Maruti Suzuki e Vitara revealed as production model-India launch in mid 2025

આ વર્ષ ની સૌથી વધુ રાહ જોવડાવવા વાળી EV એટલે કે Maruti Suzuki eVX ના European countries માટે ના production model પર થી પડદો હટી ચૂક્યો છે અને આ EV, Maruti Suzuki e Vitara ના નામે Italy મા debut કરી ચૂકી છે. આમ તો આપણે 2 દિવસ પહેલા જ Maruti Suzuki ની eVX અને Toyota ની BEV વિષે ની માહિતી નો આર્ટિકલ તમારી સમક્ષ રજૂ કર્યો જ હતો પરંતુ આજે Maruti Suzuki e Vitara ની થોડી વધુ અને સચોટ માહિતી મળતા અહી ફરીથી એક આર્ટિકલ આપણે રજૂ કરી રહ્યા છીએ.

Battery pack

European country માટે ના મોડેલ મા આપણે આગળ ચર્ચા કરી હતી તેમ મુખ્ય 2 બેટરી પેક 49 kWh અને 61kWh સાથે આવે છે જે બંને અનુક્રમે 142 bhp પાવર અને 189 nm ટોર્ક તથા 172 bhp અને 189 nm ટોર્ક પ્રદાન કરે છે. આ બંને બેટરી પેક સાથે ના મોડેલ મા front axle સાથે એક જ main motor નું જોડાણ કરેલ હોય છે જ્યારે આ સિવાય e Vitara ના ટોપ મોડેલ કે જે 2WD અને 4WD મા પણ ઉપલબ્ધ છે તેમાં 4WD variant મા પાછળ ની axle મા પણ એક 65hp ની motor આપેલી છે જેના લીધે આ variant મા કુલ 184 bhp પાવર અને 300 nm ટોર્ક ઉત્પન્ન થાય છે.

અહી Suzuki એ LFP (Lithium Iron Phosphate) બેટરી પેક વાપર્યુ છે કે જેમાં ‘Blade’ ટાઇપ ના cells નો ઉપયોગ કરવામા આવે છે. પટ્ટી જેવા બંધારણ ને લીધે અહી cabin ની અંદર ની જગ્યા થોડી વધુ મળે છે અને આ ગાડી મા ‘Blade’ ટાઇપ ના cells ને લીધે cabin અંદર ઘણી જ સારી જગ્યા અને આગળ  તથા પાછળ સારો એવો leg room મળી જવાનો છે. આ બેટરી પેક Suzuki એ China ની કંપની BYD પાસે થી લીધું છે.આ ગાડી ની range વિષે હજુ પણ કોઈ official માહિતી તો આપવામાં આવી નથી પરંતુ એક અંદાજ મુજબ 49 kWh ના પેક સાથે અહી 400km ની range મળી શકે છે અને 61kWh ના પેક સાથે 500+km ની range મળી શકે છે.

 

Also read : Newgen Maruti Suzuki Dzire fully revealed-price will reveal on 11 nov

Dimensions

Design ની વાત કરીએ તો અહી Suzuki એ આ ગાડી ની design એક compact SUV જેવી જ bulky અને aggressive બનાવી છે. Bumper, wheels arc, doors અને top પર ની dark cladding ના લીધે ગાડી ઘણી જ આકર્ષક અને adventures લાગી રહી છે. e Vitara એ જૂના કોઈ પણ platform પર ના બનતા બિલકુલ નવા જ વિકસીત કરાયેલા skateboard platform કે જેને Suzuki Heartect-e તરીકે ઓળખાવે છે અને સારું એવું high voltage protection પણ પૂરું પાડે છે તેના પર બનેલી છે.

અહી skateboard મા જેમ એક લાકડા ના પાટિયા ને નીચે 4 પૈડાં હોય છે તે જ રીતે EVs મા પણ મોટું બેટરી પેક નીચે જ હોય છે અને તેની નીચે 4 wheels આવેલા હોય છે તેથી જ EVs ના platforms ને skateboard platform તરીકે ઓળખવામાં આવે છે. અહી એક નોંધનીય બાબત એ પણ છે કે આ સમય ની ગાડીઑ મા આવતા flush door handles ની જગ્યા એ આગળ ના doors મા conventional pull type handles આપેલ છે જ્યારે પાછળ ના doors મા door pillar પર handles આપેલ છે કે જેવા Newgen Swift મા આવે છે.

Suzuki e Vitara ની લંબાઈ 4275mm, પહોળાઈ 1800mm અને ઊંચાઈ 1635mm છે. આ સાથે જ આ ગાડી નો wheelbase ઘણો જ સારો 2700mm નો મળી જાય છે અને આ સાથે જ ground clearance 180mm નું મળી જાય છે. e Vitara નું kerb weight તેના 3 અલગ અલગ variants પ્રમાણે 1702kg થી 1899kg વચ્ચે છે. આ સાથે 5.2 meter ની turning radius મળે છે.

