શું છે Battery as a service(BaaS) program ?: સંપૂર્ણ માહિતી જાણો એક જ આર્ટીકલ માં

વિશાળ ભારતીય વ્યાપારિક જુથ JSW group અને ચાઈનીઝ કંપની SAIC motor વચ્ચે 2019 માં થયેલા Joint venture થી JSW MG Motor India નામ ની કંપની અસ્તિત્વ મા આવી. આ કંપની એ MG motors ના નામ હેઠળ ભારત માં Hector, Astor, Gloster જેવી ગાડીઓ launch કરી અને પછી EV segment માં પણ ZS EV અને Comet EV જેવી ગાડીઓ માર્કેટ માં ઉતારી,અને આ જ સેગમેન્ટ માં વધુ એક નવી premium CUV(Crossover Utility Vehicle) તરીકે MG Windsor EV ને launch કરી દીધી છે.

હવે વાત જાણે એમ છે કે આ નવી જ launch થયેલી Windsor EV સાથે સાથે કંપની એ તેમના દ્વારા કહેવાતી એક અનોખી સુવિધા પણ launch કરી છે, જેનું નામ છે Battery as a service (BaaS) program. ઉપરછલ્લું કહીએ તો આ સુવિધા ની અંતર્ગત જ્યારે ગ્રાહક દ્વારા ગાડી ખરીદવામાં આવે છે ત્યારે ગ્રાહક એ ફક્ત ગાડી ની જ કિમત કે જે Windsor EV માટે ₹9.99 લાખ (ex showroom) થી શરૂ થાય છે , તે જ ચૂકવવાની રહે છે અને ગાડી માં આવતી મુખ્ય બેટરી અલગ અલગ finance કંપનીઓ દ્વારા ગ્રાહક ને ભાડે આપવામાં આવે છે અને ગાડી ના વપરાશ અનુસાર ગ્રાહક પાસે થી ભાડું વસૂલવામાં આવે છે.

તો આ સમય સુધી માં જે જે માહિતી ઉપલબ્ધ છે તેને આપણે થોડું વિસ્તાર થી સમજીએ. આ સુવિધા કંપની એ પોતાની બીજી બંને ev cars Comet EV અને ZS EV પણ શરૂ કરી દીધેલી છે જેમા Baas program અંતર્ગત Comet EV માટે ₹2.5/km પ્રમાણે અને ZS EV માટે ₹ 4.5/km ચુકવવાના રહેશે. પરંતુ અહી આપણે Windsor EV ને જ અનુલક્ષી ને વાત કરીશું.

1. What is actually a Battery as a service(BaaS) program !!!

આ સુવિધા ની અંદર ગાડી બુક કરવા સમયે તમને 2 વિકલ્પ આપવામાં આવે છે. 1) તમે મુખ્ય બેટરી ને આ સુવિધા ની અંતર્ગત ભાડે લેવા માંગો છો. 2) તમે ગાડી ની કિમત સાથે તેની મુખ્ય બેટરી ની પણ સંપૂર્ણ કિમત ચૂકવી ને ગાડી તથા બેટરી,બન્ને ખરીદી લેવા માંગો છો. અહી કંપની સાથે collaboration કરેલા 4 financer છે કે જેના દ્વારા તમે આ સુવિધા અંતર્ગત બેટરી ભાડે મેળવી શકો છો. અહી 4 મુખ્ય financer નીચે પ્રમાણે છે.

