ઘણા જ લાંબા સમય ની આતુરતા બાદ આખરે Korean brand Hyundai ની sister company, Kia એ પોતાની જે ગાડી ની સૌથી વધુ ઉત્સુકતાપૂર્વક રાહ જોવાતી હતી તે ગાડી Kia Syros ને આખરે ભારત માં launch કરી દીધી છે. આ ગાડી એક sub 4 meter compact SUV છે જે Sonet અને Seltos વચ્ચે ની એક ખાલી જગ્યા ને ભરવા માટે launch કરવામાં આવી છે. આમ તો છેલ્લા ઘણા સમય થી Kia એ Syros ના ઘણા teasers બહાર પાડયા જ હતા, તેના પર થી આ ગાડી ની design નો ખ્યાલ તો આવી જ ગયેલો હતો અને હવે આપણે અહી Kia Syros variants and features વિષે વિસ્તાર થી ચર્ચા કરીશું.
Kia Syros powertrain
Syros માં આપણે આગળ ના આર્ટીકલ માં વાત કરી હતી તેમ 1.0 liter 3 cylinder turbo petrol engine મળી જશે જે 116 bhp પાવર,172 nm નો ટોર્ક પ્રદાન કરે છે અને 1.5 liter 4 cylinder diesel engine મળી જાય છે જે 120 bhp પાવર, 250 nm નો ટોર્ક પ્રદાન કરે છે. અહી બંને engine સાથે manual અને automatic વિકલ્પ મળી જાય છે. HTK variant ફક્ત petrol engine સાથે આવે છે જ્યારે તે સિવાય ના બધા જ variant માં petrol અને diesel નો વિકલ્પ મળી જાય છે. Petrol માં HTK+ variant થી 7 speed dual clutch automatic transmission નું વિકલ્પ મળી જાય છે અને diesel માં HTX+ variant થી 6 speed automatic torque converter નું વિકલ્પ મળી જાય છે.
Kia Syros variants and features, dimensions અને colors
Syros માં છ variants આવે છે જે HTK, HTK O, HTK+, HTX, HTX+,HTX+ O છે. અહી આપણને Syros ના બધા જ variants માં 8 monotone color options મળી જવાના છે જેમાં Frost Blue, Glacier White Pearl, Sparkling Silver, Intense Red, Imperial Blue, Pewter Olive, Gravity Grey અને Aurora Black Pearl નો સમાવેશ થાય છે. Variant પ્રમાણે આવતા features ની માહિતી આપણે આગળ વિસ્તાર થી જોઈશું. Kia Syros માં EV9 અને EV3 થી પ્રેરિત design language જોવા મળે છે Syros ની લંબાઈ 3995 mm, પહોળાઈ 1800 mm, ઊંચાઈ 1665 mm અને 2550 mm નો સારો એવો wheelbase મળી જાય છે અને સાથે 465 liter નું boot space મળી જાય છે.
HTK
આ variant ફક્ત પેટ્રોલ એંજિન સાથે આવે છે અને અહી 6 speed manual transmission નો વિકલ્પ જ મળે છે. પરંતુ Kia એ Syros ના base variant થી જ interior features આપવામાં કોઈ જ કચાશ રાખી નથી. Exterior માં અહી Halogen headlamps, shark fin antenna, આજ ના જમાનામાં premium ગણાતા એવા flush door handles, 15 ઇંચ steel rim wheels અને cover મળી જાય છે.
Interior માં black અને grey color માં dual tone interior મળી જાય છે, તેની સાથે 12.3 ઇંચ ની infotainment display અને 4.2 ઇંચ ની driver cluster MID, 4 speakers, wireless android auto અને apple car play, આગળ અને પાછળ C type charging ports, 2 spoke tilt adjust steering wheel, steering mounted audio controls, reverse camera, electrically adjustable mirrors, બધા જ doors માં power windows અને sun shade curtains, cup holders ની સાથે front armrest, પાછળ પણ AC vents અને central locking ની સાથે remote key ની સુવિધા મળી જાય છે.
HTK O
Kia Syros ના આ variant થી આપણને petrol અને diesel એમ એંજિનના બંને વિકલ્પો મળવાની શરૂઆત થઈ જાય છે પરંતુ અહી બંને એંજિન ના વિકલ્પો માં manual transmission જ આવે છે. HTK variant માં મળતા features ઉપરાંત અહી sunroof, turn signals ની સાથે electrically foldable mirrors, petrol model માં 15 ઇંચ ના steel wheels અને diesel model માં 16 ઇંચ ના alloy wheels મળી જાય છે. ઉપરાંત અહી roof rails, driver માટે height adjustable seats અને 4 speakers સાથે વધુ 2 tweeters પણ મળી જાય છે.
