Volkswagen Tera – a Kylaq based compact SUV heading towards to Indian launch in 2025

6 નવેમ્બર ના રોજ ₹7.89 લાખ ની આકર્ષક કિમત સાથે launch થયેલી Skoda Kylaq ના launching સાથે એ પણ સુનિશ્ચિત થઈ ગયું હતું કે Volkswagen ની પણ Kylaq પર આધારિત જ sub 4 meter compact SUV આવશે પરંતુ તેના નામ વિષે કોઈ અંદાજ નહતો.Volkswagen ની આ ગાડી હવે Volkswagen Tera ના નામે બ્રાઝિલ અને દક્ષિણ અમેરિકા માં launch થવા જઈ રહી છે. અમેરિકન વેબસાઇટ ના એક અહેવાલ અનુસાર 2025 થી Volkswagen Tera નું આ બંને પ્રદેશો માં વહેચાણ શરૂ થવા જઈ રહ્યું છે. આ સાથે જ ભારત માં પણ શું આ જ નામ થી ગાડી launch કરવામાં આવશે કે કેમ તે વિષે અટકળો તેજ થઈ ગઈ છે.

અહી Argentina ના અમુક ધૂળિયા અને ખરબચડા રસ્તાઑ પર Volkswagen Tera નું camouflaged test mule જોવા મળ્યું હતું અને હવે કંપની એ પણ અહી સતવાર નામ સાથે launching ની જાહેરાતો કરી દીધી છે. ભારત માં sub 4 meter ગાડી સાથે Volkswagen નો અનુભવ બહુ સારો રહ્યો નથી. અહી Volkswagen Ameo કે જે એક compact sedan છે તેં કંપની માટે પૂરતા sales figures મેળવવામાં અસફળ રહી હતી. Ameo ની ગુણવતા માં કોઈ જ ખરાબી નથી પરંતુ sub 4 meter compact sedan ના segment માં અહી ઘણા ખરા સારા એવા વિકલ્પો ઉપલબ્ધ છે હતા જે કિમત માં પણ Ameo કરતાં નીચે હતા. આ જ કારણોસર કંપની હવે આ દિશા માં ફૂંકી ફૂંકી ને પગલાં ભરવા માંગે છે.

Company’s benefits in launching

આમ તો Volkswagen 2028 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો માં ધ્યાન કેન્દ્રિત કરવાની હતી પરંતુ sub 4 meter compact SUV નું ક્ષેત્ર એવું છે કે જેમાં હજી વધુ તકો અને વિકલ્પો બજાર માં મૂકી શકાય તેવી સંભાવનાઓ પણ છે. ભારત માં ઇલેક્ટ્રિક વાહનો ના ઘટતા જતાં sales figure એ કંપની ને દર્શાવ્યું કે હજુ પણ ICE engines માં જ કામ કરવામા ભલાઈ છે. વળી અહી બંને કંપની ઑ એક જ ગ્રુપ ની માલિકી ની હોવાથી Tera માટે Volkswagen એ Research & development માં પણ કોઈ જ સમય અને પૈસા નો ઉપયોગ કરવાની જરૂર નથી.

Platform & engine

Volkswagen Tera એ Skoda Kylaq ના જ platform MQB A0 IN પર બનવા જઈ રહી છે કે જે global NCAP મા 5 star મેળવી ચૂક્યું છે તથા અહી એંજિન પણ Kyalq માં આવે છે તે જ 1.0 L TSI three-cylinder direct-injection turbo petrol engine જોવા મળવાનું છે જે 115 bhp પાવર અને 178 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે અને અહી 2 gear options મળશે. 1) 6-speed manual 2) 6-speed torque converter automatic. હવે ખાલી કંપની એ અહી પોતાની brand ની design language પ્રમાણે ગાડી ના exterior અને interior માં ફેરફાર કરવાના રહે છે અને Volkswagen જેવી સફળ જર્મન કંપની માટે આ કોઈ મોટી વાત નથી. અહી ભવિષ્ય મા 1.5 GT line engine પણ આવી શકે.

અહી Skoda-Volkswagen collaborations ને લીધે જે રીતે Kushaq /Taigun, Slavia/Virtus અને Tiguan/ Kodiaq ગાડીઓ ભારતીય બજારો માં વહેચાય છે તે જ રીતે છે અહી Kylaq અને Tera નું પણ combination આપણને મળી જવાનું છે.

Exterior & interior design

Volkswagen Tera ના camouflaged test mule પર થી તેની design વિષે તો સ્પષ્ટતા ના આવે પરંતુ અહી નવા જ design કરેલા LED Headlamps તથા integrated LED DRLs નજરે પડી રહ્યા છે. જો કે અહી આગળ ના ભાગ માં interconnecting LED strip જોવા મળી રહી નથી. બાજુ થી જોતાં અહી ઘણી જ sleek lines જોવા મળી રહી છે જે આપણને Volkswagen ની design language પ્રમાણે જ બધી જ ગાડી ઑ માં જોવા મળે છે. જો કે અહી side profile માં Taigun ની છબી વધુ ઉપસી આવે છે.

પાછળ ના tailgate ની design પણ અહી આપણને નવી જ મળે છે અને તેની સાથે બહુ મોટા નહીં પણ newly અને specially designed LED taillamps મળી જવાના છે. આ સાથે જ variants અનુસાર 16 અને 17 inch ના નવા જ designed diamond cut alloy wheels પણ મળી જવાના છે.

Standard features

Skoda Kylaq ની જેમ જ અહી પણ ABS, ESC, ISOFIX child seat mounts તથા 6 airbags મળવાની સંભાવના છે.આમ પણ safety ની દ્રષ્ટિ એ Skoda અને Volkswagen તેની બધી જ ગાડીઓ મા સારી ratings મેળવતા આવ્યા છે. આ સિવાય interiors મા 10-inch Touchscreen Infotainment System, 8-inch Digital Driver’s Display, Wireless Phone Charger, Single-Pane Sunroof, Automatic Climate Control, Powered Front Seats with Ventilation, rear parking camera તથા sunroof મળવાની સંભાવના છે.

Rivals

પ્રતિસ્પર્ધીઓ માં Maruti Brezza, Tata Nexon, Kia Sonet, Hyundai Venue અને Mahindra XUV3XO નો સમાવેશ થાય છે. આ સિવાય તેની બહેન Skoda Kylaq પણ સારી એવી ટક્કર આપવાની છે. Skoda Kylaq ની કિમત ₹7.90 લાખ થી શરૂ થાય છે અને એકસમાન જ લાક્ષણિકતાઓ હોવાને લીધે અહી Volkswagen Tera ની કિમત પણ ₹8 લાખ ની આસપાસ જ શરૂ થવાની સંભાવના છે.

Also read : Skoda Kylaq vs Skoda Kushaq – which one to choose now

Also read : Skoda Kylaq variant wise price list 

3 thoughts on “Volkswagen Tera – a Kylaq based compact SUV heading towards to Indian launch in 2025”

Leave a Comment

Exit mobile version