Right time to buy a car in 2024 – TATA, Hyudai, Toyota and other brands giving good deals

વર્ષ ના અંત માં દેશ ની બધી જ car companies પોતાનો 2024 અને અમુક કંપનીઑ પાસે રહેલ 2023 નો stock એટલે કે car units નું 2024 ના વર્ષ માં જ વહેચાણ કરવા પર તાબડતોબ મહેનત કરી રહ્યા છે અને આ જ કારણો ને લીધે ગ્રાહકો માટે છે Right time to buy a car in 2024. અહી લગભગ બધી જ ઓટોમોબાઈલ કંપનીઑ પોતાના regular models અને અમુક નવા models પર પણ cash discount આપી રહી છે અને આ સિવાય અલગ અલગ loyalty bonus, exchange bonus, corporate offers અને scrappage policies અંતર્ગત પણ ગ્રાહકો માટે સારી એવી value for money deal લાવી રહી છે. તો આવો આપણે અલગ અલગ કંપનીઑ અને તેના models પર મળતા discounts અને offers જોઈએ.

Discount on TATA cars

TATA ની micro SUV Punch ના જે models 2023 ના વર્ષ માં બનેલા છે તેના પર અહી ₹1.50 લાખ જેટલૂ માતબર discount મળી રહ્યું છે, આ discount મા ₹50,000 નું cash discount અને ₹1 લાખ સુધી ની exchange bonus શામેલ છે જે પેટ્રોલ અને CNG બંને પર લાગૂ પડે છે.આ જ વર્ષ ના 2024 ના models પર તેના variants અનુસાર ₹20,000 સુધી નું discount મળી રહ્યું છે.

TATA ની premium hatchback Altroz ના 2023 ના variants પર ₹2 લાખ સુધી નું discount મળી રહ્યું છે જેમાં પેટ્રોલ, ડીઝલ અને CNG નો સમાવેશ થાય છે. Altroz ના 2024 ના models par ₹40,000 થી ₹60,000 સુધી નું discount મળી રહ્યું છે, અહી મળતું discount એ Altroz ના ઘણા બધા variants માંથી અમુક પર નિર્ભર છે જેની માહિતી આપ આપની નજીક ની ડીલરશીપ પર થી મેળવી શકશો અને Altroz racer edition પર પણ ₹80,000 સુધી નું discount મળી રહ્યું છે.

TATA Tiago અને Tigor ના 2023 ના પેટ્રોલ અને CNG models પર ₹2 લાખ સુધી નું discount મળી રહ્યું છે જ્યારે Altroz ની જેમ જ Tiago ના ઘણા બધા variants અનુસાર 2024 ના models પર ₹15,000 થી કરી ને ₹25,000 સુધી નું discount મળી રહ્યું છે તથા Tigor માં ₹35,000 થી ₹45,000 સુધી નું discount મળી રહ્યું છે.

TATA Nexon ના 2023 ના પેટ્રોલ અને ડીઝલ variants પર ₹2 લાખ સુધી નું discount મળી રહ્યું છે કે જે variants ને બંધ કરી દેવામાં આવ્યા હોય અને આ સિવાય જે variants regular છે તેમના પર ₹2.75 લાખ સુધી નું discount મળી રહ્યું છે. 2024 ના Nexon ના variants અનુસાર ₹10,000 થી ₹30,000 સુધી નું discount મળી રહ્યું છે. અહી હાલ માં જ launch થયેલા Nexon ના CNG model પર કોઈ પણ discount કંપની તરફ થી આપવામાં આવતું નથી.

