ભારત ની જેમ જ Right hand side drive ધરાવતા દેશ South Africa માં launch થઈ ચૂકી છે Renault Duster 2025, અને તેની સાથે જ ભારત માં પણ 3rd generation Duster નું launching લગભગ પાક્કું થઈ ચૂક્યું છે. છેલ્લા 3 વર્ષો થી Duster નું કોઈ નવું version ના આવતા અને 2022 માં લગભગ discontinue જ થયેલ Duster અને તેની સાથે સાથે કંપની ની પણ ભારતીય બજારો માંની ઉપસ્થિતિ ઘટતી જતી હતી. Duster નું premium model, Captur પણ કંપની એ launch કર્યું હતું પણ તેને પણ ધારી સફળતા મળી નહીં.
આ બધા પરિબળો ને નેસ્તનાબૂદ કરતાં કંપની એ તદ્દન નવા જ રૂપ માં Duster ને Globally launch કરી દીધી છે અને South Africa માં માર્ચ 2025 સુધી માં તેનું વેચાણ પણ શરૂ થઈ જશે. આ સાથે જ ભારત માં પણ South Africa ની જેમ Right hand side drive હોવાથી કંપની ભારત માં પણ interior માં અમૂક updating કરી ને Duster ની 3rd generation launch કરે તેવી સંભાવના છે. આ સાથે જ globally જોવા જઈએ તો ભારત સરકાર ના કુશળ નેતૃત્વ ને કારણે દુનિયાભર ની automobile કંપનીઑ ભારત માં જ પોતાના models નું ઉત્પાદન કરી ને ભારત માં જ વહેચવા માંગે છે અને તે ઉપરાંત ભારત માં વધુ ઉત્પાદન કરી ને અહી થી export કરવામાં પણ રસ ધરાવે છે.
Newgen Duster ના exterior ની વાત કરીએ તો અહી 2nd generation ની જરા એવી છાપ તો દેખાય છે અને તેના જ CMF-B platform પર બનેલી છે. નવી જ રીતે અહી deign કરવામાં આવેલા front અને rear bumpers, બંને બાજુઓ પર ની stretch lines અને આગળ તથા પાછળ નીચે ની બાજુ heavy silver black claddings ના લીધે ગાડી નો look ખૂબ જ આકર્ષક અને તેની SUV ની છાપ ની જેમ જ rugged અને stealthy આવી રહ્યો છે. Newgen Duster ની લંબાઈ 4343 mm, પહોળાઈ 1813 mm, ઊંચાઈ 1661 mm છે જ્યારે 2657 mm નો સારો એવો wheelbase અને off roading માટે પર્યાપ્ત 217 mm નું સારું એવું ground clearance મળી જાય છે અને 472 liter ની boot space મળી જાય છે.
અહી નવા જ designed કરેલ horizontal Y shape માં LED DRLs, front grille ને નાની કરી તેના પર કંપની ના logo ને બદલે “RENAULT” નું chrome badging આપેલું છે અને bumper cladding ને મોટી કરવામાં આવી છે જેથી અહી Newgen Duster નો આગળ થી look ખૂબ જ bulky થઈ જાય છે. અહી નીચે ની bumper claddings માં જ round shape fog lamps નું compartment અને LED fog lamps પણ આપેલ છે. બાજુ ની વાત કરીએ તો અહી આગળ ના fender થી લઈ ને પાછળ ના fender સુધી આકર્ષક stretch lines આપેલ છે અને પાછળ નું door handle C piler પર છે.
પાછળ V shape ની sharp design સાથે taillights મળી જાય છે અને આ સાથે જ rear extended spoiler, roof rails અને shark fin antenna પણ મળી જાય છે. Interior પણ અહી exterior ની જેમ સંપૂર્ણપણે નવું જ design કરવામાં આવ્યું છે. અહી આપણને 3 spoke steering wheel with multifunctional controls, 10.1 inch free-standing infotainment system, 7.1 inch digital driver instrument cluster, wireless android auto અને apple car play, wireless charging, automatic climate control, Arkamys sound system, electrically adjustable and ventilated front seats, rear ac vents, વગેરે જેવા features મળી જવાના છે.
Safety ની દ્રષ્ટિ એ અહી ADAS, 360º camera, cruise control, electronic parking brake, automatic emergency brake, lane change warning assist, hill hold, hill descent control, ABS, EBD, ESP, 4 disc brakes વગેરે જેવા features મળી જવાના છે. આ સિવાય અહી આગળ ના fender પર 4WD (four wheel drive) નું badge પણ દેખાઈ રહ્યું છે તેથી અહી off roading અને પહાડો માં મુસાફરી કરવાના ચાહકો પણ અહી નિરાશ થવાના નથી. આ સાથે અહી અલગ અલગ drive modes જેવા કે snow, mud, sand, eco પણ મળી જવાની સંભાવના છે.
South Africa માં launch થયેલ Newgen Duster કરતાં અહી ભારત માં launch થનાર મોડેલ માં વધુ premium features મળી જવાના છે અને અહી આજ ના સમય માં ઘણી ગાડીઓ માં આવતું electronic panoramic sunroof જેવુ premium feature પણ મળી જવાની સંભાવના છે. Engine વિષે હજુ કોઈ ચોક્કસસ માહિતી આવી નથી પરંતુ અહી global models માં 1.2 liter 3 cylinder turbo petrol mild hybrid engine, 1.0 liter 3 cylinder turbo bi fuel engine અને 1.6 liter strong hybrid engine આવે છે જેમાં અહી 1.2 liter 3 cylinder turbo petrol engine ભારત માં આવે તેવી અટકળો છે.
Newgen Duster ના પ્રતિસ્પર્ધીઓ માં નવી જ launch થયેલી Skoda Kylaq, Skoda Kushaq, VW Taigun, Hyundai Creta, TATA Harrier, Kia Seltos, Maruti Grand Vitara, Toyota Hyryder, 2025 માં આવનારી VW Tera વગેરે રહેશે. જો Newgen Duster માં Mild hybrid, 4WD (four wheel drive) આવ્યું અને કિમત ₹15 લાખ ની આસપાસસ રહી તો ભારતીય બજારો માં અહી સારી એવી હરીફાઈ જોવા મળવાની છે. 2025 માં કંપની Newgen Duster સિવાય 7 seater Duster, Nisaan ની branding હેઠળ પણ એક 7 seater SUV અને Triber અને Kiger નું facelifted version પણ launch કરવા જઈ રહી છે.
Also see : https://youtu.be/z52s1MPZDHo?si=jfXFeWdg4gzBPg5m
Also read : Jeep cars with discount on year end – best time in 2024 to add one
1 thought on “Renault Duster 2025 revealed – Indian version’s launch almost confirmed”