શું આવી રહ્યું છે 2025 માં Honda Activa EV ??? – કદાચ Suzuki Burgman EV પણ હરોળ માં હોઈ શકે.

જાગ્યા ત્યાંથી સવાર ઉક્તિ ને અનુસરતા હવે Japanese giant, Honda પણ EV 2 wheelers સેગમેન્ટ મા માર્ચ 2025 પહેલા પોતાના અતિસફળ ICE engine 2 wheeler, Activa ની બ્રાન્ડિંગ હેઠળ launch કરવા જઈ રહ્યું છે Honda Activa EV.

Japanese કંપનીઑ મુખ્યત્વે જલ્દી થી products ને launch કરવા કરતાં quality products ને વિકસિત કરવામા માને છે અને આ જ કારણે લગભગ આજ થી 1 વર્ષ પહેલા auto expo મા launch થયેલા SC e concept vehicle ને હવે આ વર્ષ ના અંત મા અંતિમ રૂપ મળવા જઈ રહ્યું છે. જો કે Honda Motorcycle and Scooter India ના President CEO અને MD Tsutsumu Otani સ્વીકારે પણ છે કે તેઓ ભારત મા EV 2 wheelers ના સેગમેન્ટ મા પોતાની product launch કરવામા 1 વર્ષ જેટલા પાછળ જ છે પરંતુ આવતા વર્ષ ની શરૂઆત મા જ Honda Activa EV ભારતીય બજારો મા આવી જશે.

ઉત્પાદન વિષે મળતી માહિતી અનુસાર Honda Activa EV નું સંપૂર્ણ ઉત્પાદન કંપની ના કર્ણાટક સ્થિત પ્લાન્ટ મા થવાની સંભાવના છે. અહી Honda Activa EV મા ચાલતી અટકળો અનુસાર single charge મા 100 km ચાલવા માટે સક્ષમ બેટરી પેક આવશે જેની top speed 80 km/h સુધી ની હશે. અહી આપણને DRLs સહીત બધી lights LED મળી જશે તથા સંપૂર્ણ digital instrument cluster સાથે Bluetooth connectivity અને USB charger port પણ મળી જવાનો છે.

અહી બંને wheels મા Disc brakes મળવાની સાથે સાથે આ સમય મા સૌથી ઉપયોગી એવી swappable battery ની સુવિધા મળવાની પૂરી સંભાવના છે અને અહી એવું પણ બની શકે કે 2 મોડેલ્સ launch કરવામા આવે કે જેમાંથી એક મોડેલ fixed battery સાથે આવે અને બીજા મોડેલ મા swappable battery ની સુવિધા આપવામા આવે. આ સુવિધા ને removable batteries પણ કહેવામાં આવે છે.

Swappable battery એટલે કે ડિસ્ચાર્જ થયેલી બેટરી ને કાઢી ને charging મા મૂકી શકાય અને તેની જગ્યા એ બીજી તેવી જ બેટરી ફિટ કરી શકાય જેથી વાહન ચલાવામાં એક બેટરી નો ઉપયોગ થઈ રહ્યો હોય ત્યારે બીજી બેટરી તમારા ઘરે અથવા ઓફિસ પર ચાર્જ થયા કરે અને જરૂર પડયે બંને બેટરી ની અદલ બદલી કરી શકાય. જો કે કંપની એ તેમ પણ ઉમેર્યું છે કે તેઓ પોતે પણ battery swapping માટે charging & swapping stations નું માળખું ઊભું કરવા પર પણ કામ કરી રહી છે.

કિમત ની વાત કરીએ તો બજાર મા ચાલતી અટકળો અનુસાર Honda Activa EV ની કિમત ₹1-1.20 લાખ સુધી ની હોઈ શકે છે. અહી સ્વાભાવિક છે કે આટલા સ્પર્ધા ભર્યા બજાર મા Honda પોતાની EV product ને launch કરવામા ઘણુ પાછળ છે તો પછી હવે તેમણે કિમત તો આકર્ષક જ રાખવી પડે  કારણ કે અહી ભારતીય બજારો મા આ સમયે EV 2 wheelers ની ભરમાર છે.

અહી Mainline કંપનીઑ કે જે petrol 2 wheelers સાથે EV 2 wheelers અથવા ફક્ત EV 2 wheelers નું જ ઉત્પાદન કરે છે તેમા મુખ્યત્વે OLA Electric (S1, S1 pro,S1 air), Ather energy(450X, 450 plus, Rizta), Revolt motors(RV 400, RV 400 BRZ), TVS Motor company(iCube, X), Bajaj auto(Chetak electric, Chetak urbane) અને Hero motocorp+VIDA (V1 pro, V1 plus) છે. આ સિવાય નાના નાના startups ના આવતા EV 2 wheelers તો ખરા જ ! વધુ માહિતી માટે હવે Honda India દ્વારા official launching details ની રાહ જોવી જ રહી.

આ સાથે બીજી Japanese કંપની Suzuki પણ આ જ સેગમેન્ટ મા પ્રવેશ કરવા જઈ રહી છે અને એક અંદાજ મુજબ પોતાની સફળ પ્રોડક્ટ Burgman street નું જ EV version ભારતીય બજાર મા લઈ આવશે. Burgman ના EV version ની કિમત પણ અંદાજિત ₹1-1.20 લાખ સુધી ની આંકવામાં આવી રહી છે. તેમા Honda Activa EV જેવા જ features અને સુવિધાઓ મળવાની સંભાવના છે. હવે બંને Japanese કંપનીઓ આવતા વર્ષ મા સાથે જ પોતાની પ્રોડક્ટસ launch કરે તો કોઈ નવાઈ નહીં.

Also read : New TVS Jupiter 110 launched with attractive features

Also read : Hurray !!! There is a Swappable batteries in Honda Activa EV 2025

Also read : Royal Enfield Guerrilla 450

6 thoughts on “શું આવી રહ્યું છે 2025 માં Honda Activa EV ??? – કદાચ Suzuki Burgman EV પણ હરોળ માં હોઈ શકે.”

Leave a Comment

Exit mobile version