જાણો 2025 માં આવનાર Maruti’s eVX and Toyota’s BEV વિષે ની પ્રાથમિક માહિતી, 4th નવેમ્બર ના રોજ debut સંભવિત

Maruti Suzuki અને Toyota નું EVs તરફ નું પહેલું પગલું એટલે Maruti’s eVX and Toyota’s BEV, 4 નવેમ્બર ના રોજ Milan, Italy મા સૌપ્રથમ વાર પ્રસ્તુત થવા જઈ રહ્યું છે. જ્યારે અહી ભારત મા Bharat Mobility Global Expo 2025 મા પણ પ્રથમ વખત પ્રસ્તુત થશે. આ EV નું ઉત્પાદન Maruti Suzuki ના ગુજરાત ખાતે આવેલા પ્લાન્ટ મા થશે અને અહી કંપની એ પ્રથમ વર્ષ મા જ અધધ 1.4 લાખ units નું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જેમાંથી 50% જેટલા made in india units નું આંતરરાષ્ટ્રીય બજારો મા નિકાસ થશે.

Also read : Maruti Suzuki e Vitara revealed as production model-India launch in mid 2025

આ ઉપરાંત 2016 થી શરૂ થયેલી જાપાનીઝ કંપનીઓ Maruti Suzuki અને Toyota વચ્ચે ની OEM(Original Equipment Manufacturing) partnership ના ફળસ્વરૂપે આપણને અનેક સારી સારી પ્રોડક્ટસ મળતી જ આવી છે અને અહી 2021 મા પણ આ જ EVs નું બંને કંપનીઓ તરફ થી concept model રજૂ કરવામા આવ્યું છે તેથી અહી એ પણ પૂરી સંભાવના છે કે eVX ના launching પછી આપણને તેને અનુરૂપ જ Toyota ના rebadging સાથે Toyota BEV નું launching પણ જોવા મળે કે જે Toyota ની પણ સૌપ્રથમ EV હશે.

અહી 17-22 જાન્યુઆરી 2025 દરમ્યાન યોજાનાર Bharat Mobility Global Expo મા complete production model રજૂ કરવામાં આવે અને માર્ચ 2025 થી ઉત્પાદન ભારત મા જ શરૂ કરવામા આવે તેવી કંપની ની ગણતરી છે. હવે અહી બજાર મા ચાલતી અટકળો પ્રમાણે આ ગાડી ની specifications ની વાત કરીએ તો આ EV, Toyota ના 40PL Skateboard platform પર થી લીધેલા 27PL platform પર બનાવવામાં આવશે. 27PL platform એ Toyota, Suzuki અને Daihatsu કંપનીઓ ના સંયુક્ત રીતે collaboration અંતે મળેલું ફળ છે.

અહી આ platform ને e-TNGA તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમા પાંચ મુખ્ય modules the front, rear, center, battery, અને motor છે. આ એ પ્રકાર નું architecture છે કે જે sub 4 meter થી લઈ ને 4 meter ઉપર ની EV ને સારી એવી stability અને strength પ્રદાન કરે છે. અહી એક અંદાજ મુજબ Toyota ની EV એટલે કે BEV ની લંબાઈ 4300 mm, પહોળાઈ 1820 mm અને ઊંચાઈ 1620 mm હશે અને Maruti Suzuki ની EV, eVX અહી બધી રીતે બમ્પર ના ફેરફારો ને લીધે 20 mm નાની હશે. જો કે અહી બંને ગાડીઓ મા એક સમાન 2700 mm નો wheelbase મળશે.

Battery pack ની વાત કરીએ તો અહી 2 battery pack 48kWh અને 60kWh મળવાની સંભાવના છે જેમા 60 kWh ના battery pack સાથે ગાડી 500 km ની range ધરાવી શકે છે. અહી EV માં front wheel drive અને તેની EVs મા સૌપ્રથમ એવું all wheel drive પણ મળવાની સંભાવના છે. જો કે all wheel drive Suzuki ની eVX મા મળશે કે Toyota ની BEV માં મળશે તે અંગે હજુ સ્પષ્ટતા આવેલ નથી. પરંતુ આ વિકલ્પ એ ભારતીય ની સાથે આંતરરાષ્ટ્રીય બજારો મા પણ Suzuki અને Toyota માટે એક મહત્વ નું જમાપાસું બની રહેશે.

4.3 meter ની લંબાઈ હોવાને કારણે અહી અંદર ની cabin space ઘણી જ વિશાળ અને આરામદાયક રહેવાની છે. આ સાથે જ અહી modern features જેવા કે ADAS, 360ºcamera,floating center console with a rotary dial, frameless rearview mirror, 2 spoke steering wheel, hill hold assist વગેરે મળવાની સંભાવના છે. એક અંદાજ મુજબ અહી ભારત મા આ EV ની કિમત ₹17-25 લાખ વચ્ચે રાખવામાં આવી શકે છે.

ભારત મા launch થતાં ની સાથે આ EV ભારતીય બજારો માં પહેલે થી પગ જમાવીને બેઠેલી EVs જેવી કે TATA Nexon EV, TATA Tiago EV, TATA Curvv EV, આગળ ના સમય મા આવનારી Hyundai Creta EV તથા TATA Harrier EV ને તગડી ટક્કર આપશે જેમા all wheel drive એક મહત્વ નો ચર્ચા નો વિષય હશે. Maruti Suzuki અને Toyota તરફ થી official launch પછી વધુ માહિતી ખબર પડશે તેમ અહી પણ બાકી ની માહિતી આપણે પીરસવામાં આવશે માટે અમારી સાથે જોડાયેલા રહો.

Image source

Also read : Upcoming TATA Harrier EV in 2025-is there AWD ???

Also read : Upcoming Toyota’s mini fortuner with hybrid engine

Also read : New TATA Nexon EV with 45 KWh battery-befitting reply to MG Windsor EV

5 thoughts on “જાણો 2025 માં આવનાર Maruti’s eVX and Toyota’s BEV વિષે ની પ્રાથમિક માહિતી, 4th નવેમ્બર ના રોજ debut સંભવિત”

Leave a Comment

Exit mobile version