  1. Bajaj finance
  2. Hero fincorp
  3. Ecofy and Autovert
  4. Vidyut tech

અહી એ બાબત નોંધનીય છે કે માની લો કે તમે તમારી ગાડી loan પર લેવા માંગો છો અને બેટરી પણ BaaS સુવિધા અંતર્ગત લેવા માંગો છો તો તમારે આ 4 financer માંથી કોઈ એક પાસે થી જ આ બંને વસ્તુઓ એટલે કે car loan અને BaaS સુવિધા અંતર્ગત બેટરી ભાડે લેવી પડશે. અહી ધારો કે તમારે ગાડી ની loan, Bajaj finance મા કરાવી છે અને BaaS સુવિધા Hero fincorp પાસે થી લેવી છે તો તે શક્ય નહીં બને. બીજા કિસ્સા માં માંની લો કે તમારે BaaS સુવિધા Hero fincorp પાસે થી લેવી છે અને ગાડી ની loan આ 4 સિવાય ના કોઈ અન્ય જ financer પાસે થી લેવી છે તો તે પણ શક્ય નહીં બને.

ટુંક મા ગાડી ખરીદતી વખતે અથવા બૂકિંગ કરાવતી વખતે તમારે આપેલ વિકલ્પો માથી કોઈ પણ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જો તમે ઈચ્છો તો ગાડી તથા બેટરી બંને ની પૂરી કિમત આપી ને બંને સાથે ખરીદી શકો છો,ફક્ત ગાડી ની કિમત ચૂકવીને, બેટરી BaaS સુવિધા અંતર્ગત ભાડે મેળવી શકો છો, ગાડી ની loan કરાવીને અને બેટરી BaaS સુવિધા અંતર્ગત ભાડે પણ મેળવી શકો છો.

2. What is the charges of BaaS program ?

આ સુવિધા મા અલગ અલગ 4 financers દ્વારા અલગ અલગ બેટરી ની ભાડા ની કિમત ના 3 વર્ષ અને 5 વર્ષ ના માળખા આપવામાં આવ્યા છે જે નીચે પ્રમાણે છે.

  • Bajaj finance : આ કંપની અંતર્ગત ગ્રાહક એ બેટરી ના ભાડા પેટે એક મહિના ના ₹3.5/km પ્રમાણે ઓછા માં ઓછા 1500 km ના charges એટલે કે 3.5 x 1500= ₹ 5250/- ચુકવવાના રહેશે. અહી જો તમે એક મહિના મા 1500 km કરતાં વધારે ગાડી ચલાવો છો તો કોઈ પણ extra charges ચુકવવાના રહેશે નહીં.
  • Hero fincorp : આ કંપની અંતર્ગત પણ ગ્રાહક એ બેટરી ના ભાડા પેટે એક મહિના ના ₹3.5/km પ્રમાણે ઓછા માં ઓછા 1500 km ના charges એટલે કે 3.5 x 1500= ₹ 5250/- ચુકવવાના રહેશે. અહી જો તમે એક મહિના મા 1500 km કરતાં વધુ ગાડી ચલાવો છો તો તેની કિમત તમારે ચૂકવવાની રહે છે.
  • Ecofy and Autovert : કોઈ પણ કારણોસર જો તમારો credit score અથવા CBIL score ઓછો હોય તો તમે આ કંપની ની સેવાઓ લઈ શકો છો. અહી ગ્રાહક એ બેટરી ના ભાડા પેટે એક મહિના ના ₹5.8/km પ્રમાણે ઓછા માં ઓછા 1500 km ના charges એટલે કે 5.8 x 1500= ₹ 8700/- ચુકવવાના રહેશે. અહી જો તમે એક મહિના માં 1500 km કરતાં વધુ ગાડી ચલાવો છો તો તેની કિમત તમારે ચૂકવવાની રહે છે.
  • Vidyut tech : આ કંપની ની સુવિધા નો સૌથી મોટો ફાયદો છે કે તમારે એક મહિના ના તમારા વપરાશ અનુસાર ₹3.5/km પ્રમાણે કિમત ચૂકવવાની રહે છે. અહી ઓછા માં ઓછા km કે વધુ km ચાલી જાય તો પણ ગ્રાહક કોઈ જ પ્રકાર ના બંધન માં રહેશે નહીં. જો કે અહી એક સંભાવના એ પણ છે કે કંપની કોઈ deposit લઈ શકે છે અથવા તો પ્લાન ના duration 3 વર્ષ કે 5 વર્ષ અનુસાર કોઈ fixed amount લઈ શકે છે.

