ચાઇનીઝ માલિકી ની કંપની MG Motors અને ભારતીય JSW જુથ થી બનેલી JSW MG motors ind pvt ltd, Bharat Global Mobility Expo 2025 માં રજૂ કરવા જઈ રહી છે MG M9 premium MPV. આમ તો M9 એ થાઈલેન્ડ અને હૉંગ કૉંગ જેવા દેશો માં Mifa 9 અથવા તો Maxus 9 ના નામે વહેચાઈ રહી છે. M9 ને 2023 માં પણ ભારત માં યોજાયેલા auto expo માં રજૂ કરવામાં આવી હતી અને હવે આ વખત ના auto expo માં કંપની એ M9 નું launching 2025 માં સુનિશ્ચીત કરી દીધું છે અને સાથે જ આ auto expo માં કંપની ની EV sports car Cyberster પણ રજૂ થવા જઈ રહી છે.
M9 ની વાત કરીએ તો કંપની તેને premium limousine તરીકે ગણાવે છે જે ઇલેક્ટ્રિક ગાડી છે. M9 માં lithium ion cell સાથે 90 kWh ની ક્ષમતા સાથે ની બેટરી આવે છે જે PMSM (permanent magnet synchronous motor) મોટર સાથે 245 hp પાવર અને 350 nm નો ટોર્ક ઉત્પન્ન કરે છે. કંપની અનુસાર M9 માં 450 થી 475 km સુધી ની range મળી જાય છે. ભારત ના M9 ની કિમત આશરે ₹65-70 લાખ ex showroom વચ્ચે રહી શકે છે. આ કિમત સાથે M9 ના મુખ્ય પ્રતિસ્પર્ધીઓમાં Kia Carnival, Toyota Vellfire ગાડીઑ રહેશે.
M9 ની exterior design language ની વાત કરીએ તો અહી આગળ બમ્પર માં closed grille મળી જાય છે અને તેની નીચે પ્રમાણ માં મોટા કદ ના air flaps પણ મળી જાય છે જે જરૂરિયાત અનુસાર ગાડી ના બેટરી અને મોટર જેવા મહત્વ ના ભાગો માટે ઠંડી હવા ની અવર-જવર ને શક્ય બનાવે છે. બમ્પર ની ઉપર ની બાજુ sharp અને sleek LED DRLs મળી જાય છે અને તેની નીચે ના ભાગ માં જ LED projector headlights મળી જાય છે. આ headlights ની નીચે ના ભાગ મા વિશાળ air dams મળે છે જે ગાડી ના aerodynamic balance માં વધારો કરે છે. હાલ ના in the bumper headlights ના trend માં fog lamps લુપ્ત થતાં જાય છે.
પાછળ અહી connected LED taillights મળી જાય છે અને સાથે જ અહી rear wiper અને company fitted rear spoiler મળી જાય છે. blacked out A અને D pillar સાથે M9 નો look થોડો એવો premium અને sporty આવે છે જ્યારે અહી મળતા sliding doors એ પણ એક premium feature છે. M9 ની લંબાઈ 5270 mm, પહોળાઈ 2000 mm, ઊંચાઈ 1840 mm અને 19 ઇંચ ના alloy wheels સાથે 3200 mm નો wheelbase મળી જાય છે. અહી M9 માં 6.4 m ની turning radius મળે છે જ્યારે અહી મળતું 140 mm નું ground clearance એ ભારતીય રસ્તા ઑ માટે જરા એવું ઓછું લાગે છે. M9 માં આગળ independent MacPherson strut suspension આવે છે જ્યારે પાછળ independent multi link suspension આવે છે.
હવે આપણે M9 માં મળતા features ની વાત કરીએ તો અહી multiple terrain modes snow, eco, normal, sports અને custom મળી જાય છે અને સાથે KERS mode મળી જાય છે જે braking regeneration જેવુ કામ આપે છે. વધુ માં અહી 12.3 ઇંચ ની infotainment screen અને 7 ઇંચ driver MID, air purifier, auto headlamps, auto wipers, wireless charger, rear defogger, rear wiper, rear spoiler, rear high mounted brake lamp, dual sunroof, 64 color ambient lights, 8 way electronically adjustable અને ventilated/heated massage driver seat અને passenger સીટ માટે 4 way electronically adjustable અને ventilated/heated massage seats જેવા features મળી જાય છે.
પાછળ ની હરોળ માટે electronically adjustable અને ventilated/heated massage seats મળી જાય છે જ્યારે અહી captain seats નું 6 seater અને 7 seater નું વિકલ્પ પણ મળી જાય છે. ઉપરાંત અહી મુસાફરો ની જરૂરિયાત અનુસાર multizone climate control નું પણ વિકલ્પ ઉપલબ્ધ છે જેના controls પાછળ ની સીટ ના arm rest માં અને છેલ્લી હરોળ ના pillars માં આપેલ છે. અહી બધી જ windows માટે one touch up/down નું feature પણ આપેલું છે છે સામાન્ય રીતે mid range ની premium ગાડીઑમાં જોવા મળતું નથી. variant અનુસાર અહી 8 અને 12 speakers સાથે નું audio setup મળી જાય છે.
Safety ની દ્રષ્ટિએ અહી 6 airbags, ABS, EBD. hill hold assist, hill start assist, electric parking brake, EBD, 360ºcamera, blind spot monitoring, adaptive cruise control, lane departure warning, lane keep assist, emergency braking assist, tire pressure monitoring જેવા ઉપયોગી features મળી જાય છે. આવનારા સમય માં આ ચાઇનીઝ માલિકી ની કંપની ને ભારત માં કેવો પ્રતીસાદ મળે છે તે જોવું રહ્યું.
Also read : ચાઇનીઝ કંપની BYD ભારત મા launch કરવા જઈ રહી છે Sealion 7 – ઊંચી કિમત સાથે ની premium EV : જાણો વધુ માહિતી
Also read : આવી ચૂકી છે BE 6 and XEV 9E pack three price – બંને ગાડીઑ ના top model ની કિમતો અને બીજી પણ ઘણી માહિતી
2 thoughts on “Bharat Mobility Expo 2025 માં આવી રહી છે MG M9 premium MPV – 6 seater અને 7 seater માં ઉપલબ્ધ થશે ને MG select દ્વારા થશે”