Suzuki e Vitara મા આગળ તથા પાછળ બંને મા ventilated disc brakes છે અને 2WD variant માટે 18 ઇંચ ના 225/55 R18 tires અને 4WD variant માટે 19 ઇંચ ના 225/50 R19 tires છે.

Interior

અહી આપણે cabin interiors ની વાત કરીએ તો e Vitara મા કંપની ના કહેવા પ્રમાણે Maruti Suzuki ની કોઈ પણ premium ગાડી મા આવે છે તેના કરતાં પણ વધુ premium interiors છે. અહી પહેલું જ એક આકર્ષક feature floating dual-screen infotainment system અને driver instrument cluster છે. આ સિવાય gloss black finish થી સજ્જ center console, fine detailing થી સજ્જ twin-spoke flat-bottom steering wheel, rotary drive mode selector, rectangular AC vents with કે જે આકર્ષક silver surrounds થી સજ્જ છે, અને seats મા leather અને fabric નુ મિશ્રણ મળે છે કે જેથી ઘણી જ upscale feel આવે છે.

આ સિવાય ના features મા  wireless phone charger, drive modes, single-zone automatic climate control, adjustable headrests, wireless Apple CarPlay and Android Auto connectivity, ADAS, 360º camera વગેરે તો ખરા જ.

Safety

અહી કંપની એ ગાડી અને તેની અંદર બેઠેલા મુસાફરો ની સલામતી માટે પણ આ સમય ની ગાડીઓ મા આવતા ઘણા ખરા features આપ્યા છે. Suzuki e Vitara મા adaptive cruise control, lane-keeping assist, hill descent control, electronic parking brake ની સાથે auto hold, side and curtain airbags, heated mirrors, Isofix child seat mounts, બધા જ મુસાફરો માટે three-point seatbelts આપેલ છે.

આ સિવાય e Vitara મા off-roading ના ચાહકો માટે પણ એક નવું feature આપેલું છે જે છે AllGrip-e system. આ features ની અંતર્ગત જ અહી trail mode ની સુવિધા મળી જાય છે કે જેમાં જો ગાડી નું કોઈ એક wheel વધુ ફરતું હોય કે અથવા તેમાં પૂરતું traction ના મળતું હોય તો તે wheel મા power નું વહન આપમેળે જ બંધ થઈ જાય છે અને તેના સિવાય ના જે wheel મા પૂરતું traction હોય, ત્યાં આ પાવર ને પહોંચાડવામાં આવે છે.

આ સિવાય અમુક ઉબડ ખાબડ ખરબચડા રસ્તાઓ પર પણ આ feature EBD(electronic brake distribution) જેવુ કામ આપે છે. માટે આ feature  ને આપણે LSD એટલે કે limited-slip differential તરીકે પણ સમજી શકીએ.

હવે આ બધી વાતો European countries મા launch થવા વાળા મોડેલ ની થઈ જેનું ઉત્પાદન ભારત મા જ થવાનું છે અને તે પણ 2025 ની શરૂઆત મા આપણા ગુજરાત ખાતે ના પ્લાન્ટ મા જ શરૂ થઈ જવાનું છે અને પછી અહી થી એક્સપોર્ટ થશે. 2025 ના મધ્ય સુધી મા આ ગાડી અહી ભારત મા પણ લોંચ થઈ જશે. તેમાં હવે આ સમયએ આવતા features જ કંપની repeat કરે છે કે પછી ભારત માટે કોઇ અલગ model launch કરવામા આવે છે તે પછી ખબર પડે.

ભારત મા 2025 મા આ ગાડી ના launching પછી પણ આ જ રીતે વિસ્તાર થી આ પ્રકાર નો એક આર્ટીકલ આવશે અને તેમા આપણે કિમત ની પણ ચર્ચા કરીશું. તે સમયએ e Vitara હાલ મા ભારત માં ઉપલબ્ધ TATA Curvv EV, TATA Nexon EV, TATA Tiago EV, MG ZS EV, MG Windsor EV તથા જો 2025 મા launch થાય તો Hyundai Creta EV ,TATA Harrier EV, Mahindra BE 09 તથા Mahindra XEV 9e જેવા પ્રતિસ્પર્ધીઑ સામે ટક્કર લેશે અને આપણે જાણીએ છીએ તેમ Suzuki અને Toyota નું collaboration છે માટે આ e Vitara થોડા ઘણા ફેરફારો સાથે Toyota ના badge હેઠળ પણ કોઈ અલગ નામ થી launch થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે.

Also read : Upcoming TATA Harrier EV in 2025-is there AWD ???

Also read : Upcoming Toyota’s mini Fortuner with hybrid engine

Also read : New Honda Amaze 2025-India’s best compact sedan’s 3rd gen

 

Exit mobile version