Honda Elevate EV – બની શકે છે Honda ની ભારત માં સૌપ્રથમ EV

હાલ ના સમય માં EV ની ઘટતી જતી માંગ સાથે અને કંપનીઑ દ્વારા વધતાં જતાં EV ના launching સાથે Japanese giant Honda પણ પોતાની નવી જ launch કરેલી SUV Elevate ને ફરી થી Honda Elevate EV તરીકે launch કરવા જઈ રહ્યું છે. Honda ની Accord, City જેવી ગાડીઓ hybrid system સાથે તો આવે જ છે પરંતુ Honda Elevate EV એ ભારત માં Honda તરફ થી પહેલી full EV હશે.

કંપની એ પોતાના ACE (Asian Compact Electric) project અંતર્ગત જ 2030 સુધી ભારત માં 5 થી 6 suv launch કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને Honda Elevate EV ના launching સાથે આ project અંતર્ગત થનાર launchings ની શરૂઆત થઈ જશે. ઉપરાંત અહી Honda India એ પણ સુનિશ્ચિત કર્યું છે કે Honda Elevate EV નું ઉત્પાદન કંપની ના ટપુકરા, રાજસ્થાન ખાતે આવેલા પ્લાન્ટ માં જ થશે. લગભગ બધી જ ઑટોમોબાઇલ કંપનીઑ ની જેમ Honda પણ Honda Elevate EV તથા પોતાની અન્ય નવી ગાડીઓ નું ઉત્પાદન ભારત માં જ કરવા માંગે છે અને વધુ માં વધુ ઉત્પાદન ભારત માં કરી ને અહી થી જ પોતાની products export કરવા પણ માંગે છે.

અહી Honda Elevate EV માં અંદર થી અને બહાર થી વધુ કોઈ ફેરફારો જોવા મળે તેવી સંભાવના તો ઓછી છે. અહી આગળ અને પાછળ ના bumpers અને lights માં ફેરફારો કરી ને Elevate નું facelift version તૈયાર કરવામાં આવશે અને આંતરિક રીતે DG9D ના codename સાથે જાણીતી Elevate EV માં અહી હાલ ની ICE Elevate નો જ platform પણ વાપરવામાં આવશે. અહી હવે જોવાનું એ રહે છે કે સામાન્ય રીતે EV ગાડીઑ માં Skateboard type નો platform વાપરવામાં આવે છે જ્યારે અહી ICE ગાડી નો જ પ્લેટફોર્મ વાપર્યા પછી બેટરી અને મોટર નું setup કઈ રીતે કરવામાં આવે છે.

જો કે અહી કંપની અનુસાર હાલ ના ICE (internal combustion engine) મોડેલ નો પ્લેટફોર્મ એ સારી એવી safety, strength, smoother handling ધરાવે છે. આ platform ને લીધે ગાડી ને સારી એવી ride quality મળે છે તથા ગાડી અને ડ્રાઇવર બંને ની road presence માં વધારો થાય છે. આમ પણ Honda ની City, Jazz જેવી ગાડીઓ 4 star જેવા સારા safety ratings મેળવી ચૂકી છે અને અહી કંપની અનુસાર EV મોડેલ ના C pillar ની મજબૂતાઈ માં પણ વધારો કરવામાં આવ્યો છે જેથી ગાડી ની પાછળ થી થતાં આઘાતો માં પણ ગાડી માં બેઠેલા મુસાફરો ની સલામતી સુનિશ્ચિત કરી શકાય.

Honda Elevate EV ની બેટરી ની ક્ષમતા 40-50 kWh હોઈ શકે છે જે 400+ km ની range સાથે આવી શકે. અહી એક વસ્તુ નોંધનીય છે કે વધુ મોટું બેટરીપેક આપવામાં ગાડી ની કિમતો ઘણી ઊચી જઈ શકે છે અને અહી Elevate EV એ ખૂબ જ સ્પર્ધાત્મક બજાર માં પોતાના પગ જમાવવાના છે માટે અહી મધ્યમ બેટરીપેક આવે એ જ કંપની માટે ધાર્યા sales figures મેળવવા માટે જરૂરી છે. Honda Elevate EV એ front wheel drive હશે એટલે કે મોટર નો પાવર આગળ ના wheels માં આપવામાં આવશે.

Elevate EV એ આમ તો હાલ ની ICE Elevate પર જ આધારિત હશે એટલે અહી હાલ ની Elevate માં આવતા premium features જેવા કે ADAS, 360º camera, panoramic sunroof, ventilated front seats અને powered seat અને ઉપરાંત leatherette seats, 10.25 inch infotainment display, બધા જ મુસાફરો માટે seatbelt reminder, wireless charger, auto-dimming IRVM, ambient lighting, automatic climate control વગેરે જેવા features પણ મળી જવાના છે.

Honda Elevate EV ના મુખ્ય પ્રતિસ્પર્ધીઓ માં 2025 માં launch થનાર TATA Harrier EV, Maruti e Vitara, TATA Sierra EV, Mahindra BE 6e અને XEV 9E, TATA Curvv EV જેવી ગાડીઓ છે જેમાંથી TATA Curvv EV સિવાય બધી જ ગાડીઓ માં AWD ( All wheel drive ) નો વિકલ્પ મળવાની ઘણી જ સંભાવનાઓ છે જ્યારે અહી Honda આ આ વિષય પર કોઈ પણ માહિતી આપી નથી અને અમારી દ્રષ્ટિ એ તો કિમતો ને નીચી રાખવા જ રીતે Elevate EV માં મધ્યમ ક્ષમતા નું બેટરીપેક આવશે તે જ રીતે અહી AWD ના વિકલ્પ ને પણ બાકાત જ રાખવામાં આવશે. આ સિવાય Honda તરફ થી કોઈ પણ નવી માહિતી  આવતા અહી તમારી સમક્ષ રજૂ કરીશું.

Image source

Also read : Winter car care tips -શિયાળા ની ઋતુ મા ગાડી માટે ની જરૂરી સંભાળ તથા તકેદારીઓ

Exit mobile version