Also read : New TATA Nexon EV with 45 kWh battery 

3. How MG will track driven km, and charging cost is included or excluded ?

અહી ચાલેલા km ની ગણતરી ગાડી ના trip meters માં થવાની જ છે પરંતુ આ સિવાય પણ MG દ્વારા ગાડી માં જ બેસાડાયેલા telematics devices ની મદદ થી સચોટ ચાલેલા km ની માહિતી મેળવી શકશે.

અહી charging cost ગ્રાહક એ પોતે ભોગવવાની રહે છે,જે એક અંદાજ મુજબ ₹1/km પડી શકે છે. એટલે કે ઉદાહરણ તરીકે BaaS અંતર્ગત કોઈ ગાડી ની ભાડા પેટે કિમત ₹3.5/km પડતી હોય તો તેમા charging cost ઉમેરતા ગાડી ની final running cost આપણને આખરે ₹4.5/km પડી કહેવાય. જો કે અહી એક વાત એ પણ છે કે જો BaaS અંતર્ગત first owner ને public charging stations પર 1 વર્ષ ની ફ્રી ચાર્જિંગ ની સુવિધા MG ની જ મોબાઈલ એપ eHUB by MG દ્વારા આપવામાં આવી રહી છે.

4. Warranties and other maintenance benefits with BaaS.

અહી જેમ ઉપર જણાવ્યું તેમ first owner ને 1 વર્ષ માટે public charging station પર free charging ની સુવિધા પણ મળે છે. આ ઉપરાંત MG કંપની નો જે AMC પ્લાન આવે છે એટલે કે 3 વર્ષ માટે અથવા તો 5 વર્ષ માટે આ ગાડી ના maintenance & service નો પ્લાન લેવામાં આવે તો બેટરી પર lifetime warranty with unlimited km આપવામાં આવે છે.

MG દ્વારા અહી 3-60% સુધી ની ગાડી ની buyback સુવિધા પણ આપવામાં આવે છે જેમાં જો તમારી ગાડી 3 વર્ષ પહેલા અથવા તો 45000 km પહેલા તમે વહેંચી નાખવા માંગતા હૉ તો કંપની 60% સુધી ની કિમત તમને ચૂકવી ને ગાડી તમારી પાસે થી ખરીદી લે છે. પણ અહી આખરી ની ટકાવારી કંપની પોતે જ તમારી ગાડી ની condition ને પોતાના terms એંડ condition પર થી નક્કી કરશે કે કેટલા % કિમત ગ્રાહક ને પાછી આપવી.

જો તમે ઈચ્છો તો BaaS સુવિધા માંથી ગમ્મે ત્યારે exit લઈ  શકો છો . અલબત તમારે બેટરી ની પૂરી કિમત અને બીજું કઈ outstanding બાકી રહેતું હોય તે ભરવું પડે છે.

જો તમે કંપની સિવાય આ ગાડી કોઈ અન્ય વ્યક્તિ ને વહેચવા માંગો છો તો પણ તમારે બેટરી ની પૂરી કિમત અને બીજું કઈ outstanding બાકી રહેતું હોય તે ભરી ને અન્ય વ્યક્તિ ને વહેચી શકો છો અને તે વ્યક્તિ ને પણ ગાડી ની registration date થી 8 વર્ષ અથવા 1,60,000 km સુધી ની બેટરી ની warranty મળે છે.

5. Some confusions and cons of BaaS as per our view.

અહી ગ્રાહકો ને BaaS program ની સતહે ગાડી પર જે લોન આપવામાં આવે છે તે સંપૂર્ણ રીતે ગ્રાહક ના credit score પર આધારિત હોય છે. હવે અહી Bajaj finance દ્વારા 9% વ્યાજદર અને Hero fincorp દ્વારા 9.99% વ્યાજદર થી શરૂઆત થશે તેવી પ્રારંભિક માહિતી આપવામાં આવી છે. હવે ગ્રાહકને અહી જે પણ financer નક્કી કરે તે જ વ્યાજદર થી loan લેવાની રહેશે.

