Triumph Speed 400 vs Speed T4: જાણો કઈ બાઇક રહેશે સૌથી વધુ value for money deal !!!સંપૂર્ણ માહિતી ગુજરાતી માં

ઓગસ્ટ 2017 માં ઈંગ્લેન્ડ ની કંપની TRIUMPH અને ભારતીય કંપની Bajaj વચ્ચે થયેલી non equity partnership ના ફળ સ્વરૂપે આપણને ઘણી સારી retro bikes મળતી આવી છે અને તેમા જ હવે Speed 400, જે એક સફળ mid segment ની બાઇક છે તેનું updated version અને તેનો જ નાનો ભાઈ એવી Speed T4 હવે launch થઈ ચૂકી છે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે આ બંને માંથી કઈ બાઇક પસંદ કરવી અને કઈ બાઇક value for money રહેશે. તો Triumph Speed 400 vs Speed T4 ની વિસ્તૃત માહિતી થી આપણે આ મુંજવણ માંથી બહાર આવી શકીશું.

જેમ આપણે ઉપર ના ચિત્ર માં જોઈ શકીએ છીએ તેમ આમ તો બંને જોડિયા ભાઈઑ જેવા જ લાગે છે,પરંતુ અહી વાત એમ છે કે દરેક કંપની ને કોઈ પણ દેશ માં કામ કરવા માટે તેના પ્રતિસ્પર્ધીઓ જે segment માં જે price range માં બાઇક launch કરે છે ,તે જ price range માં અને તે જ segment માં પોતાની પણ કોઈ ને કોઈ બાઇક launch કરવી પડે છે અને સાથેસાથે પોતાની product ની ગુણવતા માં પણ કોઈ પણ જાત ની બાંધછોડ ના થાય તેનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવાનું હોય છે.

તો આવું જ એક નજરાણું છે Speed T4 જે Speed 400 નું જ એક નાનું version છે પરંતુ એંજિન પાવર અને અમુક બીજા નાના ફેરફારો સાથે ઓછી કિમત માં ભારત માં launch કરવામાં આવ્યું છે. મોબાઈલ ના ચાહકો ને જેમ ખ્યાલ હશે કે Samsung નો S series નો ફોન launch થાય પછી તે જ phone નું એક version , FE તરીકે પણ લોંચ કરવામાં અને તેની કિમત પણ થોડી ઓછી હોય છે તે જ રીતે અહી પણ Speed 400 ની સાથે સાથે સ્પીડ T4 પણ launch કરવામાં આવ્યું છે.

નીચે આપણે જોઈશું આવા કેટલાક મહત્વ ના ફેરફારો અને પછી નક્કી કરીશું કે Triumph Speed 400 vs Speed T4 માંથી કઈ બાઇક આપણા માટે સૌથી વધુ યોગ્ય રહેશે.

 

Engine :

અહી બન્ને બાઇક માં TR series 398.15 cc liquid cooled single cylinder 4 valve DOHC 6 speed gearbox engine with BOSCH electric fuel injection and wet multiplate slip clutch જોવા મળે છે,પરંતુ બંને ના power output માં અસમાનતા જોવા મળે છે. આવું અલગ અલગ engine tuning ની મદદ થી કરવામાં આવે છે જેથી અલગ અલગ driving conditions અને અલગ અલગ ચાલક ની જરૂરિયાત પરિપૂર્ણ કરી શકાય. બંને ના power અને torque output નીચે પ્રમાણે છે.

  • Speed 400  :  40 bhp @8000 rpm અને 37.5 nm @6500 rpm
  • Speed T4    :  30.6 bhp @7000 rpm અને 36 nm @ 5000 rpm

સામાન્ય રીતે જોતાં અહી Speed 400, power output ની દ્રષ્ટિ એ આગળ  નીકળી જાય છે પરંતુ અત્રે એ પણ નોંધનીય છે કે Speed T4 ઓછા rpm માં વધુ power output આપી શકે છે. આનો સીધો સાદો મતલબ એ થયો કે જો તમારે highway driving વધુ રહેતું હોય કે જેમાં વધુ સ્પીડ અને વધુ power ની જરૂરિયાત રહે તો તમારે સ્પીડ 400 તરફ જવું જોઈએ, પરંતુ જો તમારે સામાન્ય શહેરી રસ્તાઓ અને ટ્રાફિક માં જ બાઇક ચલાવાની હોય તો પછી Speed T4 જેવી ride quality તમને ક્યાંય નહીં મળે. કારણ કે કંપની ના દાવ મુજબ Speed T4 તેની કુલ ક્ષમતા નો 85% power output 3000 rpm પહેલા જ ઉત્પન્ન કરી આપે છે જે ઘણું જ પ્રશંશનિય છે.

