Jeep cars with discount on year end – best time in 2024 to add one

છેલ્લા થોડા સમય માં આટોમોબાઇલ સેક્ટરએ જોયેલા સારા એવા મંદી ના માહોલ ને કારણે ઘણી કંપનીઑ એ પોતાનો સ્ટોક યાર્ડ માં પડી રહેલો જૂનો સ્ટોક ખાલી કરવા સારી એવી discount offers આપી. ઉપરાંત અહી હમણાં જ ગયેલા દિવાળી અને લાભપાંચમ જેવા તહેવારો ના દિવસો માં પણ કંપનીઑ એ 2023 અને 2024 ના વર્ષો નું ઉત્પાદન ધરાવતા મોડેલ્સ પર પણ સારું એવું discount આપ્યું.

અમેરિકન કંપની Jeep પણ કઈક આ જ રીતે વર્ષ ના અંત માં પોતાનો ધાર્યો sales figure મેળવવા માટે અને 2024 પૂરું થાય તે પહેલા જ આ વર્ષ નું ઉત્પાદન ધરાવતા સ્ટોક ને પૂરો કરવા તેના લગભગ પૂરેપૂરા SUV lineup પર ₹4.70 લાખ થી કરી ને ₹12 લાખ સુધી નું bumper discount આપી રહી છે. દિવાળી ના સમય માં દરેક કાર કંપની પ્રમાણે મળતા discounts પર આપણે એક આર્ટીકલ પ્રકાશિત કર્યો હતો અને આજે જ્યારે વર્ષ ના અંત માં પણ અહી Jeep cars with discounts મળી રહી છે ત્યારે આગળ આપણે તેના વિષે વિસ્તાર થી માહિતી મેળવીશું.

Compass

Jeep cars with discount

Compass ના અમુક variant ઉપર કંપની ₹3.15 લાખ સુધી નું discount આપી રહી છે અને આ ઉપરાંત manufacturing year 2024 (MY2024) ના મોડેલ્સ પર ₹1.40 લાખ સુધી નું corporate discount તો ખરું જ. આ સિવાય ₹15000 ની અમુક special offers સાથે Compass પર મળતું કુલ discount ₹4.70 લાખ સુધી પહોંચી જાય છે. Compass એ Jeep ની best selling car રહી છે quality, power અને safety ની પસંદગી કરનારા લોકો માટે Compass પહેલી પસંદગી બની રહી છે.

Compass ના anniversary edition પર કંપની ₹2.50 લાખ સુધી નું cash discount આપી રહી છે જ્યારે ₹25000 નું exchange bonus પણ અહી આપણને આ anniversary edition માં મળી રહ્યું છે અને IDF(Indian defense forces) ના અમુક rank officers માટે તથા doctors, bankers અને અન્ય professionals, leasing companies, Jeep partner vendors માટે પણ ₹15000 સુધી નું special discount મળી જાય છે.

Meridian

Jeep cars with discount

Meridian માં કંપની તરફ થી variants અનુસાર ₹2.80 લાખ સુધી નું cash discount અને offers ની સાથે મળી જાય છે અને આ ઉપરાંત Compass ની જેમ જ selected sectors ના professionals માટે ₹1.85 લાખ સુધી નું corporate discount પણ મળી જશે અને હજુ વધુ માં ₹30000 સુધી નું discount અહી special offers અને exchange ની અંતર્ગત મળી જાય છે. આમ આ રીતે Meridian  માં પણ આપણને ₹4.95 લાખ નું ધરખમ discount મળી જાય છે. Jeep Meridian એ Compass નું જ 7 seater version છે અને Meridian માં Compass નું જ 2.0-litre diesel engine મળે છે.

Meridian નું જ આ સમયે એક 5 seater version પણ કંપની દ્વારા launch કરવામાં આવ્યું છે. આ discount offers આ version પર લાગુ પડે છે કે નહીં તે વિષે અહી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Grand Cherokee

Jeep cars with discount

Jeep ના સૌથી premium અને flagship model Grand Cherokee માં અહી અધધ ₹1200000 નું discount આપવામાં આવી રહ્યું છે. આ ગાડી ફક્ત fully loaded એક જ variant માં આવે છે જે 2.0-litre 4 cylinder turbo-petrol engine ધરાવે છે અને 8 speed automatic transmission સાથે મળી જાય છે. અહી બધી જ offers સ્થાન અને ડીલરશીપ અનુસાર અલગ અલગ હોઈ શકે છે માટે વધુ માહિતી માટે આપની નજીક ની ડીલરશીપ નો સંપર્ક કરો.

અમારી દ્રષ્ટિ એ કંપનીઑ દ્વારા અપાઈ રહેલા આ ધરખમ ભાવ ઘટાડા ના મુખ્ય કારણો છે ઑટોમોબાઇલ ના સેક્ટર માં ચાલી રહેલી મંદી, પ્રતિસ્પર્ધીઓ સાથે હરીફાઈ માં ઊભા રહેવા માટે નવા અને updated મોડેલ્સ ના નિરંતર કરવા પડતાં launchings અને ડીલરોના સ્ટોક યાર્ડસ માં પડી રહેલો અને સમય ની સાથે સાથે જૂનો થઈ રહેલો સ્ટોક.માટે અહી લગભગ બધી જ ઓટોમોબાઈલ કંપની ઑ આ બધી મુશકેલીઓને નિવારવા માટે આ રીતે અલગ અલગ રસ્તાઑ વડે વહેચાણ કરી રહી છે. પણ અંતે અહી ગ્રાહકો નો જ ફાયદો થઈ રહ્યો છે કારણ કે ગ્રાહક ને પસંદગી ની ગાડીઓ સારા એવા ભાવ માં મળી જાય છે અને આ પ્રકાર ની ગાડીઓ તેમના માટે value for money deal બની જાય છે.

જેમ આપણે ભજીયા બનાવતા હોઈએ ત્યારે એક ઘાણ માં ઓછા માં ઓછી અમુક માત્રા માં ભજીયા તાવડા માં નાખવા જ પડે છે તે જ રીતે જ્યારે એક નવી ગાડી market માં આવે છે ત્યારે અહી ઓછા માં ઓછી અમુક માત્રા માં ઉત્પાદન કરવું જ પડે છે, તો અને તો જ તેના research & development, production line building, designing, testing, production તથા service manpower training વગેરે જેવી ઘણા પ્રકાર ની વસ્તુઓ અને પરિબળો પર કરેલો ખર્ચ વસૂલ થાય.

અને આ ગાડી જ્યારે મર્કેટ માં આવે છે ત્યારે તેની પહેલા ની તે જ કંપની ની ગાડીઓ ના વહેચાણ ના આંકડા ઉપર ઘેરી અસર પડે છે માટે જ આ કારણોસર કંપનીઑ stock clearance માટે હંમેશા પ્રયત્ન કરતી રહે છે અને ડિલરો ના સ્ટોક યાર્ડસ માં બને તેટલી ઓછી inventory જમા થાય તેનું પણ ધ્યાન રાખે છે.

Also read : Renault Duster 2025 revealed – Indian version’s launch almost confirmed

Also read : Skoda Kylaq vs Skoda Kushaq – which one to choose now

Leave a Comment