Royal Enfield Bear 650 – જાણો Interceptor 650 થી શું શું અલગ મળી રહ્યું છે

ઘણા દિવસો થી ચાલતી અટકળો નો અંત લાવતા આજે Royal Enfield એ રહસ્યો પરથી પડદો હટાવતા આખરે તેના 650 cc ના lineup મા વધુ એક scrambler બાઇક launch કરી દીધું છે, જે છે Royal Enfield Bear 650.આ બાઇક Californian Big Bear Run desert race ને યાદ કરાવતું એક મહત્વ નું પાસું બની રહેશે અને આ race ના 1960 મા બનેલા વિજેતા અને સૌથી નાની ઉમર ના champion એવા Eddie Mulder થી પ્રેરિત છે.

આ બાઇક આમ તો તેના પાછલા version, interceptor 650 થી ઘણી જ સમાનતાઓ ધરાવે છે છતા પણ અહી અમુક નાના નાના ઘણા ફેરફારો જોવા મળે છે જેની ચર્ચા આપણે આગળ કરીશું.

Also read : Upcoming Hero bikes 

Engine

Bear 650 મા Interceptor 650 મા આવતું એંજિન 648cc air/oil cooled parallel twin engine with 6 speed gearbox જ જોવા મળશે જેમાં પાવર તો સમાન 47 bhp @7250 rpm જ મળશે પરંતુ ટોર્ક ની દ્રષ્ટિ એ Bear 650 જરા એવું આગળ નીકળતા 52 nm ને બદલે 56.5 nm @5150 rpm પ્રદાન કરશે. અહી બીજો એક એ પણ તફાવત છે કે અહી આપણે Interceptor 650 મા dual exhaust જોવા મળે છે તેણે બદલે જમણી બાજુ મા જ 2 in 1 exhaust જોવા મળશે.

Suspension & brakes

અહી આગળ આપણે વાત કરી તેમ 2 exhaust ના બદલે અહી એક જ 2 in 1 exhaust આપવામાં આવ્યું છે તેથી અહી બાઇક નું વજન ઘટાડવામાં કંપની ને ફાયદો થયો છે પરંતુ તેની સામે કંપની એ અહી Bear 650 ની chassis મા અમુક ફેરફારો કરી Bear 650 ને થોડા ઘણા off-roading માટે સક્ષમ બનાવવામાં કામ કર્યું છે. માટે અહી Showa કંપની ની મદદ થી આ સેગમેન્ટ મા તદ્દન નવા જ એવા USD(up side down) big piston forks suspension આગળ અને પાછળ Twin tube RSU(rear suspension) આપવામાં આવ્યા છે.

અહી Interceptor 650 ના suspension ના 110 mm/88 mm ના travel કરતાં Bear 650 ના suspension નું travel પણ વધારી ને 130 mm/115 mm કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ આગળ 19 inch અને પાછળ 17 inch ના વ્હીલ્સ સાથે 184 mm નું સારું આવું ground clearance મળી જાય છે. આ સાથે જ off-roading માટે સક્ષમ અને scrambler bike ને શોભે તેવા spoked (આરા વાળા) open square tread blocks tyres, MRF દ્વારા પ્રદાન કરવામા આવ્યા છે. અહી seat height 830 mm ની મળી જાય છે જે segment મા સૌથી ઊંચી છે.

Also read : Royal Enfield Goan Classic 350 – Launching in Motoverse 2024

Brakes મા અહી આગળ 320 mm disc brake અને પાછળ Interceptor 650 મા આવતી 240 mm disc brake ને બદલે 270 mm disc brake મળી જાય છે જે dual channel ABS સાથે આવે છે. અમુક સમયે off-roading મા જો ABS બંધ કરવું હોય તો પાછળ ના વ્હીલ મા બંધ કરી શકાય તેવી સુવિધા પણ અહી આપવામાં આવી છે. 216 kg ના kerb weight માટે આ disc brakes અસરકારક રહે છે.

Features

આધુનિક સમય ની જરૂરીયાતો પ્રમાણે અહી Tripper cluster, TFT display કે જે  black aluminum switch cubes અને joystick કે જે horn ની switch ની બાજુ માં આપેલું છે તેના દ્વારા ખૂબ જ સરળતા થી operate કરી શકાય છે. અહી આ cluster મા Google Maps integration તથા music opt પણ મળે છે અને આ સાથે USB-C charging port તો ખરું જ.

આ સિવાય અહી Wingman connectivity પણ મળી જાય છે જેની મદદ થી remote live location tracking, real-time last parked location, vehicle theft અને other alerts, vehicle dashboard, trip reports, તથા ચાલક ની driving pattern ની માહિતી app દ્વારા મેળવી શકાય છે. અહી segment first એવી full LED lights મળી જાય છે.

Colors

Bear 650 મુખ્ય 5 dual tone combinations મા મળી જશે જે છે Boardwalk White, Petrol Green, Wild Honey, Golden Shadow અને એક special color edition કે જેને 249 તરીકે ઓળખવામાં આવ્યું છે કે જે Eddie Mulder’s iconic race winning number પણ છે તેમા મળી જશે. વધુ માહિતી અને આ બાઇક ની કિમત આપણને 5 નવેમ્બર ના રોજ ખબર પડશે.

Image source

Also read : Royal Enfield Guerrilla 450 launched-A tough roadster

Also read : Triumph Speed 400 vs Speed T4: which bike is most value for money!!!

Also read : BSA Goldstar 650 2024 – A gallant return of British brand through 650 cc cruiser bike in India

3 thoughts on “Royal Enfield Bear 650 – જાણો Interceptor 650 થી શું શું અલગ મળી રહ્યું છે”

Leave a Comment

Exit mobile version