અહી આપણી વ્યાપારી બુધ્ધિ થી જોવા જઈએ તો MG આપણને અલગ અલગ financer દ્વારા બેટરી ભાડે નહીં પરંતુ installment પર બેટરી વેચાણ થી આપતી હોય તેવું લાગી રહ્યું છે અને તે પણ તેમની તરફ થી નક્કી કરેલ વ્યાજદરો પર.

અમુક પરિસ્થિતિઓ માં માની લો કે અચાનક તમારે કોઈ લાંબી મુસાફરી પર જવાનું થયું પરંતુ તમારે financer પાસે થી કોઈ ઓછા km નો પ્લાન લીધેલો છે તો તમારે આવી પરિસ્થિતિ માં વધુ ચાલેલા km અનુસાર extra charges ચુકવવાના રહેશે.

અહી કંપની દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે મહિના અંત માં ગાડી ના ચાલેલા km નું જે ₹3.5/km પ્રમાણે કુલ બિલ ચૂકવવાનું રહેશે તેમ કુલ રકમ પર કોઈ GST લાગશે કે કેમ. જો કે ઇલેકટ્રીક ગાડીઓ પર ભારત ની કેન્દ્ર સરકાર દ્વારા અને ઘણી ખરી રાજ્ય સરકાર દ્વારા free registration & RTO charges છે.

અહી ગાડી ખરીદતી વખતે ગાડી તથા બેટરી ની કુલ કિમત પર કોઈ પણ ટેક્સ અને ઇન્સ્યોરન્સ ની ટકાવારી લાગે છે. હવે જો કંપની ખરેખર ગ્રાહક ને બેટરી ભાડે જ આપી રહી છે અને બેટરી એ ગ્રાહક ની માલિકી ની નથી થતી તો પછી ગ્રાહક એ તેના પર નો કોઈ પણ જાત નો ટેક્સ અથવા તો ઇન્સ્યોરન્સ ની રકમ કઈ રીતે આપવાની રહે છે ?

અમુક સંજોગો માં કોઈ ગ્રાહક જ્યારે પોતાની ગાડી 3 વર્ષ કે 5 વર્ષ પહેલા વહેચવા જાય છે ત્યારે તેના પાસે થી જ ભાડે આપેલી બેટરી ની પૂરેપૂરી કિમત સહાય માટે વસૂલવામાં આવે છે ? આની જગ્યા એ કંપની બાકી રહેલી બેટરી ની કિમત ગાડી ના નવા માલિક પાસે થી પણ વસૂલી શકે છે અને તેને પણ આ બેટરી પર lifetime warranty આપી શકે છે. અને જો ખરેખર કંપની ને પોતાની ગાડી એટલી જ value for money લાગી રહી હોય તો તે ફક્ત 60% સુધી ની જ buyback કિમત શા માટે આપી રહી છે ? જેમાં પણ કંપની 60% ની અંદર કોઈ પણ ટકાવારી પોતાની રીતે નક્કી કરી શકે છે.

જો ખરેખર કંપની ની ગણતરી બેટરી ગ્રાહક ને ભાડે જ અપાવાની હોય તો પછી ગ્રાહક દ્વારા કોઈ અન્ય ને ગાડી વેચતી વખતે અથવા તો buyback કરતી વખતે અથવા તો BaaS program બંધ કરતી વખતે first owner ગ્રાહક પાસે થી બેટરી ની પૂરેપૂરી કિમત શા માટે વસૂલવામાં આવી રહી છે ?