TATA Harrier અને Safari ના 2023 ના પેટ્રોલ અને ડીઝલ models પર ₹2.5 લાખ થી ₹3.5 લાખ સુધી નું discount આપવામાં આવી રહ્યું છે. 2024 ના બંને fuel ના variants માં ₹25,000 નું discount આપવામાં આવી રહ્યું છે. અહી સ્વાભાવિક છે કે કંપની તેના આ premium lineup પર બહુ વધુ discount આપવા નથી માંગતી અને તેની વધુ પડતી hatchback ની inventory ને ઓછી કરવા માંગે છે. અહી ઉપર ના બધા જ offers અને discounts તમારા શહેર અને ડીલરશીપ પર આધારિત છે.

Discount on Hyundai cars

Hyundai Grand i10 Nios અને Aura બંને માંથી Grand i10 Nios ના manual પેટ્રોલ variant પર ₹68,000 સુધી નું discount મળી રહ્યું છે જેમાં ₹45,000 cash discount, ₹20,000 exchange bonus અને ₹3000 corporate discount છે. Grand i10 Nios ના automatic version પર ₹53,000 સુધી નું discount મળી રહ્યું છે જેમાં ₹30,000 cash discount છે. Aura માં પેટ્રોલ ના variants પર ₹43,000 સુધી નું discount મળી રહ્યું છે જ્યારે CNG variant પર ₹53,000 સુધી નું discount મળી રહ્યું છે.

Hyundai ની premium hatchback i20 પર અહી સારું એવું discount મળી રહ્યું છે. અહી i20 ના manual variants પર ₹65,000 જ્યારે automatic variants પર ₹50,000 નુ discount મળી રહ્યું છે. i20 ના N-line variant પર પણ ₹35,000 સુધી નું discount મળી રહ્યું છે.હાલ માં જ launch થયેલ Exter ને પણ કંપની એ discount ની યાદી માંથી બાકાત ના રાખતા ₹35,000 સુધી નું discount જાહેર કર્યું છે.

જો તમારી પસંદગી નો કળશ New Verna પર ઢોળાવાનો હોય તો પછી અહી તમને ₹80,000 સુધી નું discount મળી જવાનું છે જેમાં ₹35,000 cash discount છે, ₹25,000 exchange bonus છે અને ₹20,000 ની corporate offers મળી જવાની છે. Venue ના 1 liter engine માં ₹60,000 અને 1.2 liter engine તથા N-line variant પર ₹55,000 સુધી નું discount મળી જવાનું છે. આ સાથે જ Alcazar ના facelift પહેલા ના version પર પણ ₹60,000 સુધી નું offers સાથે discount મળી જાય છે.

Hyundai ના premium lineup ની વાત કરીએ તો અહી Kona EV કે જે આમ તો discontinue થઈ ગયેલ છે અને Ioniq 5 ના Dark pebble interior ના variant પર ₹2 લાખ સુધી નું discount મળી જશે. અહી પેટ્રોલ Tucson પર ₹50,000 અને ડીઝલ પર ₹85,000 સુધી નું discount મળી જવાનું છે. અહી પણ બધી જ offers અને discounts તમારા શહેર અને ડીલરશીપ પર આધારિત છે.

Discount on Maruti cars

Maruti ની Arena હેઠળ આવતા models પર અહી discount આપવામાં આવ્યું છે. Swift પેટ્રોલ પર ₹60,000 અને CNG પર ₹55,000 નું discount મળી રહ્યું છે. એ જ રીતે WagonR માં પણ પેટ્રોલ પર ₹45,000 અને CNG પર ₹40,000 નું discount મળી રહ્યું છે. Celerio અને Alto K10 માં પણ ₹40,000 થી ₹45,000 વચ્ચે નું discount મળી રહ્યું છે અને S-presso અને Brezza પર ₹15,000 સુધી નું discount મળી રહ્યું છે.

Grand Vitara ના strong hybrid variant પર ₹1.5 લાખ સુધી નું discount મળી રહ્યું છે જ્યારે તેના mild hybrid ane CNG variants પર ₹70,000 જેટલું discount મળી રહ્યું છે. Maruti ની 4X4 SUV Jimny a પણ market મા બહુ સારું performance ના આપતા હાલ માં Jimny પર પણ ₹2 લાખ સુધી નું discount મળી રહ્યું છે.

