આગામી વર્ષ 2025 માં EV launchings થી જરા હટ કે જઈ ને launch થનાર Kia ની compact SUV Kia Syros ના આવેલા teasers માં હવે વધુ એક teaser પણ આવી ગયું છે જેમાં આપણને આજ ના સમય નું premium feature એવું panoramic sunroof દેખાઈ રહ્યું છે. આ પહેલા ના આપણા આવેલા Kia Syros વિષે ના આર્ટિક્લ માં આપણે વાત કરી હતી તેમ Kia Syros એ Kia ની premium compact SUV Seltos અને બીજી compact SUV Sonet વચ્ચે રહેલો એક અવકાશ ભરવા જઈ રહી છે અને Syros ના interior ની design અને features એ Kia ની luxurious MPV E9 EV ના પર થી પ્રેરિત છે.
અત્યાર સુધી માં આવેલા Syros ના teasers પર થી અહી એક વાત તો સ્પષ્ટ છે કે syros ની design એ થોડી થોડી WagonR જેવી boxy લાગે છે પરતું અહી આ compact suv એ ઊંચાઈ માં સારી એવી હોવાથી અહી આપણને ground clearance પણ સારું એવું મળી જવાનું છે. અહી તમને જણાવી દઈએ કે Syros ને Seltos અને Sonet વચ્ચે નો એક price deference ભરવાનો હોવાથી અહી આ ગાડી ની લંબાઈ આપણને 4 મીટર કરતાં ઓછી જ જોવા મળશે છતાં પણ અહી Syros ની advanced design ના લીધે cabin space અને boot space સારી એવી મળી જવાની છે.
આ ઉપરાંત teasers પર થી લાગે છે કે Kia Syros માં આપણને premium features જેવા કે panoramic sunroof, 360º camera, ADAS, electrically adjustable અને ventilated front seats, adaptive cruise control, lane-keeping assist,10.25 inch touchscreen infotainment system, automatic climate control, 10.25 inch digital instrument cluster, flush door handles વગેરે મળી જવાના છે. ઉપરાંત અહી ABS, EBD, ESC, traction control, terrain modes, front parking sensors, multiple airbags વગેરે જેવા safety features પણ મળી જવાના છે.
Skoda ની Yeti ની જેમ અહી B pillar માં પડતાં cut અને પાછળ ની window line સુધી થતાં glass curve ને લીધે બાજુ પર થી Syros ની design sharp લાગી રહી છે. આગળ tiger nose થી પ્રેરિત grille, એકદમ અલગ રીતે નવા જ design કરેલ vertical LED DRLs અને વધુ માં vertically એટલે કે ઊભા જ design કરેલ 3 step projector headlamps અહી ગાડી ને ઘણો જ aggressive look આપી રહ્યા છે. અહી ઉપર ની બાજુ silver roof rails અને પાછળ પણ vertically જ designed L shaped LED taillamps મળી જવાના છે જે ગાડી ને ઘણો જ premium touch આપી રહ્યા છે.
એંજિન ના વિકલ્પો માં અહી આપણે આગળ ના આર્ટિક્લ માં વાત કરી હતી તેમ આપણને બે વિકલ્પો મળી જવાના છે. પહેલું 1.2L Naturally Aspirated 3 cylinder petrol engine કે જે 82 bhp પાવર અને 114 nm નો ટોર્ક ઉત્પન્ન કરશે અને બીજું 1.0 L 3 cylinder turbocharged petrol engine કે જે 118 bhp પાવર અને 172 nm ટોર્ક ઉત્પન્ન કરશે. આ સિવાય અહી એક 1.5 liter-4 cylinder turbo diesel engine પણ મળવાની પણ સંભાવના છે. અહી આ બધઆ જ engines સાથે automatic અને manual ના વિકલ્પો મળી જવાના છે.
Syros ICE માં તો આપણને FWD (front wheel drive ) setup જ મળવાનું છે અને પછી Kia એ Syros નું EV version પણ launch કરે તેવી પૂરેપૂરી સંભાવના છે માટે અહી EV version માં આપણને AWD નું વિકલ્પ પણ મળી શકે છે. Launching સાથે Syros એ Hyundai Exter, Hyundai Venue, Tata Punch, Mahindra XUV 3XO, Tata Nexon, Maruti Suzuki Brezza,Renault Kiger, Nissan Magniteઅને હાલ માં જ launch થયેલ Skoda Kylaq જેવા હરીફો સામે સ્પર્ધા કરશે. આગામી જાન્યુઆરી માં યોજાનાર Bharat Mobility Show 2025 માં Kia તરફ થી Syros નું full production model પર થી પડદો હટાવવામાં આવે તેવી સંભાવના છે.
Kia India ના MD & CEO Gwanggu Lee ના કહેવા અનુસાર “આ SUVને ભારતીય ગ્રાહકોની અવાસ્તવિક જરૂરિયાતોમાંથી પ્રેરણા લઈને સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તેની પાસે એક અનન્ય, પ્રગતિશીલ SUV ડિઝાઇન ભાષા છે જે હવે પરંપરાગત SUV ડિઝાઇનને અનુસરતી નથી. આ SUV તેના segment first features, અસાધારણ કામગીરી અને અપ્રતિમ આરામથી ગ્રાહકોને ખુશ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. અમને વિશ્વાસ છે કે તે શ્રેષ્ઠની માંગ કરતા સમજદાર ભારતીય ખરીદદારો સાથે પડઘો પાડશે.”
Also read : Kia Syros – rugged compact SUV is about to make debut in 2025
Also read : Honda Elevate EV will gonna first EV in 2025 from Honda’s side
2 thoughts on “Here it is! Kia Syros confirmed panoramic sunroof with it”