શું બધી જ જૂની ગાડીઓ ના લે-વેંચ પર થઈ રહ્યો છે 12% માંથી 18% GST hike ??? જૂની EV ના લે-વેંચ પર પણ થઈ શકે છે અસર ?

ગઈ કાલે આપણા દેશ ના નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમણજી ના વડપણ હેઠળ મળેલી GST council ની મીટિંગ માં નક્કી કરવામાં આવ્યું છે કે ભારત માં બહોળા પ્રમાણ માં ચાલતા જૂની, ખાનગી અથવા ઔદ્યોગિક માલિકી ની ગાડીઓ ના ખરીદ-વહેચાણ પર GST 12% માંથી 18% થશે એટલે કે 6% નો GST hike કરવામાં આવશે. આ પહેલા 2018 સુધી આ GST 28%+1-15% cess હતો જેને ઘટાડી ને 12-18% કરવામાં આવેલો. પરંતુ હવે અહી નોંધણી કરાયેલા એકમો, કંપનીઓ(i.e. CARS24,SPINNY) અને સંસ્થાઓ (Maruti Suzuki True Value, Mahindra & Mahindra First Choice, Volkswagen certified pre-owned, Toyota U trust) કે જે online અથવા તો offline આ પ્રકાર નો business કરી રહ્યા છે તેમના એક ગાડી ના ખરીદ અને વહેચાણ વચ્ચે ની રકમ ના તફાવત પર 18% GST લાગશે.

GST hike

નોંધણી કરાવ્યા વગર ના અને ખાનગી રીતે અથવા તો વ્યક્તિગત રીતે ગાડીઓ ની લે-વેંચ માં આ GST hike લાગુ પડશે નહીં. અહી GST council તરફ થી એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે GST hike જૂની EV ગાડીઓ ના ખરીદ-વહેચાણ પર પણ લાગુ પડશે. પેટ્રોલ ગાડીઓ કે જે 1200 cc કરતાં નાનું એંજિન અને 4 મીટર કરતાં ઓછી લંબાઈ ધરાવે છે અને ડીઝલ ગાડીઓ કે જેની 4 મીટર કરતાં ઓછી લંબાઈ અને 1500 cc કરતાં નાનું એંજિન છે તેમના પર પણ GST hike લાગુ પડશે. જો કે પહેલા આ પ્રકાર ની જૂની નાની ગાડીઓ ના ખરીદ-વહેચાણ પર 12% GST લાગતો અને મોટી ગાડીઓ પર 18% GST લાગુ પડતો. હવે બંને પ્રકાર ની ગાડીઓ સમાન tax slab માં આવી ચૂકી છે.

નવી EV ગાડીઓ ના વહેચાણ પર 5% જ GST લાગે છે જેથી EV ગાડીઓના વહેચાણ ને પ્રોત્સાહન મળી શકે અને વાતાવરણ માં પણ એટલા જ ઓછા ઝેરી વાયુઑ નું નિષ્કર્ષણ થાય. પરંતુ સરકાર ના આ GST hike ના લીધે જૂની EV ગાડીઓની ખરીદી ના પ્રમાણ માં ઘટાડો આવી શકે છે. છેલ્લા કેટલાક માં લોકો ની સારી અને premium features સાથે આવતી ગાડીઓ ની માંગ માં ઘણો વધારો આવ્યો છે. અમુક સમયે આ ગાડીઓ લોકો ના બજેટ માં બેસતી ના હોય તો તેઓ preowned cars એટલે કે જૂની ગાડીઓ ના માર્કેટ તરફ વળ્યા છે.

