2025 ના વર્ષ થી Hyundai ની આ ત્રણ ગાડીઓ માં આવ્યું છે update – નવા features અને કિમતો સાથે મળશે new verna venue grand i10 nios for 2025

2025 ના વર્ષ ની કોરિયન કંપની Hyundai એ પોતાની best selling ગાડીઓ Verna, venue અને Grand i10 nios માં અમુક variants નો ઉમેરો કર્યો છે અને તે સિવાય પણ અમુક variant માં મળતા features માં પણ વધારો કર્યો છે. નવા વર્ષ નિમિતે કંપની એ આ રીતે features માં વધારો કરી ને બધા variants ની કિમતો માં પણ જરા એવો ફેરફાર કર્યો છે. તો આવો આપણે new verna venue grand i10 nios for 2025 વિષે વિસ્તાર થી માહિતી મેળવીએ.

Hyundai Verna

Premium Sedan ના સેગમેન્ટ માં રાજ કરતી Hyundai ની આ ગાડી એટલે Hyundai Verna માં બે variants ને ઉમેરવામાં આવ્યા છે અને આ સાથે કંપની એ ખાસ Hyundai અને તેમાં પણ એક premium sedan ખરીદવા માંગતા ગ્રાહકો માટે Verna લેવાનો માર્ગ વધુ મોકળૉ કરી આપ્યો છે. Verna માં સૌપ્રથમ તો આવતા 1.5 liter MPi naturally aspirated petrol S variant કે જે manual transmission સાથે આવે છે તેમાં sunroof આપી દીધું છે અને સાથે જ આ S variant ની કિમત પણ ₹12.05 લાખ થી વધારી ને ₹12.37 લાખ કરી છે. (ex showroom)

નવા ઉમેરેલ બે variants માં એક છે 1.5 liter naturally aspirated petrol S iVT (₹13.62 લાખ ex showroom)કે જે એક automatic transmission સાથે જ આવે છે તેમ કંપની એ multiple drive modes એટલે કે Eco, normal અને Sport આપી દીધા છે અને આ સાથે જ આજ ના સમય નું premium feature એવું smart electronic sunroof પણ આપ્યું છે. ઉપરાંત automatic transmission ની સાથે અહી paddle shifters નું feature પણ આપવામાં આવ્યું છે.

Verna માં ઉમેરેલું બીજું અને Verna નું top end variant છે 1.5 liter GDi turbo petrol S(O) DCT (₹15.27 લાખ ex showroom). આ variant માં Hyundai એ smart electronic sunroof, 16 ઇંચ ના alloy wheels એ પણ blacked out એટલે કે black rim માં આપ્યા છે અને સાથે જ આપેલ red colored front brake caliper એ Verna ને ઘણો જ sporty look આપી રહ્યા છે. વધુ માં અહી wireless mobile charger, wireless android auto અને apple car play, 8 ઇંચ ની infotainment display, rear view camera અને fully automatic climate control જેવા features પણ આપવામાં આવ્યા છે.

Hyundai Venue

Hyundai ની આ Sub 4 meter compact SUV માં કંપની એ હાલ માં મળતા variants માં મળતા features માં વધારો કર્યો છે અને સાથે સાથે કિમત માં પણ જરા જરા વૃદ્ધિ કરી છે. અહી S અને S+ variants માં rear view camera અને wireless charger નો ઉમેરો કરવામાં આવ્યો છે. S(O) variant માં smart remote key અને push start/stop button નો ઉમેરો કરવામાં આવ્યો છે, S(O) knight માં wireless charger આપવામાં આવ્યું છે, S(O)+ adventure edition માં start/stop button અને wireless charger આપવામાં આવ્યું છે.

આ સાથે જ Venue નું top end variant Sx executive ને આ portfolio માં ઉમેરવામાં આવ્યું છે જેમાં 8 ઇંચ ની infotainment display, wireless android auto અને apple car play, sunroof, automatic climate control, smart remote key, push start/stop button જેવા features આપવામાં આવ્યા છે. Venue ના petrol variants અનુસાર તેની નવી ex showroom કિમતો આ પ્રમાણે છે. S variant ₹9.28 લાખ, S+ variant ₹9.53 લાખ, S(O) variant ₹9.99 લાખ, S(O) knight variant ₹10.35 લાખ, S(O)+adventure variant ₹10.37 લાખ અને નવા launch થયેલા variant Executive ની કિમત કંપની એ ₹10.79 લાખ રાખી છે.

Hyundai Grand i10 Nios

Hyundai ની આ નાજુક અને નમણી compact hatchback કે જે kappa 1.2 liter naturally aspirated petrol engine સાથે અને automatic અને manual એમ બંને વિકલ્પ સાથે આવે છે તેના corporate variant માં projector headlamps નો ઉમેરો કરવામાં આવ્યો છે અને તેની સાથે એક નવું Sportz(O) variant ઉમેરવામાં આવ્યું છે જેમાં પણ kappa 1.2 liter naturally aspirated petrol engine અને automatic અને manual એમ બંને વિકલ્પ મળી જાય છે.

આ નવા Sportz(O) variant માં smart key, push start/stop button, wireless android auto અને apple car play, 8 ઇંચ ની infotainment display, automatic climate control, 15 ઇંચ ના diamond cut alloy wheels અને chrome handles જેવા features મળી જાય છે.  Grand i10 Nios ના corporate માં manual transmission ની કિમત ₹7.09 લાખ ex showroom છે અને automatic transmission માં કિમત ₹7.74 લાખ ex showroom છે. Sportz(O) varinat માં manual ની કિમત ₹7.72 લાખ ex showroom છે અને automatic variant ની કિમત ₹8.29 લાખ ex showroom છે.

Image source

Also read : Hyundai એ પ્રસ્તુત કર્યા છે Creta Electric features – જાણો કઈ કઈ ઉપયોગી સુવિધાઓ મળી જવાની છે આ EV માં

Also read : Bharat Mobility Expo 2025 માં આવી રહી છે MG M9 premium MPV – 6 seater અને 7 seater માં ઉપલબ્ધ થશે ને MG select દ્વારા થશે

1 thought on “2025 ના વર્ષ થી Hyundai ની આ ત્રણ ગાડીઓ માં આવ્યું છે update – નવા features અને કિમતો સાથે મળશે new verna venue grand i10 nios for 2025”

Leave a Comment

Exit mobile version