Hefty Discounts on Nexa cars and Mahindra Thar Earth edition in last month of 2024

વર્ષ ના અંત માં Maruti Suzuki Nexa દ્વારા તેની લગભગ બધી જ ગાડીઓ પર કઈક ને કઈક discount આપવામાં આવી રહ્યું છે, તેમાંથી અહી આપણ એતેની SUVs અને MPVs પર મળતા સારા એવા discount બાબતે ચર્ચા કરીશું. એવા ઘણા ગ્રાહકો છે કે જેમને દિવાળી પર ના discount અને અન્ય તહેવારો પર મળતા discount નો લાભ ના લીધો હોય તો હવે તેમના માટે ખરો સમય છે ગાડી ખરીદવાનો કારણ કે વર્ષ ના છેલ્લા મહિના માં દરેક કંપની અને ડિલરશીપ તેમનો બાકી રહેલો stock વહેચવા માટે પ્રયત્ન કરી રહી હોય છે અને તેમાં જ ગ્રાહકો નો સારો એવો ફાયદો થઈ જાય છે. ઉપરાંત અહી Mahindra ની Thar પર પણ સારું એવું discount મળી રહ્યું છે તો વધુ માહિતી આગળ જોઈએ.

Discount on Mahindra Thar

આ જ વર્ષ માં Thar ROXX ના launching પછી Thar ની 2nd generation 3 door Thar ના sales figure માં સારો એવો ઘટાડો જોવા મળ્યો. દિવાળી પર પણ કંપની એ Thar 3 door પર સારું એવું discount આપી ને off roading ના ચાહકો ને ખુશ તો કર્યા જ હતા પરંતુ હજુ પણ જાણે Thar 3 door ના units બચ્યા હોય તેમ કંપની હજુ વધુ discount 2024 નું manufacturing year ધરાવતી Thar 3 door ના standard variant પર અને આ જ વર્ષ માં launch થયેલા Thar Earth edition પર આપી રહી છે.

4X4 ની સાથે આવતા Earth edition પર અહી ₹3.05 લાખ જેટલું જબરદસ્ત discount મળી રહ્યું છે. Earth edition એ આમ તો Thar ના top variant LX નું જ એક facelifted version જેવુ છે જેમાં રણપ્રદેશ ની રેતી જેવો deserted color આપવામાં આવ્યો છે. અહી અંદર interior પણ આમ તો Thar ના top variant ની સાથે સમાનતા ધરાવતું જ મળે છે અને leather seats પણ મળી જાય છે. આ સાથે જ Thar ના standard versions પર પણ ₹1.06 લાખ સુધી નું discount મળી જાય છે.

Thar ના 4X2 versions માં પેટ્રોલ મોડેલ્સ પર આ સમયે ₹1.30 લાખ જેટલું discount મળી રહ્યું છે જ્યારે 4X2 ના ડીઝલ versions પર ₹56,000 discount મળી રહ્યું છે. જો તમે off roading ના ચાહક હો અને તેમાં પણ Thar ના, તો પછી આ વર્ષ ના અંત માં Thar ને તમારા ઘર માં કંકુ પગલાં કરાવવા માટે ની આ સુવર્ણ તક છે. અહી મળતું discount એ તમારા શહેર અને ડિલરશીપ પાસે પડેલા stock પર આધારિત છે.

Discount on Maruti Suzuki Nexa cars

Ignis

Ignis ના manual versions પર ₹68,000 જ્યારે automatic version પર ₹73,000 સુધી નું discount મળી રહ્યું છે. અહી આ discount માં બંને ગાડીઓ માં મળતા exchange bonus, cash discount, complimentary accessories અને radiance kit નો સમાવેશ થાય છે.

Baleno

Baleno પેટ્રોલ માં manual અને automatic તથા CNG માં પણ ₹80,000 સુધી નું discount મળી રહ્યું છે. જો કે અહી Baleno ના Regal edition ની જેમ accessories ના ₹60,000 છે અને તે સિવાય અહી કંપની ની પોલિસી અનુસાર exchange bonus/scrappage bonus અને cash discount નો સમાવેશ થાય છે.