GST hike

માની લો કે તમે એક ગાડી લેવા માંગો છો અને તમારું બાજેટ ₹4 લાખ છે. હવે જો તમે નવી જ ગાડી લેવા જાઓ તો તમને Alto અથવા વધુ તો S-presso જેવી entry level ની ગાડીઓ જ મળશે,એટલે કે આ બજેટ માં તમારા માટે વિકલ્પો ખૂબ જ સીમીત થઈ જશે. જ્યારે જૂની ગાડીઓ ના બજાર માં તમારા માટે આસિમીત વિકલ્પો ઉપલબ્ધ હશે. આ કારણે જ ગ્રાહકો નો ઘણો જ મોટો વર્ગ તેમણે જોઈતા features અને premium feeling માટે જૂની ગાડીઓ તરફ વળ્યો છે. આ જ રીતે EV ખરીદવા માંગતા લોકો માટે પણ જૂની ગાડીઓ માં સારા વિકલ્પો મળી રહે છે માટે તેમણે પણ સારી એવી value for money deal મળી જાય છે.

આ GST hike થી નોંધણી કરાયેલી મોટી કંપનીઓ દ્વારા વહેચાણ થતી ગાડીઓ ની કિમત સ્વાભાવિક રીતે વધવાની જ છે, જ્યારે નોંધણી ના કરાયેલા નાના નાના ડીલરો પર આ GST hike લાગુ પડતી નથી માટે તેઓ આ કંપનીઓ દ્વારા વહેચાતી ગાડી ની કિમત કરતાં ઓછી કિમતે જ ગાડીઓ વહેચશે. પરંતુ અહી ગ્રાહકો માટે દેખીતી રીતે ગાડીઓ ના વિકલ્પો સીમીત થઈ જશે અને મોટી કંપની અને નાના ડીલરો દ્વારા વહેચાતી ગાડીઓ ની કિમત માં તફાવત વધતો ચાલ્યો જશે.

GST hike

EV ગાડીઓ પર પણ આ નિયમ લાગુ પડતો હોવાથી નવી EV ગાડીઓ ના વહેચાણ પર પણ અસર થવાની સંભાવના છે,કારણ કે આ પ્રકારે જૂની ગાડી ના ખરીદ-વહેચાણ પર GST વધવાથી ગાડી ની resell value માં આપોઆપ ઘટાડો થાય છે. આમ પણ ઓટોમોબાઈલ માર્કેટ હાલ માં થોડી મંદી નો સામનો કરી જ રહ્યું છે. અહી એ પણ સમજવા જેવી વાત છે કે ગાડીઓ ના repair અને service cost પર 18% GST પહેલા થી જ લાગી રહ્યો છે,તમારી ગાડી નવી હોય કે જૂની તેનાથી કોઈ ફેર પડતો નથી. માટે જો તમે હવે જૂની ગાડી પણ ખરીદવા જાઓ તો અહી તમારે આ spare parts અને service cost ના 18% GST ની સાથે હવે આ નવો ખરીદ-વહેચાણ નો પણ 18% GST ગણવાનો રહ્યો.

GST hike ની આ પળોજણ આવતા વર્ષ થી શરૂ થવાની છે. જો તમે જૂની ને બદલે નવી ગાડી લેવા માંગતા હો તો આ વર્ષ ના અંત માં ઘણી નવી ગાડીઓ પર કંપનીઓ અલગ અલગ કારણો ને લીધે અને અલગ અલગ રીતે discounts અને offers આપી રહી હોય છે. આ વિષય પર આપણે ઘણા માહિતીસભર આર્ટીકલ લખ્યા છે.

Info source

Also read : Bajaj Chetak – દેશ ની જ કંપની એ Chetak ને EV રૂપે સજીવન કરેલું એક નજરાણું – 3501 અને 3502

Also read : Kia Syros variants and features-જાણો કયા variant માં શું શું મળી રહ્યું છે,જાન્યુઆરી 2025 માં કિમત વિષે પણ માહિતી મળી જશે.

1 thought on “શું બધી જ જૂની ગાડીઓ ના લે-વેંચ પર થઈ રહ્યો છે 12% માંથી 18% GST hike ??? જૂની EV ના લે-વેંચ પર પણ થઈ શકે છે અસર ?”

Leave a Comment