Also read : Royal Enfield Guerrilla 450 launched at ₹2.39 lakh

Brakes & Suspension :

અહી બંને બાઇક માં સમાન જ duel channel ABS brakes જોવા મળે છે, જે આગળ ABS with 4 piston radial caliper 300 mm disc brake અને પાછળ 230mm ABS with 1 piston floating caliper disc brake જોવા મળે છે. Suspension ની વાત કરીએ તો તેમ અહી મહત્વ નો ફેરફાર જોવા મળે છે. Speed 400 માં આપણને આગળ premium golden colored upside down(USD) suspension જોવા મળે છે જ્યારે Speed T4 માં આપણને simple telescopic setup જોવા મળે છે.

જો કે આ પ્રકાર ના તફાવત થી આ બાઇક ની ride quality છે તેમ કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળતો નથી. અને આમ પણ બંને બાઇકો સમાન જ chassis અને frame માં બનેલી છે એટલે highway પર ના પાવર સિવાય પણ કોઈ કમી રહેશે નહીં. પાછળ બંને માં સમાન જ gas charged monoshock absorber જોવા મળે છે.અહી કદાચ મારા કોઈ મિત્રો ને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે up side down(USD) એટલે કે suspension નો જે ભાગ handle bar સાથે જોડાયેલો હોય છે તે up-down movement કરે છે જ્યારે telescopic setup માં suspension નો જે ભાગ tyres સાથે જોડાયેલો હોય છે તે up-down movement કરે છે.

 

Dimensions , Fuel tank & mileage :

અહી કદ ની દ્રષ્ટિ એ બંને બાઈકો માં નહિવત ફેરફાર જોવા મળે છે જે નીચે પ્રમાણે છે.

       Speed 400             Speed T4
       પહોળાઈ            829 mm              827 mm
        ઊંચાઈ           1096 mm             1098 mm
     Seat height           803 mm             806 mm
         વજન           179 kg             180 kg
     Wheelbase          1386 mm            1406 mm

આપણને wheelbase માં થોડો વધુ તફાવત જોવા મળે છે જે દર્શાવે છે કે Speed T4 શહેરી પરિસ્થિતિઓ ની દ્રષ્ટિ એ ચલાવવામાં ઘણી જ આરામદાયક રહેવાની છે.

  • Speed 400 : Radial tyres featuring larger sidewalls 110/80 R17 at the front, 150/70 R17 at the rear
  • Speed T4   : MRF Zapper bias-ply tyres 110/70-R17 at the front, 140/70 R17 at the rear

Fuel tank capacity ની વાત કરીએ તો અહી બને જગ્યા એ સમાન 13 ltr ની ક્ષમતા વાળું જ fuel tank મળવાનું છે પરંતુ અહી એ નોંધનીય છે કે બંને ની fuel mileage માં તફાવત જોવા મળી શકે છે. Speed 400 ની અંદાજિત mileage 29.6 km/ltr છે જ્યારે અલગ પ્રકાર ના engine tuning ના કારણે Speed T4 ની mileage આથી પણ વધુ મળવાની સંભાવના છે જે 400 cc segment ના બાઇક માટે ઘણી જ સારી કહેવાય.

Also read : Pulsar N125 launched with ₹94,707/- price

Some other differences & underpinnings :

ઉપર આપણે અમુક મુખ્ય તફાવતો હતા તે તો જોઈ જ ગયા છીએ, તેના સિવાય ના અમૂક તફાવતો  છે તે નીચે પ્રમાણે છે.

  • Speed 400 માં આપણને ride by wire throttle મળે છે એટલે કે accelerator સાદા wire ને બદલે position sensor અને ECM ની મદદ થી કામ કરે છે. આ ટેક્નોલોજી ને કારણે ચાલક ને ઘણી જ smooth ride quality મળે છે. જ્યારે સ્પીડ T4 માં આ ટેક્નોલોજી ને બદલે સાદું wire operated throttle lever જોવા મળે છે.
  • આ જ ટેક્નોલોજી ને આધારિત એવું Traction control system(TCS),કે જે Speed 400 માં જોવા મળે છે જ્યારે Speed T4 માં જોવા મળતું નથી.
  • Speed 400 માં આપણને 5 step adjustable levers એટલે કે clutch અને આગળ ની brake ,આપણા હાથ ની size અને comfort પ્રમાણે સેટ કરવા મળે છે. જ્યારે Speed T4 માં આ સુવિધા મળતી નથી.
  • આ સિવાય બંને બાઈકો માં semi digital display સાથે analogue speedometer, digital tachometer (rpm), gear position indicator, low fuel indicator, distance to empty indicator, trip meter, real time mileage, low oil and battery indicator, engine malfunction light, hazard lights, engine kill switch તથા USB C type charger જોવા મળે છે પરંતુ આ સિવાય સ્પીડ T4 માં આપણને Bluetooth connectivity ની સુવિધા જોવા મળે છે જે સ્પીડ 400 માં જોવા મળતી નથી.
  • Speed 400 માં આપણને bar end handle mirrors એટલે કે handle ના અંત માં mirrors જોવા મળે છે જ્યારે Speed T4 માં conventional mirrors એટલે કે સાદા mirrors જોવા મળે છે.

