Hurray !!! Honda Activa EV માં મળી જશે Swappable batteries ની સુવિધા.

1 મહિના થી ચાલતા teasers અને media reports અનુસાર આપણને મળવા જઈ રહી છે Swappable batteries in Honda Activa EV. હાલ માં ભારતીય બજારો માં ઉપલબ્ધ mainline EV scooters માં પણ જે Swappable batteries ની સુવિધા નથી મળી રહી તે સુવિધા અહી 27 નવેમ્બર ના રોજ launch થનાર Honda Activa EV માં મળવા જઈ રહી છે. આ સિવાય પણ અહી અમુક બીજા features અને માહિતી દેખાઈ રહી છે તો ચાલો તે વિષે આપણે અહી વધુ માહિતી મેળવીએ.

ગયા મહિને પણ આપણે એક આર્ટિક્લ Honda Activa EV પર પ્રકાશિત કર્યો હતો તેમાં પણ આ વિષય પર ચાલતી અટકળો વિષે ચર્ચા કરી હતી અને હવે તો Honda તરફ થી પણ આ વિષે હવે official જાહેરાત થઈ ચૂકી છે. Honda CUV e ને મળેલા સારા એવા global response બાદ હવે SC e ના જ platform પર આવી રહેલા Honda Activa EV માં teaser માં અહી seat નીચે ના storage compartment માં એક સાથે બે બેટરીઓ દેખાઈ રહી છે.માટે અહી એક વસ્તુ તો સ્પષ્ટ છે કે 2 માંથી એક બેટરી ચાર્જ પર હશે ત્યારે તેના સિવાય ની બેટરી પર scooter ચાલી શકે છે.

અહી હવે twist ની વાત તો એ છે કે કંપની ના કહેવા પ્રમાણે Honda Activa EV ની range એક full charge માં 100 km ની છે. તો હવે અહી બે બેટરીઓ હોવાને કારણે જો બન્ને બેટરીઓ ને full charge કરી ને scooter માં લગાવવામાં આવે તો અહી કુલ range 200 km સુધી ની થઈ શકે છે. અમારી દ્રષ્ટિ  એ તો આવું શક્ય છે કારણ કે બંને બેટરીઓ કદ માં બિલકુલ નાની પણ નથી લાગી રહી અને હાલ માં આવતા scooters પણ નાની બેટરીઓ માં સારી range આપે છે માટે અહી ઓછા માં ઓછી 180+km ની range મળી શકે છે.

Honda Activa EV ને Activa 110cc ની સાથે ક્ષમતા અનુસાર આંકવામાં આવી રહ્યું છે, કારણે કે અહી 1.3 kWh ની મોટર દ્વારા 6 kW નું સારું આવું output મળી રહ્યું છે જે Honda Activa EV ને 80km/h સુધી ની top speed પર પહોંચાડવા માટે સક્ષમ છે. અહી Honda India અનુસાર બંને બેટરીઓ 0 થી 75% સુધી નું charge 3 કલાક જેટલા સમય માં ગ્રહણ કરી લે છે અને ભારતીય રસ્તાઑ પર ની પરિસ્થિતિઓ જોતાં 70-100 km સુધી ની range આપી શકે છે. Honda ના global EV model CUV e માં Standard, Sport અને Econ એમ ત્રણ પ્રકાર ના ride modes આવે છે જ્યારે ભારતીય મોડેલ માં કંપની કયા કયા drive modes આપે છે એ જોવું રહ્યું.

અત્યાર સુધી માં કંપની દ્વારા મુકાયેલા teasers અનુસાર Honda Activa EV માં આગળ ની apron mounted headlight અને પાછળ ની taillight માં full LED setup મળી જાય છે. આ ઉપરાંત અહી હાલ માં જ બહાર આવેલા teaser માં full TFT display પણ નજરે પડી રહી છે જે fully digital છે અને Bluetooth connectivity થી પણ સજ્જ છે. આ સિવાય અહી battery percentage, range, mode, music, navigation જેવી basic information દેખાઈ રહી છે. અહી શક્ય છે કે Honda તેના base variants માં LCD display આપે અને top end variants માં TFT display આપે.

હવે એક ખરો પ્રશ્ન એ આવી રહ્યો છે કે અહી ભારતીય પ્રજા એ પરંપરાગત gearless scooters માં મળતી આગળ ની પગ પાસે ની જગ્યા અને under the seat એટલે કે seat નીચે ની ડિકકી માં મળતી જગ્યા ની મોટી ચાહક છે. પરંતુ અહી બે બે બેટરીઓ હોવાને કારણે શક્ય છે કે ડિકકી માં આપણને બહું જ ઓછી જગ્યા મળે. અહી એક સંભાવના એ પણ છે કે આપણે આગળ ના આર્ટિકલ માં કરેલી ચર્ચા અનુસાર કંપની દ્વારા બે મોડેલ્સ launch કરવામા આવે કે જેમાંથી એક મોડેલ fixed battery સાથે આવે અને બીજા મોડેલ મા swappable battery ની સુવિધા આપવામા આવે.આ વિષે ચોક્કસ માહિતી આવનાર દિવસો માં આવતા જ અહી તમને જણાવવામાં આવશે.

અહેવાલો અનુસાર ભારત માં પોતાનું Swappable batteries નું માળખું ઊભું કરવા માટે Honda India એ આપણા દેશ ની જ oil refinery, Indian oil corporation ltd સાથે પણ વાતચીત કરી રહી છે કે જેથી ગ્રાહકો ને પોતાના ઘર સિવાય પણ અન્ય આ પ્રકાર ના points પર થી charge થયેલી batteries મળી શકે. Activa EV એ મુખ્યત્વે OLA Electric (S1, S1 pro,S1 air), Ather energy(450X, 450 plus, Rizta), TVS Motor company(iCube, X), Bajaj auto(Chetak electric, Chetak urbane) અને Hero MotoCorp VIDA (V1 pro, V1 plus) અને આ સિવાય નાના નાના startups ના આવતા EV 2 wheelers ની સામે હરીફાઈ માં ઉતરશે.

Honda Activa EV ની કિમત આમ તો launching વખતે જ ખબર પડે પણ અહી અમારી દ્રષ્ટિ એ base model ની કિમત ₹1.30 લાખ થી શરૂ થઈ શકે છે. આગળ ના આર્ટીકલ માં કરેલી ચર્ચા અનુસાર Honda એ ભારત માં પોતાની EV product નું launching કરવામાં થોડું પાછળ તો છે જ પરંતુ અહી Honda ની જાપાનીઝ કંપની હોવાને લીધે અને સારી brand value ને લીધે અને ખાસ તો Activa ના નામ ને લીધે Activa EV ને સારો એવો પ્રતિસાદ મળશે તેવું લાગી રહ્યું છે.

Image source

Also read : Hero Surge S32 EV could be a revolution in human & goods transport in city areas

Also read : New low cost scooters from OLA ! Compete in B2B sector

 

 

4 thoughts on “Hurray !!! Honda Activa EV માં મળી જશે Swappable batteries ની સુવિધા.”

Leave a Comment

Exit mobile version