતું 2.0-litre turbocharged petrol engine મળશે,જેમાં base મોડેલ મા આવતું એંજિન 160 bhp અને 330 nm ટોર્ક ઉત્પન્ન કરશે અને top મોડેલ મા આવતું એંજિન 175 bhp અને 380 nm ટોર્ક ઉત્પન્ન કરશે.
- અહી એ નોંધનીય છે કે બંને એંજિન વિકલ્પો મા 6-speed manual અને 6-speed automatic જોવા મળશે એટલે બંને માંથી કોઈ પણ ના ચાહક વર્ગ ની નારાજ થવાની સંભાવના છે જ નહીં. આ સિવાય 3 door Thar ની જેમ જ ગ્રાહકો ના વપરાશ અનુસાર 4×2 Rear wheel drive અને 4×4 drive ના બંને વિકલ્પો પણ અહી આપણને જોવા મળશે જે Mahindra નો એક master stroke કહી શકાય કારણ કે આ સમયે ઘણી so called SUVs ,front wheel drive આપી રહી છે જે off roading મા કઈ જ કામ નું નથી.
Also read : Upto 1.75 lakh discount on Thar 3 door in this festive season
Exterior :
- Thar Roxx એ Mahindra ના તદ્દન નવા 4G પ્લેટફોર્મ ઉપર ડિઝાઈન થયેલી છે જે 2022 મા આવેલી Scorpio N ના 3G પ્લેટફોર્મ કરતાં આધુનિક અને 40 kg જેટલુ હળવું છે જે efficiency અને performance મા વધારો કરશે. આ 4G પ્લેટફોર્મ એ single body shell અને hard top સાથે આવશે જેથી કાર ના માળખા ની દ્રષ્ટિ એ અને મજબૂતી મા પણ વધારો થશે.
- પ્રાપ્ત માહિતીઓ મુજબ Thar Roxx મા આપણને એ જ round headlights મળશે જે Thar 3-door મા મળે છે પરંતુ કઈક નવા જ રૂપ મા અને તેમા પણ C-sec ના આકાર મા DRLs મળશે જે ઘણી જ આકર્ષક લાગી રહી છે.આ ઉપરાંત બમ્પર મા જ LED fog lamps જોવા મળશે.
- અહી પાછળ ના ભાગ મા square LED taillights મળશે અને તે પણ ફરી થી fresh design થયેલી જોવા મળશે અને સ્પેર વ્હીલ માઉન્ટ પણ પાછળ જ જોવા મળશે.
- અહી આપણને Thar ની ઓળખ છે તે 6-step front grill/ 6 pack grill પણ નવા સ્વરૂપ મા જોવા મળશે.
- Thar Roxx મા 5-door હોવાને કારણે લાંબો wheelbase મળશે જે કાર ની ride stability માટે ખૂબ જ મહત્વ નું પાસું છે. આ ઉપરાંત વચ્ચે ના દરવાજા નું હેન્ડલ C-pillar મા vertical ઍટલે કે ઊભું જોવા મળી શકે છે.
- અહી આપણને 18 અથવા 19 ઇંચ ના નવા જ ડિઝાઈન થયેલા વ્હીલ્સ જોવા મળશે જે off roading ના ચાહકો ને પૂરતી stability પણ આપશે અને highway પર ride quality મા પણ કશી જ બાંધછોડ નહીં થવા દે.
Interiors :
- Panoramic sunroof : SUV કારો મા સૌથી મોટું આકર્ષણ એવું panoramic sunroof અહી આપવામાં આવ્યું છે અને છતાં પણ મજબૂતી અને સલામતી સાથે કોઈ પણ પ્રકાર ની બાંધછોડ કરવામાં આવી નથી. જો કે શરૂઆતી મોડેલ મા single span sunroof હશે અને top મોડેલ મા full panoramic sunroof હશે.
- HARMAN KARDON infotainment : અહી 10.2 ઇંચ ની ડિસ્પ્લે થી સુસજ્જ infotainment system મળશે જે AndrenoX, Apple carplay અને Android auto થી સજ્જ હશે.
- Wireless charger
- Type C , A charger
- Ventilated & power adjustable front seats
- Leather seats in top variant
- 60/40 rear seats
- Front armrests
- Automatic climate control
- Rear AC vents
- White/Beige tone premium interior
- Soft touch interior
- 10.25 inch fully customizable driver cluster
- Grab handles in B pillar for passengers
- Push start stop button
- Electric parking brake
Off roading & safety features :
- 6 airbags
- ESC (Electronic stability control)
- Updated 4G platform ઉપર આપણે ચર્ચા કરી તે પ્રમાણે.
- Full metal shell body જે panoramic sunroof હોવા છતાં પણ પૂરી મજબૂતી આપે છે.
- Full-metal hard top
- Front independent wishbone suspension
- Rear multilink setup with Watts linkage
- Mahindra’s ‘Frequency Dependent Damping’ જે સૌ પ્રથમ Scorpio N મા આપવામાં આવ્યું હતું અને Jeep કંપની ના મોડેલ મા પણ જોવા મળે છે.
- 4Xplor off-road setup, કે જેમાં મુખ્ય Electronic brake locking differential (E-BLD) અને Electronic locking differential (ELD) નો સમાવેશ થાય છે. સાદી ભાષા મા કહીએ તો E-BLD, off roading દરમ્યાન જ્યારે એક બાજુ ના કોઈ વ્હીલ મા ઘર્ષણ ઘટી જાય છે ત્યારે તે વ્હીલ ને electronically લોક કરવામાં મદદ કરે છે ,જેથી જે પણ વ્હીલ મા પૂરતું ઘર્ષણ છે તેને વધુ મા વધુ પાવર આપી શકાય અને ફસાયેલી ગાડી સહેલાઈ થી નિકડી શકે. જ્યારે ELD જરૂરિયાત અનુસાર આગળ કે પાછળ ના વ્હીલ્સ ને લોક કરી શકે છે.
