યુરોપિયન દેશ માટે આવી ચૂક્યું છે Urban Cruiser EV નું production model – 2025 માં ભારત માં launch થવાની સંભાવના

Maruti Suzuki ના concept model eVX ના વૈશ્વિક e Vitara ના નામ થી થયેલા launching પછી જ Toyota તરફ થી પણ આ જ platform અને design પર આધારિત ગાડી ના launching ની રાહ જોવાઈ રહી હતી. આખરે Toyota એ પણ યુરોપિયન દેશો માટે પોતાના BEV concept model પર આધારિત ઇલેકટ્રીક SUV, Urban Cruiser EV ના production model પર થી પડદો હટાવી દીધો છે. આ સાથે જ 1 વર્ષ પહેલા launch થયેલ concept model પર થી ચાલતી અટકળો નો પણ અંત આવી ચૂક્યો છે. આવો આ વિષે ભારે અંગ્રેજી માં ઉપલબ્ધ માહિતી નું આપણે ગુજરાતી માં સેવન કરીએ.

Design & dimensions

1 વર્ષ પહેલા જ્યારે Toyota દ્વારા BEV concept model બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે જ Urban Cruiser EV ની futuristic design નો ખ્યાલ તો આવી જ ગયો હતો. Urban Cruiser EV કદ મા લગભગ e Vitara જેટલી જ એટલે કે લંબાઈ 4285 mm, પહોળાઈ 1800 mm, ઊંચાઈ 1840 mm છે, જ્યારે આ ગાડી નું turning radius 5.2 m છે. Urban Cruiser EV નો wheelbase પણ સારો એવો અને e Vitara જેટલો જ 2700 mm નો મળી જાય છે. અહી આ ગાડી માં મળતા ground clearance વિષે કોઈ માહીતી આપવામાં આવી નથી પરંતુ અમારી દ્રષ્ટિ એ આટલા સારા એવા wheelbase સાથે 180 mm ની આસપાસ ground clearance મળી શકે છે.

આગળ નું bumper અહી ખૂબ જ sharply design થયેલું લાગી રહ્યું છે અને તેમાં પણ black claddings ગાડી ના SUV look માં વધારો કરી રહી છે. જો કે અહી bumper ના નીચે ના ભાગ માં સારા aerodynamics માટે vertical air dams તો આપેલ છે પરંતુ અહી LED fog lamps ની કમી દેખાઈ રહી છે. અહી ઘણી જ aggressive headlights અને તેની ઉપર જ LED DRLs મળી જાય છે. આ સાથે જ radiator grille ઘણી જ slim મળે છે, તેની સામે fiber part ની પહોળાઈ માં વધારો કરવામાં આવ્યો છે. બાજુ પર થી જોતાં અહી ઊડી ને આખે વળગે તેમ પાછળ ના દરવાજા નું handle તેના C pillar માં આપેલું છે.

બાજુ પર black claddings અને roof તથા pillars પર black finish ના કારણે અહી ગાડી નો look ઘણો જ bulky આવી રહ્યો છે. પાછળ અહી તદ્દન નવા જ design થયેલ LED taillamps મળી જાય છે અને આ સાથે જ company fitted rear spoiler અને shark fin antenna પણ મળી જાય છે. આજ ના જમાંના નું premium feature એટલે કે single pane sunroof પણ અહી ચિત્રો માં દેખાઈ રહ્યું છે જે fix sunroof લાગી રહ્યું છે અને ગાડી નો charging port આગળ ના ડાબી બાજુ ના fender માં આપેલો છે જેના પર BEV નું badging છે.

અહી variant અનુસાર 18 ઇંચ અને 19 ઇંચ ના alloy wheels મળી જવાના છે.અહી વપરાયેલ Advanced platform ના લીધે અંદર cabin space વધારવામાં મદદ મળે છે.

Interior & features

સારા એવા wheelbase અને 4 મીટર કરતાં વધુ લંબાઈ અને 1.8 મીટર જેટલી પહોળાઈ ના લીધે અહી 5 વ્યક્તિઑ આરામથી બેસી શકે તેટલી સારી એવી જગ્યા મળી રહે છે. પાછળ ની સીટ પણ અહી slider અને recliner મળી જાય છે જે રીતે અહી Kia Syros માં મળી જવાનું છે. હાલ માં બધી ગાડીઓ 60:40 ની seat folding ની જગ્યા એ અહી 40:20:40 ના ratio માં seat folding ની સુવિધા મળી જવાની છે અને બધી જ સીટ માં adjustable head rests અને આગળ adjustable arm rest મળી જવાનુ છે.

