Honda અને VW આપી રહી છે તોતિંગ discounts on MY 23-24 models – નવા નવા launches ને લીધે કંપનીને જૂના સ્ટોક ને વેચવામાં છે ઉતાવળ

જેમ જેમ વર્ષ 2024 નો અંત નજીક આવતો જાય છે તેમ તેમ ઘણી ઓટોમોબાઈલ કંપનીઑ પોતાના old stock clearance પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એક બાજુ ઓટોમોબઈલ સેક્ટર થોડી મંદી નો સામનો કરી રહ્યું છે અને બીજી બાજુ એક પછી એક નવી નવી ગાડીઓ ના launchings ચાલુ જ છે. નવા launchings માં હાલ માં EV ગાડીઓ મોખરે છે,આ સિવાય ICE ગાડીઓ માં પણ Maruti Suzuki 4th gen Dzire, બે દિવસ પહેલા જ launch થયેલ Honda 3rd gen Amaze, Skoda Kylaq, આગળ ના સમય માં launch થનાર Kia Syros અને VW Tera વગેરે જેવી ગાડીઓ ના લીધે હવે અહી કંપનીઓ માટે 2024 અને 2023 નું ઉત્પાદન વર્ષ એટલે કે manufacturing year ધરાવતી ગાડીઓ નું વહેલી તકે વહેચાણ જરૂરી બન્યું છે.

આ બધા પરીબળો ને ધ્યાન માં રાખતા Honda અને Volkswagen પોતાના લગભગ બધા જ models પર અલગ અલગ પ્રકારે cash discounts અને offers આપી રહી છે. તો આવો આ તક નો લાભ લેવા આપણે વિસ્તાર થી માહિતી મેળવીએ.

Discount on Honda cars

Japanese giant Honda ગયા મહિના ની જેમ આ મહિના માં પણ તેના selected models પર સારું એવું cash discount આપી રહી છે અને આ સિવાય corporate discount, scrappage discount, loyalty bonus, accessories વગેરે રસ્તાઑ થી પણ સારી એવી offers આપી રહી છે અને આ સાથે જ અમુક selected models પર 7 વર્ષ/unlimited કિલોમીટર ની extended warranty તો ખરી જ ! અહી મળતા discount અને offers એ તમારા શહેર અને ડીલરશીપ પર આધારિત છે. વધુ ચોક્કસ માહિતી માટે આપની નજીક ની ડીલરશીપ નો સંપર્ક કરો.

Discount on Amaze

Image source : https://www.hondacarindia.com/honda-amaze-2g

આપણે આગળ વાત કરી તેમ 4 ડિસેમ્બર ના રોજ થયેલ 3rd gen Amaze ના launching લીધે 2nd gen Amaze ના સારા એવા units ડીલરશીપ ના stock yards માં બચ્યા છે. માટે 2nd gen Amaze પર કંપની તરફ થી ₹1.26 લાખ સુધી નું સારું એવું discount મળી રહ્યું છે. નવી જ launch થયેલ 3rd gen Amaze માં તેની 2nd gen Amaze માં આવતું 1.2 liter 4 cylinder naturally aspirated petrol engine આવે છે. જો તમે Honda ના ચાહક છો અને શહેરી વિસ્તાર ના ટ્રાફિક માં ચલાવવા માટે એક compact sedan તરફ જવા માંગો છો તો આ એક સારી deal સાબિત થઈ શકે છે.

Discount on City

Image source : https://www.hondacarindia.com/honda-city-5th-generation

Honda ની એક trademark સમાન ગાડી Honda City પર કંપની તરફ થી હાલ માં ₹1.15 લાખ જેટલું discount મળી રહ્યું છે. ગયા મહિના માં આ discount ₹1.25 લાખ જેટલું હતું જેને આ મહિના માં થોડું ઘટાડવામાં આવ્યું છે. ઉપરાંત City નું જ એક premium version Honda City hybrid માં પણ કંપની ₹90,000 સુધી નું discount આપી રહી છે. Honda City માં 1.5 liter 4 cylinder petrol engine આવે છે અને hybrid version માં 27 km/l ની સારી એવી mileage મળી જાય છે.

Discount on Elevate

Image source : https://www.hondacarindia.com/honda-elevate

Honda Elevate માં આપણે ડિસેમ્બર ના મહિના માં ₹96,000 જેવુ જોરદાર discount મળી રહ્યું છે. જો કે બે મહિના પહેલા થી જ Elevate પર અનુક્રમે ₹75,000 અને ₹86,000 જેવુ discount મળી જ રહયું હતું. આ સાથે જ Elevate ના apex edition માં મળતી special kit ની કિમત પણ ₹20,000 થી ઘટાડી ને ₹15,000 કરવામાં આવી છે. Honda Elevate માં પણ City નું જ 1.5 liter 4 cylinder petrol engine આવે છે.