Also read : BSA Goldstar 650: A British brand launched a bike in India

Variants, price & rivals :

Variants ની વાત કરીએ તો અહી આપણને એક જ જોરદાર variant જોવા મળે છે તેમ જ નીચે પ્રમાણે બંને બાઈકો માં color options મળી જાય છે.

  • Speed 400 : Racing Yellow, Pearl Metallic White, Phantom Black, and Racing Red
  • Speed T4   : Metallic White, Phantom Black and Cocktail Red Wine

કિમત ની દ્રષ્ટિ એ સ્વાભાવિક રીતે Speed 400 ની કિમત વધુ એટલે કે ₹2.40 લાખ(ex showroom) રહેવાની છે જ્યારે Speed T4 ની કિમત ઓછી એટલે કે ₹2.17 લાખ (ex showroom) રહેવાની છે.

ભારત માં હાલ માં આ જ segment માં આવતી બીજી બાઈકો ની વાત કરીએ તો Speed 400 અને Speed T4 ના મુખ્ય પ્રતિસ્પર્ધીઑ Honda CB350R, Honda CB350RS, Bajaj Dominar 400, Royal Enfield Guerrilla 450, Royal Enfield Hunter 350, JAWA 42, JAWA 42 Bobber, Hero Mavrick 440, Harley Davidson X 440, TVS Ronin છે.

Which bike we should choose ?

તો હવે Triumph ની બંને જ ધમાકેદાર બાઈકો વિષે ની સંપૂર્ણ માહિતી તો આપણે જોઈ ગયા પણ ખરો પ્રશ્ન તો હવે એ આવે છે કે આ બંને માંથી આપણે કઈ બાઇક આપણા માટે પસંદ કરીએ અને કઈ બાઇક આપણા માટે value for money રહેશે તે કઈ રીતે નક્કી કરીશું ?

જો તમારી વધુ પડતી મુસાફરી highway માટે ની જ એટલે કે પ્રમાણ માં લાંબી રહેતી હોય અને જો તમારે કિમત ની કોઈ ચિંતા કરવાની ન હોય તો તમે આંખો બંધ કરી ને Speed 400 સાથે જઈ શકો છો. પરંતુ જો તમારે શહેરી વિસ્તારો માં વધુ પડતું રહેવાનું હોય અને signal to signal ટ્રાફિક માં જ બાઇક ચલાવાની હોય, સાથે તમારે Triumph જેવી international brand ના વૈભવ નો પણ અનુભવ કરવો હોય ને તે પણ ₹2.5 લાખ on road આસ પાસ ની કિમત માં, તો તમારા માટે અમારી દ્રષ્ટિએ એ તો Speed T4 made for each other જેવુ કામ આપી શકે તેમ છે.

આ તો ખાલી production & feature cost ને નીચે લઈ આવવા માટે Speed T4 માં નહિવત એવી અમુક સુવિધાઓ નથી બાકી આ બાઇક ની top speed પણ અંદાજે 145 km/h છે. હવે આપણા દેશ ના ટ્રાફિક ની તો તમને એ ખબર જ છે કે આવા ટ્રાફિક માં તમારી 4th કે 5th ગિયર પડે તોય ભયો ભયો !!! ને આમ પણ 400 cc ના એંજિન ને તે જ રીતે tune કરવામાં આવ્યું છે કે શહેરી ટ્રાફિક માં પણ જરા સરખો પણ power lack અનુભવાય નહીં અને ઉલ્ટા નું વધુ mileage પણ મળે અને ride comfort પણ મળે. માટે આ બાઇક વધુ value for money લાગી રહી છે.

હવે તમારા માટે તમારે નક્કી કરવાનું છે કે વધુ પૈસા Speed 400 માટે આપી ને તેની દરેક premiumness નો અનુભવ કરવો છે કે પછી થોડા પૈસા બચાવી ને તેનાથી નહિવત જ તફાવત વાળી Speed T4 સાથે જવું છે.

Also read : New TVS Jupiter 110 launched at ₹73,700 ex showroom 

Also read : New TATA CURVV: first Indian SUV Coupe

Also read : Honda Activa EV & Suzuki Burgman EV launching in March 2025

 

 

5 thoughts on “Triumph Speed 400 vs Speed T4: જાણો કઈ બાઇક રહેશે સૌથી વધુ value for money deal !!!સંપૂર્ણ માહિતી ગુજરાતી માં”

Leave a Comment

Exit mobile version