- Terrain modes જેવા કે Snow, Sand and Mud.
- Scorpio N મા આપણને shift-on-the-fly 4WD setup જોવા મળે છે એટલે કે ચાલતી ગાડી મા તમે 2H, 4H અને 4L mode બદલી શકો ,જ્યારે અહી Thar Roxx મા આપણને Traditional lever-operated 4WD system with 2H, 4H and 4L modes setup મળશે ,જે Thar 3-door મા પણ જોવા મળે છે.
- Crawl Smart Assist (CSA), ની મદદ થી ડ્રાઈવર 2.5 km/h થી 30 km/h સુધી ની સ્પીડ મા કાર ને off roading કરતી વખતે અથવા તો કોઈ ખરાબ રસ્તા પર automatically સેટ કરી શકશે.આ એક પ્રકાર નું ખરાબ રસ્તા માટે નું cruise control કહી શકાય જેમાં ડ્રાઈવરે ફક્ત સ્ટીયરિંગ અને બ્રેક જ સંભાળવાનું રહેશે અને acceleration સેટ કરી શકશે. આ feature, automatic version મા જ જોવા મળશે.
- Intelli Turn Assist એ તદ્દન સાંકડી જગ્યા ઑ મા ડ્રાઈવર ની જરૂરિયાત અનુસાર વળાંક ની અંદર ની બાજુ ના પાછળ ના વ્હીલ ને લોક કરી દેશે કે જેથી બિલકુલ ટુંકી જગ્યા મા પણ turn લઈ શકાય. શરત એટલી કે કાર ની સ્પીડ 15 km/h કરતાં ઓછી હોવી જોઈઍ અને આ feature 15 સેકન્ડ માટે જ કામ કરશે અને CSA ચાલુ કરતી વખતે તમારું ELD બંધ હોવું જોઈઍ.
- Water-wading depth of 650 mm
- Level 2 ADAS જે ફક્ત automatic versions મા જ જોવા મળશે.
- Lane keep assist
- Emergency braking system
- All four disc brakes
- 360° camera
- Rear wiper washer
- Hill hold control (HCC)
- Hill descent control (HDC)
- Traction control system (TCS)
Colors, variants and pricing :
હાલ મળતી માહિતી અનુસાર Thar ROXX મા Stealth black અને Everest white કલર્સ તો આવી જ રહ્યા છે અને આ ઉપરાંત Deep forest, Tango red, Battleship gray, Nebula blue અને Burnt slenna આવે તેવી સંભાવના છે.
અહી આપણને પાક્કી માહિતી તો 15 ઓગસ્ટ ના રોજ જ ખબર પડશે પરંતુ variants ની વાત કરીએ તો 2WD અને 4×4 ના મળી ને કુલ 6 variants મળી શકે છે જે MX1,MX3,AX3L,MX5,AX5L,AX7L છે. મળેલ માહિતી અનુસાર વચ્ચે ના variants થી જ 4×4 નું વિકલ્પ મળવાનું શરૂ થઈ જશે જેથી વધુ મા વધુ ચાહક વર્ગ ને આકર્ષી શકાય. આ વિષે વધુ માહિતી નો હજુ એક આર્ટિક્લ upload કરવામાં આવશે.
કિમત ની વાત કરીએ તો 15 ઓગસ્ટ ના રોજ આ આર્ટીકલ update કરવામાં આવી રહ્યો છે ત્યાર મુજબ Thar ROXX પેટ્રોલ RWD MT ની કિમત ₹12.99 લાખ (ex showroom) થી અને ડીઝલ RWD MT ની કિમત ₹13.99 લાખ (ex showroom) રહી શકે છે. જો કે Mahindra શરૂઆત થી જ કિમત ની સામે તેને સંપૂર્ણ રીતે અદા કરે તેવી પૈસાવસુલ ગાડી ઑ લાવતું જ રહ્યું છે અને છેલ્લા થોડા સમય થી તો ભારત મા રહેલી વિદેશી કંપની ઑ કે જેમનું એકહથ્થું શાશન હતું તેમને પણ હંફાવી રહ્યું છે.
Thar 3-door જ્યારે ભારત મા launch કરવામાં આવી ત્યાર બાદ અંદર ની space ની દ્રષ્ટિ એ આવી જ એક ગાડી ની જરૂરિયાત હતી કે જે બધી રીતે Thar જેટલી જ ક્ષમતા ધરાવતી હોય અને 2 થી વધુ વ્યક્તિ ઑ તેમા આરામ થી લાંબી અને આરામદાયક મુસાફરી કરી શકવા જોઈઍ. Thar ROXX ના રૂપ મા Mahindra એ આ કમી પણ સંપૂર્ણ રીતે પૂરી કરી આપી છે અને પ્રાપ્ત માહિતીઓ અનુસાર highway ની મુસાફરી હોય કે પછી off roading ના ચાહકો ને ખુશ કરવાના હોય, Thar ROXX મા આપણે પાછું વળી ને જોવાની જરૂર નહીં પડે ,કારણ કે અહી આપણને Thar 3-door કરતાં પણ ઘણા નવા features અને પાવર મળવાના છે જે સોના મા સુગંધ ભેળવવાનું કામ કરશે.
Also read :NEW LAUNCHED TATA CURVV ICE AND TATA CURVV EV
Also read : New Royal Enfield Guerrilla 450
Also read : BSA Goldstar 650 launching on 15 August
Also read : Best car care tips for winters
8 thoughts on “આવી રહી છે 7 seater Thar – Mahindra Thar ROXX – વધુ ક્ષમતા અને advanced features સાથે”