HTK+
આ variant માં petrol અને diesel એમ બંને એંજિન ના વિકલ્પો મળી જાય છે અને આપણે આગળ વાત કરી તેમ આ variant થી petrol model ની સાથે 7 speed DCT automatic transmission નું વિકલ્પ પણ ઉપલબ્ધ થઈ જાય છે. આ variant થી ઘણા premium features મળવાની શરૂઆત થઈ જાય છે. આ variant માં petrol અને diesel બંને વિકલ્પો સાથે petrol માં automatic transmission મળે છે.
Interior માં HTK O variant માં મળતા features ઉપરાંત 16 ઇંચ ના alloy wheels, panoramic sunroof, cloud blue અને grey color માં dual tone interior અને તે પણ mint green ની છાંટ સાથે મળી જાય છે. petrol automatic model માં engine start/stop button, keyless entry, remote માંથી જ windows up/down તથા one touch up/down driver console buttons, rear disc brakes, drive modes follow me headlamps, અને peddle shifters મળી જાય છે. ઉપરાંત પાછળ ની reclinable seats અને cup holders સાથે rear seat armrest, rear parcel tray, cruise control અને traction control પણ મળી જાય છે.
HTX
આ variant માં પણ petrol અને diesel એમ બંને એંજિન ના વિકલ્પો મળી જાય છે અને petrol model માં automatic transmission નું વિકલ્પ પણ મળી જાય છે જ્યારે diesel માં manual transmission જ આવે છે. આ variant માં HTK+ માં આવતા features ઉપરાંત rear wiper અને washer, LED setup માં headlamps, DRLs અને taillamps મળી જાય છે. Cloud blue color માં leather seats અને steering મળી જાય છે જ્યારે gear knob પણ leather covered મળે છે. અહી ઘણું જ premium feature એવું આગળ ની seats ventilated મળી જાય છે અને સાથે petrol automatic માં electronic parking brake અને auto hold ની સુવિધા મળી જાય છે.
HTX+
આ variant થી Kia ના ખરા premium features મળવાની શરૂઆત થઈ જાય છે. આ variant માં petrol અને diesel બંને એંજિન ના વિકલ્પો માં automatic transmission મળે છે. જ્યારે અહી manual નું વિકલ્પ ઉપલબ્ધ નથી. HTX variant માં મળતા features ઉપરાંત અહી 17 ઇંચ ના alloy wheels, puddle lamps કે જેમાં દરવાજો ખોલતા નીચે જમીન પર KIA નું પ્રતિબિંબ દેખાય, matte orange color ની છાંટ સાથે dual tone interior, wireless charger, brake અને acceleration ના alloy pedals, 64 color options સાથે ની ambient lights, 12.3 inch ની multi information display driver માટે, 5 ઇંચ ની touchscreen display AC ના controls માટે મળી જાય છે.
ઘણા જ premium એવા Harman Kardon ના 8 speakers, Kia Connect, Over The Air (OTA) software update, Air purifier અને તે પણ AQI display સાથે, આજ ના કળયુગ માં ખૂબ જ જરૂરી એવો dual camera dashcam, પાછળ ની seats માં પણ ventilation ની સુવિધા અને ડ્રાઇવર ની seat માં power adjustable ની સુવિધા મળી જાય છે.
HTX+ O
આ variant માં પણ HTX+ variant ની જેમ જ petrol અને diesel બંને એંજિન ના વિકલ્પો માં automatic transmission મળે છે. HTX+ variant માં મળતા features ઉપરાંત અહી front અને rear parking sensors, 360º camera, level 2 ADAS અને blind spot monitor મળી જાય છે. હવે આવનાર જાન્યુઆરી 2025 માં Bharat mobility show માં Kia એ Syros ના variants પ્રમાણે કિમત જાહેર કરશે એટલે તમારી સમક્ષ ફરીવાર એક નવી આર્ટિક્લ લઈ ને હાજર થઈ જઈશું અથવા આ જ આર્ટિક્લ માં કિમતો ને ઉમેરી દઇશું જેથી એક જ જગ્યા એ તમને આખું ભાણું મળી રહે.
2 thoughts on “Kia Syros variants and features-જાણો કયા variant માં શું શું મળી રહ્યું છે,જાન્યુઆરી 2025 માં કિમત વિષે પણ માહિતી મળી જશે.”