Hero MotoCorp ની જ માલિકી ની કંપની એ પોતાના e-scooters Vida ના lineup ને આગળ વધારતા launch કરી દીધા છે Hero Vida V2 e-scooters, જેમાં Hero Vida V1 ની design language જ દેખાય છે પરંતુ અહી થોડા ઘણા cosmetic changes કરવામાં આવ્યા છે અને આ સાથે જ V2 Plus અને V2 Pro બંને માં બે નવા color options ને ઉમેરવામાં આવ્યા છે. આ launching સાથે જ Hero Vida એ પોતાના જ e-scooter V1 અને બીજા તેના પ્રતિસ્પર્ધીઓ જેવા કે Activa e અને QC 1, TVS iQube, Bajaj Chetak અને Ola e-scooters માટે થોડી એવી મુશ્કેલી ઊભી કરી દીધી છે.
અહી કંપની એ V2 ના ત્રણ variants ને launch કર્યા છે જેમાં આમ તો વધુ પડતું બધુ જ સમાન જ જોવા મળે છે જ્યારે અહી variants અનુસાર બેટરી ની ક્ષમતા અલગ અલગ જોવા મળે છે. જો કે અહી V1 ની જેમ જ ત્રણેય variants માં આજ ના સમય માં e-scooters ની સૌથી જરૂરી એવી removable battery ની સુવિધા મળી જાય છે. આવો આપણે જોઈએ ત્રણેય variants અને તેમના features એ પણ કિમતો સાથે.
Hero Vida V2 Lite
આ variant ની કિમત ₹96,000 ex showroom છે જેમાં ચાર્જર પણ કંપની તરફ થી આપવામાં આવે છે. Lite variant માં એક જ 2.2 kWh ની બેટરી આવે છે જે removable છે. આ બેટરી સાથે 6 kW ની મોટર મળે છે જે 25 nm નો ટોર્ક ઉત્પન્ન કરે છે. આ બેટરી અને મોટર સાથે Lite variant માં 94 km ની range IDC(Indian driving cycle/condition) પ્રમાણે મળી જાય છે અને આ સાથે જ 69 km/h ની top speed મળી જાય છે અને 0-40 km/h ની speed 4.2 સેકન્ડ માં પકડી લે છે. Lite variant માં બે driving modes Ride અને Eco મળે છે. Center console ની નીચે આવેલ on/off switch ની મદદ વડે scooter ને ચાલુ અને બંધ કરી શકાય છે.
આ સાથે જ અહી 7 ઇંચ ની TFT display મળી જાય છે જેમાં Bluetooth connectivity મળી જાય છે. આ સિવાય અહી V1 થી થોડું અલગ એવું indicator setup, LED projector headlamp, cruise control, navigation, keyless on/off, regenerative braking, 26 liter boot space, follow me home headlamp, emergency hazard lights વગેરે જેવા features મળી જાય છે. અહી આગળ disc brake મળે છે જ્યારે પાછળ drum brake મળે છે અને 12 ઇંચ ના alloy wheels મળી જાય છે. Lite variant માં અહી 4 color options Matte abrax orange, Glossy sports red, Glossy black અને Matte white મળી જાય છે.
Hero Vida V2 Plus
આ variant ની કિમત ₹1,15,000 ex showroom છે જેમાં ચાર્જર કંપની તરફ થી આપવામાં આવે છે. Plus variant માં 3.4 kWh ની ક્ષમતા સાથે બે removable batteries આવે છે અને 6 kW ની મોટર સાથે Plus variant માં IDC અનુસાર 143 km સુધી ની range અને 85 km/h ની top speed મળી જાય છે. આ મોટર ની મદદ થી Plus variant 0-40 km/h ની speed 3.4 સેકન્ડ માં પ્રાપ્ત કરી લે છે. અહી આપણને ત્રણ driving modes Eco, city અને sports જોવા મળે છે.