Fronx

Fronx na turbo petrol variants પર ₹93,000 નું સારું એવું discount આપવામાં આવી રહ્યું છે પરંતુ અહી પણ Baleno ની જેમ જ Velocity kit ને accessory kit તરીકે આપવામાંઆવી રહી છે અને તે સિવાય ના discount માં exchange bonus/scrappage bonus અને cash discount નો સમાવેશ થાય છે. અહી naturally aspirated petrol engine ના variants માં ₹35,000 અને CNG variants માં ₹10,000 નું discount આપવામાં આવી રહ્યું છે. અહી naturally aspirated petrol engine અને CNG variants માં મળતું ઓછું discount એ Fronx ના સારા એવા sales figure ને આભારી છે.

Ciaz

Ciaz ના બધા જ variants પર ₹65,000 સુધી નું discount મળી રહ્યું છે જેમાં ₹30,000 cash discount અથવા ₹34,000 ની કિમત ની accessories મળી શકે છે. આ સિવાય ₹25,000 નું exchange bonus અથવા ₹30,000 નું scrappage bonus પણ અહી મળી શકે છે.

XL6

XL6 માં પેટ્રોલ માં આવતા variants માં ₹45,000 સુધી નું discount મળી રહ્યું છે જ્યારે CNG variants માં ₹40,000 સુધી નું discount મળી રહ્યું છે. અહી મળતા discount માં ₹30,000 cash discount, ₹25,000 scrappage bonus અથવા તો ₹20,000 exchange bonus શામેલ છે.

Grand Vitara

Grand Vitara ના પેટ્રોલ variant પર લગભગ ₹1.85 લાખ જેટલું discount મળી રહ્યું છે જેમાં ₹50,000 ની કિમત ની accessories છે અને કંપની ની જ finance scheme MSSF (Maruti Suzuki Smart Finance)દ્વારા ₹30,000 નું discount મળી જાય છે અને આ સિવાય અન્ય cash discount અને offers છે. આ જ રીતે hybrid variant મા ₹1.58 લાખ અને CNG variant માં ₹1.38 લાખ નું discount મળી જાય છે. સૌથી વધુ ફાયદો અહી alpha variant માં મળી જવાનો છે.

Invicto

Toyota Innova Hycross ની જ એક રીતે કહીએ તો જુડવા બહેન Invicto ના પણ alpha variant માં સૌથી વધુ ₹2.50 લાખ જેટલું discount મળી રહ્યું છે જેમાં ₹1 લાખ exchange bonus અને ₹1.5 લાખ MSSF અંતર્ગત discount મળી રહ્યું છે. Zeta variant માં અહી MSSF અંતર્ગત ફક્ત ₹50,000 નું discount મળી રહ્યું છે.

Jimny

Maruti Suzuki ની એક માત્ર 4X4 off roader Jimny પર કંપની અહી સારું એવું discount આપી રહી છે. આ ગાડી આમ તો ઘણી જ સક્ષમ છે પરંતુ market માં તે ધારેલા sales figure મેળવી શકી નહીં તેથી અહી પણ ગ્રાહકો ને સારી એવી value for money deal મળી રહી છે. Jimny ના Zeta variant પર ₹1.75 લાખ જેટલું માતબર discount મળી રહ્યું છે જેમાં ₹80,000 cash discount છે અને ₹95,000 નું discount એટલે કે ફાયદો MSSF ની અંતર્ગત મળી રહ્યો છે. Alpha variant કુલ ₹2.30 લાખ નું discount મળી રહ્યું છે જેમાં ₹80,000 તો cash discount જ છે પરંતુ અહી ₹1.5 લાખ નો ફાયદો MSSF અંતર્ગત મળી રહ્યો છે.

આ ગાડી નાના કદ અને સારી એવી engine ક્ષમતા ને લીધે શહેરી traffic માં પણ ઘણી જ સુમેળભરી રહે છે. ઘણા ડીલરો પાસે જો વધુ units પડેલા હોય તો તમને આનાથી પણ વધુ discount મળવાની સંભાવના છે. જો કે ઉપર ની બધી જ ગાડીઓ પર મળતા discount એ તમારા શહેર અને ડીલરશીપ ને આધીન છે.

Also read : Grab a chance to buy a car before 2024 ends – price hike is on the way in 2025

Also read : Right time to buy a car in 2024 – TATA, Hyudai, Toyota and other brands giving good deals

Also read : Honda and VW giving massive discounts on MY 23-24 models amid their new launches

2 thoughts on “Hefty Discounts on Nexa cars and Mahindra Thar Earth edition in last month of 2024”

Leave a Comment

Exit mobile version