Features ની વાત કરીએ તો અહી એક જ panel માં મળતી 10.25 ઇંચ ની driver cluster display અને 10.1 ઇંચ ની infotainment display, top variants માં JBL ની 6 speaker sound system, fully loaded 2 spoke steering wheel, rear AC vents, automatic climate control, wireless charger, wireless android auto અને apple car play, electronic parking brake વગેરે મળી જવાના છે.top variants માં અહી electrically adjustable અને ventilated front seats મળી જવાની છે.

Safety ની દ્રષ્ટિએ એ બધા જ variant માં 6 airbag standard, cruise control, 360º camera, ADAS, lane keep assist, lane departure warning, front parking sensors, અલગ અલગ drive modes અને terrain modes, hill hold assist, hill descent control વગેરે જેવા મહત્વ ના features મળી જવાના છે. ઉપરાંત અહી advanced platform ના લીધે ગાડી ના બધા જ electronic parts ને high voltage સામે પૂરતું રક્ષણ મળી રહે છે. કંપની ની press release અનુસાર અહી 12 જેટલા color options મળી જવાના છે જેમાંથી ઘણા black roof સાથે હશે અને interior માં પણ dual tone ના વિકલ્પો મળી જવાના છે.

Battery & powertrain

e Vitara અને Urban Cruiser EV બંને માં એકસમાન જ Skateboard platform ને વાપરવામાં આવ્યું છે, માટે નીચે ના ભાગ ની જગ્યા માં વ્યવસ્થિત રીતે બેટરી ને set કરી શકાય છે અને આ platform માં વચ્ચે વચ્ચે cross-members ની જરૂરિયાત ના હોવાથી cabin space માં પણ વધારો કરી શકાય છે. આ પહેલા ના આર્ટિકલો માં આપણે વાત કરી હતી તેમ અને e Vitara ની જેમ Urban Cruiser EV માં પણ lithium iron phosphate બેટરી ના બે વિકલ્પો 49 kWh અને 61 kWh મળી જશે. એક અંદાજ અનુસાર અહી 61 kWh ના બેટરી પેક સાથે 500+ km ની range મળી જવાની આશા છે.

અહી બંને વિકલ્પો માં આગળ ના wheels માં એટલે કે front wheel drive setup (FWD) માં મોટર લાગેલી હોય છે જે 49 kWh માં 144 hp પાવર,189 nm ટોર્ક ઉત્પન્ન કરે છે જ્યારે 61 kWh માં 174 hp પાવર અને 189 nm નો ટોર્ક ઉત્પન્ન કરે છે. આ સિવાય 61 kWh બેટરી સાથે અને top variants માં all wheel drive (AWD)નું વિકલ્પ પણ મળી જવાનું છે. આ વિકલ્પ માટે 65hp ની એક મોટર પાછળ ના axle માં મળી જશે અને AWD variant માં કુલ 188 hp અને 300 nm નો ટોર્ક મળી જશે.

Urban Cruiser EV નું official launching એ જાન્યુઆરી 2025 માં યોજાનાર Brussels Motor show માં થવાની પૂરેપૂરી સંભાવના છે, જો કે તેની કિમતો આ launching પછી જ જાહેર કરવામાં આવશે. અહી હાલ સૌપ્રથમ તો યુરોપિયન દેશો માટે ની કિમતો ખબર પડશે અને ત્યારબાદ તે પરથી ભારત માં ક્યારે launching થશે અને કઈ કિમતે તેનો અંદાજ આવી શકશે. હાલ તો અમારી દ્રષ્ટિ એ ભારત માં Urban Cruiser EV ના તગડા પ્રતિસ્પર્ધીઓમાં TATA Curvv, TATA Nexon EVMahindra BE 6 અને XEV 9E નો સમાવેશ થાય છે અને 2025 માં જ launch થનાર Hyundai Creta EV, TATA Sierra EV, TATA Harrier EV, Honda Elevate EV વગેરે ને પણ તેના પ્રતિસ્પર્ધીઓ ગણવા જ રહ્યા.

 

Also read : શું આવી રહી છે Grand Vitara 7 seater ??? ફરીવાર રસ્તાઑ પર દેખાયું e vitara જેવુ દેખાતું taste mule.

Leave a Comment

Exit mobile version