જો કોઈ ગ્રાહક 5 વર્ષ કરતાં વધુ ગાડી રાખે છે અને ગ્રાહક એ બેટરી ની કુલ કિમત જેટલી running cost કંપની ને બિલ પેટે આપી દીધી છે, અને હજુ 5 વર્ષ પછી પણ BaaS program ને ફરી પાછું renew કરાવીને ગાડી ચલાવા માંગે છે તો પછી બેટરી ની માલિકી સંપૂર્ણ ગ્રાહક ની થઈ જાય છે કે હજુ પણ ગ્રાહક એ ₹3.5/km પ્રમાણે ભાડું ચૂકવવાનું રહે છે તેની કોઈ નક્કર સ્પષ્ટતા હજુ અમારી નજર મા આવી નથી.

અને આ ઉપરાંત પણ કોઈ ગ્રાહક એ કેટલા વર્ષો સુધી અથવા તો કેટલા km ગાડી ચલાવી પડે અને ₹3.5/km પ્રમાણે ભાડું ચૂકવવું પડે કે તેના પછી ગ્રાહક પોતે સંપૂર્ણ રીતે બેટરી નો માલિક બની શકે ? તે નક્કર સ્પષ્ટતા પણ હજુ કરવામાં આવી નથી.

જો તમારો આ ગાડી ને 5 વર્ષ કરતાં વધુ અને લાંબા સમય માટે રાખવાનો પ્લાન હોય તો આ program તમારા માટે કદાચ અનુકૂળ સાબિત થઈ શકે છે. બાકી જો તમારે 2 કે 3 વર્ષ મા જ ગાડી ચલાવીને વહેચી નાખવી હોય તો એક તો second hand ev car ના ખરીદદારો એટલી સહેલાઈ થી મળતા નથી અને જો મળી પણ જાય તો અહી તમારે પહેલા તો બેટરી ની કિમત પૂરેપૂરી કંપની ને ચૂકવવી પડે છે . માટે આ સમય હજી થોડી રાહ જોવાનો લાગી રહ્યો છે કે કંપની સંપૂર્ણ રીતે તેનું વલણ સ્પષ્ટ કરે.

 

6. Conclusion as per our opinion for now.

આખરી નિર્ણય ની શરૂઆત જ આપણે ત્યાંથી કરીશું કે આ સમયે અમારી દ્રષ્ટિ એ BaaS program એ સીધો કાન પકડો કે ડોક પાછળ થી હાથ લઈ જઈ ને કાન પકડો,બંને એક જ છે અથવા તો કંપની ઑ ગ્રાહક ની કોણી એ ગોળ લગાવી રહી છે. ટુંક મા કહીએ આ સમયએ ઉપલબ્ધ માહિતી અનુસાર BaaS program એ ગ્રાહક ને બેટરી ભાડે આપી ને પૈસા વસૂલવા કરતાં ગ્રાહક ને હપ્તે હપ્તે વ્યાજદરો સાથે બેટરી વહેચવાની સુવિધા વધુ લાગી રહી છે.

MG કંપની એ નવી ગાડી Windsor EV નવા આધુનિક features થી સભર બનાવી છે પરંતુ આ ગાડી ને કિમત હાલ પૂરતી તો with the battery cost એટલે કે ગાડી + બેટરી ની કુલ કીમત સાથે જ જોવાની રહે છે અને તે પછી નક્કી કરવાનું રહે છે કે આ ગાડી અને તેના સિવાય ભારતીય બજારો માં ઉપલબ્ધ બીજી અન્ય EV cars માંથી કઈ ગાડી પસંદ કરવી.

જો કે હાલ માં કંપની દ્વારા BaaS program ના સંદર્ભ માં કઈક ને કઈક સ્પષ્ટીકરણ આવતું રહે છે અને વધુ માહિતી માટે તમે MG  ની નજીક ની dealership નો પણ સંપર્ક કરી શકો છો .

 

Also read : Tata curvv 2024

Also read : Bumper festive discount on cars 2024

 

2 thoughts on “શું છે Battery as a service(BaaS) program ?: સંપૂર્ણ માહિતી જાણો એક જ આર્ટીકલ માં”

Leave a Comment

Exit mobile version