ભારત માં compact SUV ના segment ની સૌપ્રથમ ગાડી એટલે કે Creta કે જેનું EV version જાન્યુઆરી 2025 મા યોજાનાર auto expo માં launch થવા જઈ રહ્યું છે. થોડા સમય થી શહેરો ના રસ્તા ઑ પર આ ગાડી ના taste mules તો જોવા મળી જ રહ્યા હતા અને હવે અહી થોડી વધુ વિગતો પણ જાણવા મળી રહી છે તો આવો આપણે જાણીએ આવનારી Hyundai Creta EV વિષે ની થોડી વધુ માહિતી.
આમ તો Hyundai ની 2 EV ગાડીઓ Ioniq અને Kona ભારતીય બજારો માં છે જ પરંતુ આ બંને ગાડીઓ પાસે થી જરૂરી એવા પૂરતા sales figures ના મળતા કંપની એ અહી હાલ માં ભારત માં ધૂમ મચાવતા compact SUV ના segment ને લક્ષ્ય માં રાખી ને પોતાની સૌથી સફળ compact SUV Creta ને જ EV ના version માં launch કરવાનું યોગ્ય સમજ્યું.
Exterior
અહી આપણને હાલ માં જ launch થયેલી newgen Creta ની છાંટ Creta EV ના exterior અને interior એમ બંને માં મળી જવાની છે. આ સાથે જ અહી આવતા interior ના આધુનિક અને ઉપયોગી features પણ અહી repeat થવાના છે. હાલ ની ICE એંજિન Creta જે platform પર બનેલી છે તે જ K2 platform પર Creta EV બનવા જઈ રહી છે પરંતુ અહી EV version માટે અમુક જરૂરી ફેરફારો સાથે K2 platform ને skateboard platform જેવુ રૂપ આપવામાં આવશે.
Cosmetic changes એટલે કે exterior ના ફેરફારો ની વાત કરીએ તો અહી આપણને આગળ અને પાછળ નું bumper સંપૂર્ણ રીતે નવી જ design માં જોવા મળવાનુ છે. અહી ગાડી ઇલેક્ટ્રિક હોવાને કારણે front radiator grille ની જગ્યા એ closed-off front grille મળશે અને તેના પર લાગેલ કંપની નો logo પણ નવેસર થી design થયેલ જોવા મળશે. આ સાથે જ અહી 18 ઇંચ ના aero-optimized alloy wheels, connected LED tail lamps, new designed roof rails, rear spoiler, panoramic sunroof વગેરે જેવા features મળી જવાના છે.
Interior & safety
Interior માં મુખ્યત્વે તો હાલ માં જ launch થયેલી newgen Creta ની જ design જેવી જ design મળી જશે અને તેના સિવાય અહી વધારા માં 10.25-inch digital instrument cluster અને 10.25-inch touchscreen infotainment system બંને સાથે, steering column-mounted drive selector, dual zone automatic climate control, 8 way electrically adjustable and ventilated seats, a rotary dial for the drive mode selector, wireless charger and wireless android auto & apple car play મળી જવાના છે.
આ સિવાય અહી ચાલક ની સગવડો અને ગાડી ની સલામતી માં વધારો કરતાં 3-spoke steering wheel with paddle shifters, drive selector stalk on the steering column, cruise control, auto-dimming IRVM, 6 airbags, level 2 ADAS, traction control, hill hold, hill decent control, ESP, EBD, 360º camera, rear disc brakes, electronic parking brake, TPMS વગેરે જેવા features મળી જવાના છે.
Battery, powertrain & range
અહી આપણને 45 kW ની બેટરી મળી જવાની છે જેની અંદાજિત range 450 km થી 500 km સુધી ની આંકવામાં આવી રહી છે અને અહી આપણને 2 motor ના વિકલ્પો એટલે કે front wheels માં motor એટલે કે front wheel drive અને all wheel drive નું function પણ મળી જવાની સંભાવના છે. આ motor 136 bhp પાવર અને 255 nm નો ટોર્ક ઉત્પન્ન કરશે. આ સાથે અહી આપણને fast charging ની સુવિધા પણ મળી જવાની છે કે જેથી લાંબી મુસાફરી દરમ્યાન પણ 30 મિનિટ માં 80% જેટલું charging થઈ જાય.
Rivals
Hyundai Creta EV ના પ્રતિસ્પર્ધીઓ માં Tata Curvv EV તથા 2025 માં લોંચ થનારી TATA Harrier EV, MG ZS EV, Mahindra XUV400 તથા 2025 માં લોંચ થનારી Mahindra BE 6e અને XEV 9e, Maruti Suzuki eVX છે. 2025 માં આમ જોવા જઈએ તો ઘણી EV launch થવાની લાઈન માં છે અને Skoda તથા Volkswagen જેવી કંપનીઓ પણ હવે EV ના ક્ષેત્ર માં ધીમે ધીમે પ્રવેશી રહી છે. માટે અહી Creta EV ની કિમત ₹20 લાખ થી શરૂ થાય તેવી સંભાવના છે.
ભારત માં ICE engines(internal combustion engines) માંથી ઇલેક્ટ્રિક ગાડીઓ માં જવાનો ગ્રાહકો નો પ્રવાહ વધુ જ ધીમો છે અને TATA-Mahindra જેવી દેશ ની જ કંપની ઑ પોતાના સારા products સાથે અહી પગ જમાવીને વ્યાપાર લારી રહી છે. જો કે compact SUV ના segment નો રાજા Creta રહી છે અને હવે તેના જ EV version ને ગ્રાહકો તરફ થી કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું !
Also read : Kia Syros – rugged compact SUV is about to make debut in 2025
Also read : TATA Sierra 2025 EV or ICE ?
4 thoughts on “Hyundai Creta EV-most anticipated EV of 2025 from Korean side”