Plus variant માં Lite variant થી features માં કોઈ પણ ફેરફાર જોવા મળતા નથી એટલે કે આ variant માં પણ 7 ઇંચ ની TFT display,Bluetooth connectivity, LED projector headlamp, cruise control, navigation, keyless on/off, regenerative braking, 26 liter boot space, follow me home headlamp, emergency hazard lights વગેરે જેવા features મળી જાય છે. Plus variant માં અહી 5 color options Matte abrax orange, Glossy sports red, Glossy black, Matte white અને નવો જ color Matte Cyan મળી જાય છે.
Hero Vida V2 Pro
આ variant ની કિમત ₹1,35,000 ex showroom છે જેમાં પણ ચાર્જર કંપની તરફ થી આપવામાં આવે છે. Pro variant માં V2 ના ત્રણેય variants માંથી સૌથી મોટી 3.9 kWh ની ક્ષમતા સાથે બે બેટરીઓ આપવામાં આવી છે. આ બંને બેટરીઓ removable છે અને 6 kW ની મોટર સાથે IDC અનુસાર 165 km ની સારી એવી range મેળવી લે છે. આ variant એ 90 km/h ની top speed ધરાવે છે અને 0-40 km/h ની speed 2.9 સેકન્ડ માં પકડી લે છે. આ variant માં કુલ ચાર riding modes Eco, ride, sport અને custom મળી જાય છે.
Pro variant માં તેના Lite અને Plus variant ની જેમ એકસમાન જ features આવે છે સિવાય કે અહી આપણને 6 color options Matte abrax orange, Glossy sports red, Glossy black, Matte white, Matte Cyan, અને નવો જ matte nexus blue color મળી જાય છે.
હાલ માં જ launch થયેલા Honda Activa e માં બેટરી એ કંપની તરફ થી BaaS (Battery as a service) અંતર્ગત આપવામાં આવે છે અને તેને પણ તમે ઘરે ચાર્જ કરી શકશો નહીં, તમારે ફરજિયાત Honda ના swap stations પર જઈ ને બેટરીઓ ની અદલ બદલી કરવી પડે છે. Hero Vida V2 માં આવી કોઈ જંજટ નથી કારણ કે આ e-scooter ને તમે ગમે ત્યાં ચાર્જ કરી શકો છો. ઉપરાંત અહી દેશ ના 250 શહેરો માં પણ Vida ના 3100+ charging stations પણ તમને મદદ કરે છે. કંપની તરફ થી બેટરી ની 3 વર્ષ/30,000 km અને scooter ની 5 વર્ષ/50,000 km ની warranty મળી જાય છે. અહી બેટરીઓ ને full charge થતાં 6 કલાક જેવો સમય(charging time) લાગે છે.
Launching સમય ની press release માં પણ Hero MotoCorp ના CEO શ્રી નીરંજન ગુપ્તા નું નિવેદન છે કે “VIDA V2 નું launching એ તેના variants સાથે કિંમત માં અને તેના variants માં વિવિધતાઓ સાથે, અમારી EV સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. અમે ગ્રાહકોને એક વ્યાપક ecosystem પ્રદાન કરવા માટે સમર્પિત છીએ જે અનુકૂળ ચાર્જિંગ સોલ્યુશન્સ અને સરળતાથી સુલભ સર્વિસ પોઈન્ટ્સ સાથે આનંદદાયક માલિકીનો અનુભવ સુનિશ્ચિત કરે છે. અમે અમારા આવા જ ઉત્કૃષ્ટ ઉત્પાદનો અને શ્રેષ્ઠ-વર્ગની સેવાની શ્રેણી દ્વારા ગ્રાહકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ પૂરી કરવાનું ચાલુ રાખીશું”.
Also read : Hero Surge S32 EV could be a revolution in human & goods transport in city areas
Also read : Finally Honda Activa e and QC 1 launched after so much anticipation
Also read : New low cost scooters from OLA ! Compete in B2B sector
2 thoughts on “Hero Vida V2 e scooter launched in sub 1 lakh range”