Discounts on Volkswagen cars

જર્મન કંપની Volkswagen એ પણ વર્ષ ના અંત માં પોતાના પૂરેપૂરા lineup પર અલગ અલગ રીતે discount અને offers આપવાની જાહેરાત કરી દીધી છે. અહી total discount માં exchange bonuses/scrappage policy discount, corporate discount અને cash discount નો સમાવેશ થાય છે. આ પહેલા પણ આપણે Volkswagen ની આગામી સમય માં આવનાર ગાડીઓ વિષે એક આર્ટીકલ રજૂ કર્યો હતો. હવે બની શકે કે અહી નવી ગાડીઓ ના launching પહેલા કંપની આ રીતે પોતાનો આગળ નો stock ખાલી કરવાના મૂડ માં હોય. પણ ગ્રાહકો ને પોતાને સારી deal મળતી હોય તો જર્મન ગાડી ખરીદવાની આ તક ચુકવા જેવી નથી.

અહી મળતા discount અને offers એ તમારા શહેર અને ડીલરશીપ પર આધારિત છે. વધુ ચોક્કસ માહિતી માટે આપની નજીક ની ડીલરશીપ નો સંપર્ક કરો.

Discount on Virtus

Image source : https://www.volkswagen.co.in/en/models/virtus.html

Virtus પર કુલ ₹1.50 લાખ જેટલું discount મળી રહ્યું છે જેમાં ₹1 લાખ નું cash discount શામેલ છે અને Virtus ના 1.5 liter engine સાથે ના variant પર exchange bonus અથવા તો scrappage bonus બે માંથી એક અને કંપની અનુસાર loyalty bonus તરીકે કુલ ₹50,000 સુધી નું discount મળી રહ્યું છે. અહી 2023 નું manufacturing ધરાવતા models પર વધુ ₹50,000 નું discount મળી રહ્યું છે અને 2 airbags ધરાવતા variants પર ₹40,000 સુધી નું discount મળી રહ્યું છે. અહી નોંધનીય છે કે સરકાર તરફ થી જૂન 2024 પછી બધી જ ગાડીઓ માં 6 airbags ફરજિયાત કરવામાં આવેલા. Highway ની મુસાફરી માટે Virtus એ ખૂબ જ આરામદાયક ગાડી છે.

Discount on Taigun

Image source : https://www.volkswagen.co.in/en/models/taigun.html

Taigun માં કંપની તરફ થી જોરદાર એવું ₹2 લાખ સુધી નું discount મળી રહ્યું છે જેમાં ₹1.50 લાખ નું cash discount આવે છે અને બિલકુલ Virtus ની જેમ જ 1.5 liter engine સાથે ના variant પર exchange bonus અથવા તો scrappage bonus બે માંથી એક અને કંપની અનુસાર loyalty bonus તરીકે કુલ ₹50,000 સુધી નું discount મળી રહ્યું છે. અહી 2023 નું manufacturing ધરાવતા models પર વધુ ₹50,000 નું discount મળી રહ્યું છે અને 2 airbags ધરાવતા variants પર ₹40,000 સુધી નું discount મળી રહ્યું છે. Compact SUVs ના segment માં Taigun એ સારી એવી પકડ ધરાવે છે અને પોતાની reliability માટે જાણીતી છે.

Discount on Tiguan

Image source : https://www.volkswagen.co.in/en/models/tiguan.html

Tiguan પર અધધ ₹4.90 લાખ સુધી નું discount મળવા જઈ રહ્યું છે આટલે કે ગાડી ની કુલ on road કિમત ના 10% જેવુ discount અલગ અલગ રીતે મળી રહ્યું છે. અહી ₹2 લાખ નું cash discount મળે છે. ₹1.50 લાખ સુધી નું exchange bonus અથવા તો ₹20,000 નું scrappage bonus મળી જાય છે. ઉપરાંત અહી ₹50,000 નું loyalty bonus તો ખરું જ. 2023 નું manufacturing ધરાવતા models પર અહી ₹90,000 ની કિમત નું 4 વર્ષ નું maintenance package પણ ઉપલબ્ધ છે. Volkswagen ના આ સૌથી top end variant માં 2 liter turbo petrol engine મળી જાય છે જે 190 bhp પાવર ઉત્પન્ન કરે છે અને 4X4 transmission સાથે પણ મળી જાય છે.

Also read : Winter car care tips -શિયાળા ની ઋતુ મા ગાડી માટે ની જરૂરી સંભાળ તથા તકેદારીઓ

Also read : Right time to buy a car in 2024 – TATA, Hyudai, Toyota and other brands giving good deals

1 thought on “Honda અને VW આપી રહી છે તોતિંગ discounts on MY 23-24 models – નવા નવા launches ને લીધે કંપનીને જૂના સ્ટોક ને વેચવામાં છે ઉતાવળ”

Leave a Comment

Exit mobile version