Newgen Maruti Suzuki Dzire fully revealed

ગઈ કાલે આખરે આટલા દિવસો ની લાંબી રાહ જોવડાવ્યા બાદ Newgen Maruti Suzuki Dzire પર થી સંપૂર્ણ રીતે પડદો હટી ચૂક્યો છે. આપણે પણ થોડા દિવસો પહેલા આ મુદ્દા ને cover કરતો આર્ટીકલ લખ્યો હતો અને આજે વધુ ચોક્કસ માહિતી અહી આપી રહ્યા છીએ. હજુ પણ આ ગાડી ની કિમત કંપની દ્વારા જાહેર કરવામા આવી નથી જે 11 નવેમ્બર ના રોજ જાહેર થશે પરંતુ જો તમે આ ગાડી ખરીદવા માંગતા હૉ તો ₹11,000/- ના ટોકન સાથે તમે online અથવા ARENA ના showroom પર જઈ ને Dzire ને બૂક કરી શકો છો.

આપણે જેમ આગળ ના આર્ટિક્લ મા વાત કરી હતી તેમ આ વખતે ની Newgen Dzire એ exterior ની દ્રષ્ટિ એ તેની જૂની generation થી તો ઘણી જ advanced અને futuristic લાગે જ છે પરંતુ આ વખતે કંપની એ Newgen Swift કરતાં પણ Dzire ને ખૂબ જ અલગ અને advanced design મા launch કરી છે. જો કે interior ની દ્રષ્ટિ એ Newgen Swift અને Newgen Dzire મા સમાનતા ઑ જોવા મળી રહી છે.

Engine

Newgen Swift મા સૌપ્રથમ launch થયેલું Z12E 3 cylinder 1.2-litre petrol engine, Newgen Dzire મા પણ વાપરવામાં આવ્યું છે. એંજિન ની ક્ષમતા ની વાત કરીએ તો આ એંજિન 82 bhp પાવર અને 112 nm ટોર્ક ઉત્પન્ન કરે છે જે આ પહેલા ની Dzire ના 4 cylinder engine ના 90 bhp, 113 nm કરતાં થોડું ઓછું છે. આ એંજિન 5 speed manual અને automatic transmission સાથે આવે છે. અહી નોંધનીય છે કે કંપની એ Newgen Dzire નું CNG variant પણ સાથે જ launch કરી દીધું છે જે ફક્ત manual transmission સાથે Dzire ના VXi, ZXi variant મા આવશે જે આ ગાડી ના launching ના સાથે જ અથવા થોડા સમય પછી market મા આવવાની સંભાવના છે.

Also read : Maruti Suzuki New Dzire all variants explained

Mileage

અહી કંપની એ ગાડી ના kerb weight મા ઘણી જ કરકસર કરી છે જે તેના variants અનુસાર 920-960 kg છે માટે જ 3 cylinder engine મા પણ સારી એવી mileage મળી જાય છે. અહી કંપની એ જાહેર કર્યું છે તે અનુસાર Dzire ની mileage 24.79 kmpl manual મા અને 25.71 kmpl automatic transmission મા છે. આ સાથે જ CNG variant માં ખૂબ જ જબરદસ્ત એવી 33.70 km/kg ની mileage મળી જાય છે.

Also read : Winter car care tips -શિયાળા ની ઋતુ મા ગાડી માટે ની જરૂરી સંભાળ તથા તકેદારીઓ

Exterior

Newgen Dzire મા લંબાઈ 3995mm, પહોળાઈ 1735mm, ઊંચાઈ 1525mm ,2450mm wheelbase અને 165 mm ground clearance મળી જાય છે. looks ની વાત કરીએ તો અહી સંપૂર્ણપણે નવી જ design સાથે નવી headlights, fog lamp compartment, grille વગેરે નવું જ લાગી રહ્યું છે. અહી જૂની કે નવી એક પણ Swift ની design ની જરા પણ છાંટ આવતી નથી.અહી bonnet, front bumper અને grilles પર એ રીતે નવી creases રાખવામાં આવી છે જેથી Newgen Dzire નો look sporty લાગે છે.

Headlights મા Audi-esque units જેવી design કરવાનો કંપની એ સારો એવો પ્રયત્ન કર્યો છે. Headlights ની અંદર 6 crystal જેવા elements ને લીધે આ lights ઘણી sporty અને aggressive look આપી રહી છે માટે કંપની એ તેણે Crystal vision lamps એવું નામ આપ્યું છે. તદ્દન નવી જ 6 horizontal slats વાડી grille અને તેની પર piano black finish ની cladding વચ્ચે Suzuki નો chrome emblem અને તેની નીચે 360º camera માટે નો front camera આપેલો છે. નીચે બંને ખૂણા પર variant અનુસાર halogen તથા LED fog lamps આવેલા છે.

અહી તદ્દન નવા જ 15 ઇંચ ના diamond cut alloy wheels કે જે upper variants મા અને નીચે ના variants મા simple wheels આપેલ છે. પાછળ આપણને triangular shape મા taillights મળી જવાની છે. તદ્દન નવી જ taillights ની design ને કારણે “3D Trinity LED elements” જેવુ નામ કંપની એ આપેલું છે.

Interior & features

અંદર ની cabin ની design ના પાસા પર Newgen Swift અને Newgen Dzire વચ્ચે ઘણી સમાનતાઓ જોવા મળે છે, અહી અંદર ના color combination ના થોડા ઘણા ફેરફારો સિવાય વધુ તફાવત જોવા મળતો નથી. બંને ગાડીઓ મા dashboard એક સમાન જ જોવા મળે છે, બસ Dzire મા black-silver ની બદલે આપણને beige-dark brown નું 4 shade નું color combination મળી જાય છે.

અહી આપણને  9-inch SmartPlay Pro+ infotainment system, wireless Apple CarPlay and Android Auto, cruise control, Arkamys surround sense, automatic AC, electric single-pane sunroof, Suzuki Connect, પાછળ ના AC vents વગેરે મળી જવાના છે.

Safety

Higher variants મા 360º કેમેરા તથા cruise control, 6 airbags, ESP, hill hold assist, ABS with EBD, brake assist, three-point seat belts બધા જ મુસાફરો માટે તથા બાળકો માટે  ISOFIX mounts મળી જાય છે.

આ સિવાય ideal start stop એટલે કે signal પર અથવા neutral સ્થિતિ મા ગાડી આપમેળે બંધ થઈ જાય અને clutch કરતાં ફરી ચાલુ થઈ જાય તથા rear defogger એટલે કે ધૂંધ અથવા ઝાકળ ની સ્થિતિ મા પાછળ નો કાચ ચોખ્ખો કરવા નું feature બધા જ variants મા આપવામાં આવ્યું છે. આ સાથે Newgen Dzire ની કિમત ₹6.79 લાખ – 10.14 લાખ વચ્ચે હશે. આ સાથે જ Hyundai Aura, TATA Tigor, Honda Amaze એ આ ગાડી ના મુખ્ય પ્રતિસ્પર્ધીઑ રહેશે. Honda Amaze પર થી પણ 4 ડિસેમ્બર ના રોજ પડદો હટવા જઈ રહ્યો છે જેની વધુ માહિતી આવતા આપના માટે નવો આર્ટિક્લ હાજર કરવામા આવશે.

Also read : Maruti Suzuki e Vitara revealed as production model-India launch in mid 2025

Also read : New Honda Amaze 2025-India’s best compact sedan’s 3rd gen

4 thoughts on “Newgen Maruti Suzuki Dzire fully revealed”

Leave a Comment

Exit mobile version