નમસ્કાર મારા વ્હાલા વાંચકો અને વાહનો ના ચાહકો !!!!!
તમામ પ્રકાર ના ઓટોમોબાઈલ ને લગતા સમાચારો અને અન્ય માહિતી રજૂ કરતી તમારી gujaratigarage.com વેબસાઈટ મા તમારું સ્વાગત છે. આ વેબસાઈટ શરૂ કરવાનું મુખ્ય સાધ્ય એ છે કે ઓટોમોબાઈલ ને લગતી માહિતી તો ઉપલબ્ધ હોય છે પણ તે અમુક વાર અધૂરી હોય છે અથવા પૂરી હોય તો તે ફક્કડ અંગ્રેજી મા હોય. હવે આપણે રહ્યા ગરબા ને ગાંઠિયા જલેબી ના ચાહક,આપણે પછી બોવ મોજ આવે નહી ફક્કડ અંગ્રેજી ની.
આપણા રસ નો તો વિષય આ બાળપણ થી જ હતો ને પછી આવી એક પણ વેબસાઈટ ન હતી કે જે ઓટોમોબાઈલ ને લગતી તમામ માહિતી ગુજરાતી મા પૂરી પાડતી હોય અને ઓટોમોબાઈલ વિષય ને જ સમર્પિત હોય,માટે તમારા બધા ના આશીર્વાદ ની આશા સાથે આપણે જંપલાવી દીધું. હવે આપણી આ વેબસાઈટ ને આગળ વધારવામાં તમારા સૌના સલાહ અને સૂચનો ની જરૂર પડશે તથા કોઈ પણ ટોપિક ઉપર આર્ટીકલ બનાવવું કે કોઈ આર્ટીકલ મા કઈ સુધારા કરવાના હોય કે પછી વેબસાઈટ મા કઈ સુધારા કરવાના હોય તો તમારે બિન્દાસ કમેંટ સેક્શન મા લખવા અથવા તો અમને gujaratigarage@gmail.com પર મેઈલ કરી આપવા વિનંતી. જો તમને લાગે કે કોઈ પણ ટોપિક પર આર્ટિક્લ લખાવો જોઈએ અને આપની આ વેબસાઇટ પર તે આર્ટિક્લ ના હોય તો પણ તમે mail કરી શક્કો છો.
અહી જે પણ માહિતી પીરસવામાં આવે છે તે અલગ અલગ વેબસાઇટ માંથી અથવા તો કોઈ પણ કંપની ના ઓફિશિયલ હેન્ડલસ પર થી મેળવવામાં આવે છે અને બધી જ પ્રકાર ના સ્ત્રોતો માંથી માહિતી એકઠી કરી ને તેનો અર્ક કાઢી ને એક આર્ટીકલ બનાવવામાં આવે છે અને પછી તમને અમૃત પાન કરાવવામાં આવે છે ,છતાં પણ કોઈ પણ ભૂલ ચૂક હોય તો ઘર ની જ વેબસાઈટ ગણી ને gujaratigarage@gmail.com પર જાણ કરવા વિનંતી.
આપ સૌ ના સાથ , સહકાર , તથા સલાહ ની આશા સાથે ,
જય હિન્દ.