Discount on Mahindra cars

Mahindra ની rough and tough ગાડી Bolero અને આજ ની Bolero neo પર ₹1.20 લાખ સુધી નું discount મળી રહ્યું છે જેમાં ₹70,000 નું cash discount, ₹30,000 ની free accessories અને ₹20,000 સુધી નું exchange bonus છે. Mahindra ની પ્રખ્યાત off roader Thar ના અમૂક top variants પર ₹3 લાખ સુધી નું જોરદાર discount મળી રહ્યું છે જ્યારે હાલ માં જ launch થયેલી Thar Roxx ને હાલ તો discount ની યાદી માંથી બહાર રાખવામાં આવી છે.

Mahindra ની 7 seater SUV Scorpio N પર ₹50,000 સુધી નું discount આપવામાં આવી રહ્યું છે અને XUV 700 પર ₹40,000 સુધી નું discount મળી જવાનું છે. Mahindra ની EV ગાડી XUV 400 પણ discount ની યાદી માથી બાકાત નથી અને તેને પર પણ ₹3 લાખ સુધી નું discount મળી જવાનું છે જ્યારે હાલ જ launch થયેલી XUV 3XO ને હાલ પૂરતી discount ની યાદી માંથી બહાર રાખવામાં આવી છે.

Discount on Toyota cars

Toyota Hilux કે જે ભારતીયો માટે એક અલગ જ concept છે અને pickup truck body સાથે આવે છે તેમાં ₹1.80 લાખ સુધી નું discount મળી રહ્યું છે જેમાં ₹1.50 લાખ cash discount અને ₹30,000 exchange bonus છે, આ સાથે Fortuner માં પણ ₹30,000 cash discount, ₹1 લાખ exchange bonus અને ₹50,000 સુધી નું loyalty bonus ઉપલબ્ધ છે. Innova Crysta ના VX અને ZX varinat પર પણ ₹1.5 લાખ સુધી નું discount મળી જવાનું છે. Hyryder ના hybrid variant પર ₹1.6 લાખ જેટલું discount મળી રહ્યું છે જ્યારે તેના mild hybrid અને CNG variant પર ₹75,000 જેટલું discount મળી રહ્યું છે.

આ જ રીતે Glanza (Baleno) માં ₹25,000 cash discount, ₹3000 નું corporate bonus, ₹6900 ની કિમત ની 5 વર્ષ ની extended warranty, ₹50,000 નું loyalty bonus મળી જાય છે. Rumion (Eartiga) ના પેટ્રોલ variant માં ₹30,000 cash discount, ₹20,000 exchange discount અને ₹50,000 ના loyalty benefits નો સમાવેશ થાય છે. Taisor (Fronx) ના turbo variant માં ₹25,000 cash discount, ₹50,000 loyalty bonus અને ₹18,000 ની કિમત ની 5 વર્ષ ની warranty મળી જાય છે જ્યારે non turbo અને CNG variants માટે ₹17,500 નું cash discount અને ₹12,800 ની કિમત ની services મળી જાય છે.

Toyota ની એકમાત્ર hybrid ગાડી Camry માં ₹50,000 નું cash discount, ₹52,000 ની કિમત ની 5 વર્ષ ની extended warranty અને ₹50,000 નું loyalty bonus છે. હાલ માં જ Camry નું updated એટલે કે facelift મોડેલ આવી રહ્યું છે ત્યારે અમારી દ્રષ્ટિ એ હાલ ના regular model ના જલ્દી વહેચાણ માટે આ offers અને discounts થોડા ઓછા લાગી રહ્યા છે.

Also read : Honda and VW giving massive discounts on MY 23-24 models amid their new launches

Also read : All New Honda Amaze launched at ₹7.99 lakh ex showroom – strong rival of Dzire

Leave a Comment

Exit mobile version