હાલ મા ભારત મા જોવા જઈએ તો Volkswagen ના મુખ્ય મોડેલ્સ મા Virtus અને Taigun જ છે. માટે જ કંપની આ વર્ષ ના અંત મા અને આવતા વર્ષ મા પોતાની lineup મા વધારો કરવા કેટલાક નવા મોડેલ્સ અને અમુક હાલ ના મોડેલ્સ ના facelift versions launch કરવા જઈ રહી છે. આમ તો Volkswagen 2028 સુધી ICE એંજિન માંથી સંપૂર્ણપણે EV મા ધ્યાન કેન્દ્રિત કરવાની હતી પરંતુ કંપની ને સમજાઈ ગયું છે કે હજી ભારત મા EV તરફ રૂપાંતરણ ખૂબ જ ધીમું છે અને compact suvs અને sedans જેવા segment મા કમાણી ની ઘણી તકો બાકી છે.
જો કે અહી Volkswagen ની એક પણ EV કાર હાલ મા ભારત ના બજાર મા નથી એટલે કંપની તેમા પણ એક મોડેલ launch કરે તેવી પૂરતી સંભાવના છે. તો ચાલો આપણે આગળ જોઈએ આવનારી ગાડીઓ વિષે ની થોડીઘણી માહિતી.
Virtus facelift
3 વર્ષ પહેલા launch થયેલી અને sedan segment મા તેના પ્રતિસ્પર્ધીઑ ને લોઢા ના ચણા ચવડાવતી ગાડી એટલે કે Volkswagen Virtus. આ ગાડી ને પણ હવે આવનાર સમય મા નવા રંગરૂપ મળે તેવી પૂરી સંભાવનાઑ છે. અહી આગળ ના bumper અને પાછળ ના tailgate મા મુખ્ય ફેરફારો જોવા મળી શકે છે. આ સાથે નવી headlights, DRLs with integrated indicators અને taillights તો ખરા જ.
interiors ની વાત કરીએ તો અહી international models ને અનુરૂપ designs, sunroof, level 2 ADAS, 360° camera વગેરે પણ ઉમેરાઈ શકે છે. International models મા તો hybrid ટેક્નોલોજી પણ આવી રહી છે પરંતુ ભારત મા અત્યારે ફક્ત પેટ્રોલ એંજિન મા જ આ ગાડી આવવાની સંભાવના છે. એંજિન ની વાત કરીએ તો આ સમયએ આવતા 1.0 ltr turbo petrol અને 1.5 ltr turbo petrol એંજિન જ ફરી આવશે જે manual અને automatic એ બંને મા ઉપલબ્ધ રહેશે.
Taigun facelift
2022 મા એટલે કે Virtus ના 1 વર્ષ પછી જ launch થયેલી Taigun એ 5 seater ના premium comapact suv segment મા લોકો ની સારી એવી પસંદગી મેળવી છે. આમ પણ આ સેગમેન્ટ મા બીજા ઘણા જ વિકલ્પો હોવા છતાં પણ Volkswagen ના ચાહકો એ આ ગાડી પર પણ પસંદગી નો કળશ ઢોળ્યો છે.
અહી પણ Virtus ની જેમ જ આગળ ના bumper અને પાછળ ના tailgate મા મુખ્ય ફેરફારો જોવા મળી શકે છે. આ સાથે headlights, DRLs with integrated indicators અને taillights પણ નવા જ રૂપ મા જોવા મળી શકે છે. Interiors મા અહી આપણને panoramic sunroof, level 2 ADAS, 360° camera, updated infotainment display વગેરે જોવા મળી શકે છે. એંજિન વિકલ્પો મા આ સમયએ આવતા 1.0 ltr turbo petrol અને 1.5 ltr turbo petrol એંજિન જ ફરી આવશે જે manual અને automatic એ બંને મા ઉપલબ્ધ રહેશે.
Tayron 5 seater
Volkswagen ના તદ્દન નવા જ launch થવા વાળ મોડેલ્સ માંથી એક એટલે કે Tayron, કે જે હાલ ની Tiguan 5 seater ને replace કરશે. Tiguan આ સમયએ ભારત મા તદ્દન ઓછા sales નો સામનો કરી રહી છે. Tayron એક તદ્દન નવા જ અને premium looks તથા features ના એક powerpack સાથે premium suv segement મા એક ખળભળાટ મચાવી દેશે, કારણ કે આ ગાડી ઘણા નવા futuristic features અને design થી સજ્જ હશે.
Tayron 5 seater મા 2.0-liter petrol and a turbocharged petrol એંજિન આવશે. International market મા આ ગાડી નું diesel અને hybrid એંજિન પણ ઉપલબ્ધ છે પરંતુ ભારત મા ફક્ત mild hybrid પેટ્રોલ એંજિન જ launch થવાની સંભાવના છે. Volkswagen આ ગાડી નું ભારત મા જ ઉત્પાદન કરવાને બદલે Completely Knocked Down (CKD) એટલે કે છૂટા છૂટા parts મા અહી લઈ આવી ને અહી assemble કરે તેવી સંભાવના છે.
Tayron 7 seater
Tayron 5 seater ની સાથે સાથે કંપની પોતાના 7 seater segment મા પણ પ્રાણ ફૂંકવા માટે Tayron 7 seater launch કરવાની છે જે MQB EVO પ્લેટફોર્મ પર બનેલી છે. Tayron 7 seater હાલ ભારત મા નબળા sales નો સામનો કરી રહી Tiguan all space ને replace કરશે. અહી પણ આપણે full panoramic sunroof, level 2 ADAS, 360° camera જેવા features તો મળી જ જવાના છે, સાથે સાથે અહી 2.0-liter petrol and a turbocharged mild hybrid એંજિન મળી જવાનું છે.
આ ગાડી મા 4X4 અથવા AWD મળે તેવી સંભાવના છે માટે આ ગાડી Toyota Fortuner, MG Gloster, Mahindra Scorpio N, Mahindra Thar ROXX અને જો ભારત મા launch થાય તો new generation Ford Endeavour ને તગડી ટક્કર આપશે. આ ગાડી પણ Tayron 5 seater Tayron ની જેમ જ Completely Knocked Down (CKD) એટલે કે છૂટા છૂટા parts મા અહી લઈ આવી ને અહી assemble કરવામા આવશે.
Skoda Kylaq based subcompact/sub 4 meter SUV Tera
આપણે જાણીએ જ છીએ તેમ Volkswagen ની જ એક શાખા Skoda એ પોતાની એક sub 4 meter suv ને launch કરવાની જાહેરાત કરી દીધી છે. માટે તેણે પગલે Volkswagen પણ આ જ segment મા પોતાની આ પ્રકાર ની જ એક ગાડી લોંચ કરે તેવી સંભાવના છે. આપણે પહેલા જોયું તેમ, કંપની ને પણ હવે સમજાઈ ગયું છે કે હજી ICE engines એટલે કે બળતણ થી ચાલતા એંજિન ની ગાડીઓ launch કરવામા હજી પણ ઘણું જ potential રહેલું છે.
આ ગાડી ની સંપૂર્ણ લાક્ષણિકતાઓ Skoda Kylaq ને સમાન જ હશે. અહી પણ આપણને 1.0 liter turbocharged petrol engine ની સાથે સાથે 1.5 liter turbocharged petrol engine મળવાની સંભાવના છે. આ ગાડી TATA Nexon, Hyundai Venue, Kia Sonet વગેરે જેવી ગાડીઓ ને સ્પર્ધા આપશે. ખૂબ જ સ્પર્ધાત્મક segment મા આ ગાડી launch થવાની હોવાથી તેની કિમત પણ ઘણી જ આકર્ષક એટલે કે ₹8.5 લાખ થી શરૂ થાય તેવી સંભાવના છે.
ID 4 EV
કંપની ના ભારત મા EV મોડેલ launch કરવાના લક્ષ્ય તથા EV તરફ પણ globally કામ કરવાના હેતુ ને સાધવા માટે તેની એક સફળ International EV મોડેલ ID4 નું launching પણ ભારત મા કરે તેવી પૂરતી સંભાવના ઑ છે. આ ગાડી Volkswagen દ્વારા EV માટે જ વિકસિત કરાયેલા MEB પ્લેટફોર્મ પર બનશે અને ભારત મા આ ગાડી Completely Build Unit (CBU) એટલે કે તૈયાર ગાડી જ export કરી ને અહી લઈ આવી ને અહી વહેચવામાં આવે તેવી સંભાવનાઑ છે.
આ ગાડી ના international market મા 52 kWh થી લઈ ને 82 kWh સુધીની બેટરી સાથે ના મોડેલ્સ ઉપલબ્ધ છે. હવે કંપની ભારત ની પરિસ્થિતિઓ પ્રમાણે તથા ગ્રાહકો ને આકર્ષે તેવી કિમત મા કઈ બેટરી થી સજ્જ મોડેલ લઈ આવે છે તે તો આપણને આવતા વર્ષ મા જ ખબર પડશે.
(આપેલ બધા ચિત્રો ફક્ત આપણા reference માટે જ વપરાયેલ છે.)
Also read : New gen Swift Dzire launching on 11th Nov 2024
Also read : TATA Nexon iCNG
Also read : Upcoming Maruti’s eVX/Toyota’s BEV-debut on 4th November
3 thoughts on “જાણો કઈ કઈ Upcoming Volkswagen cars છે જે 2025 માં ભારત માં આવી શકે છે.”