આપણે લગભગ આજ થી એક મહિના પહેલા માર્કેટ માં ચાલતી Honda ની EV bikes ની અટકળો વિષે એક આર્ટિકલ પ્રકાશિત કર્યો હતો તે બધી જ અટકળો ને સાચી પાડતા આખરે Honda એ ભારત માં તેના પ્રથમ e-scooters Honda Activa e and QC 1 launch કરી દીધા છે. આપણે થોડા દિવસો પહેલા ના અને આપણા Activa e વિષે ના બીજા નંબર ના આર્ટીકલ માં વાત કરી હતી તેમ આજ ના સમય માં જરૂરી એવી removable battery ની સુવિધા પણ અહી Activa e માં મળવા જઈ રહી છે અને આપણે આગળ ના બંને આર્ટિકલો માં ચર્ચા કરી હતી તેમ Activa e ની સાથે બીજું launch થયેલ e-scooter QC 1 માં removable battery ની સુવિધા જોવા મળતી નથી.
Activa e અહી BaaS (Battery as a service) ની સુવિધા સાથે આવશે જેની ચર્ચા આપણે MG Windsor ના launching વખતે એક અલગ થી આર્ટીકલ માં કરેલી છે. અહી એક twist એ પણ છે કે Activa e ને તમે તમારા ઘરે ચાર્જ નહીં કરી શકો, તમારે ફરજિયાતપણે Honda ના swap stations પર જઈ ને બેટરીઓ ની અદલાબદલી કરવી જ પડશે જ્યારે QC 1 ને તમે ઘર ની સામાન્ય power supply વડે ઘરે જ ચાર્જ કરી શકશો. હવે આપણે આગળ બંને scooters ના અમુક specifications જોઈ લઈએ અને પછી આગળ વાત કરીએ.
Honda Activa e
Activa e ના 2 versions છે, એક છે base variant અને બીજું છે RoadSync Duo થી સજ્જ variant. આ બંને variants માં લગભગ બધુ જ એક સમાન જ મળે છે સિવાય કે base variant માં 5 ઇંચ ની TFT display મળે છે જેમાં બહુ થોડી માહિતી સાથે Bluetooth connectivity મળે છે જ્યારે RoadSync Duo app થી સજ્જ variant માં 7 ઇંચ ની TFT display મળે છે જેમાં વધુ માહિતી ની Bluetooth connectivity સાથે turn by turn navigation, vehicle diagnostics, accept/reject call, OTA(over the air) updates, music, swap battery station location અને call sms alerts અને અન્ય notification alert જેવા features મળી જાય છે.જો કે RoadSync Duo app ની સુવિધા 1 વર્ષ સુધી જ ફ્રી મળે છે.
Activa e નું વજન 118-119 kg છે અને તેમાં ભારતીય રસ્તાઑ માટે 171 mm નું સારું એવું ground clearance મળી જાય છે. ઉપરાંત અહી 765 mm ની સીટ ની ઊંચાઈ મળે છે. અહી આગળ telescopic suspension મળે છે જ્યારે પાછળ ડાબી બાજુ માં એક જ spring shock absorber મળી જાય છે. આગળ અહી 160 mm ની disc brake મળે છે અને પાછળ 130 mm ની drum brake મળી જાય છે. અહી બંને variants માં આગળ અને પાછળ 12 ઇંચ ના alloy wheels મળી જાય છે. આગળ અહી ઘણો જ આકર્ષક apron mounted LED headlamp અને indicators મળી જાય છે અને handle bar પર LED DRL મળી જાય છે અને પાછળ પણ LED taillamp અને indicators મળી જાય છે.
હવે આવે છે મુખ્ય વાત ! Activa e માં 1.5 kWh ની બે બેટરીઓ આવે છે જે hub mounted PMSM motor ને 6 kW પાવર અને 22 nm નો ટોર્ક ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. આ મોટર વડે Activa e 80 km/h સુધી ની સ્પીડ ગ્રહણ કરી શકે છે અને 0-60 km/h ની સ્પીડ 7.3 સેકન્ડ માં પ્રાપ્ત કરી લે છે. અહી IDC(Indian driving cycle) પ્રમાણે 1 full charge માં 102 km ની range મળી જાય છે. આ સિવાય અહી remote key, આગળ apron માં બે નાના નાના compartments અને તેની ઉપર જ ડાબી બાજુ USB C type ચાર્જિંગ પોર્ટ મળી જાય છે. અહી બે બેટરીઓ હોવાથી gearless scooters ની ખાસિયત એવા under seat storage નું બલિદાન લેવામાં આવ્યું છે.
ત્રણ driving modes Eco, Standard અને Sport સાથે આપણને reverse mode પણ મળી જાય છે. Honda ના global model CUV e અને Activa e વચ્ચે design અને features માં ઘણી જ સમાનતાઓ જોવા મળે છે. અહી બેટરીઓ ને ઘરે ચાર્જ કરવાની હોતી નથી અને ફક્ત swap stations પર થી બંને બેટરીઓ ની અદલ બદલી જ કરવાની રહે છે અને એક રીતે કંપની તરફ થી ભાડે મળતી બંને બેટરીઓ નો service charge ચૂકવવાનો રહે છે. BaaS (Battery as a service) ની વધુ માહિતી માટે આ આર્ટિકલ વાંચી શકો છો. અહી 3 વર્ષ અને 50,000 km સુધી ની company warranty મળી જાય છે જ્યારે બેટરીઓ ની સંપૂર્ણ જવાબદારી કંપની ની જ રહે છે.
મુદ્દા ની વાત અહી એ છે કે હાલ માં બેંગલોર અને દિલ્હી માં જ Honda ના battery swap stations ઉપલબ્ધ છે અને કંપની મુંબઈ માં પણ આવા stations ઊભા કરવા પર કામ કરી રહી છે,આથી શરૂઆત માં Activa e નું બુકિંગ અને વહેચાણ આ ત્રણ શહેરો માં જ થવાનું છે. હવે જોવાંનું એ રહે છે કે Honda તેના બીજા પ્રતિસ્પર્ધીઓ ને પાછળ રાખતા કેટલીક જલ્દી થી આવા stations ઊભા કરી લે છે. Activa e નું ઉત્પાદન Honda ના નારસીપૂરા, કર્ણાટક ખાતે ના પ્લાન્ટ માં શરૂ થશે. Honda ના Red wing dealers પાસે જાન્યુઆરી 2025 થી બુકિંગ શરૂ થશે અને ફેબ્રુઆરી 2025 માં deliveries શરૂ થવાની સંભાવના છે.
Honda QC 1
QC 1 એ પહેલી નજરે Activa e નો બિલકુલ નાનો ભાઈ જ લાગે છે. QC 1 એ કદ માં તેના ભાઈ કરતાં નાનું અને 89.5 kg વજન ધરાવતું એવું e-scooter છે કે જેમાં કંપની એ ઓછી કિમતો ના segment માં હરીફાઈ માટે સારું એવું cost cutting કરેલું છે. અહી આપણને 5 inch ની negative LCD display મળી જાય છે જેમાં Bluetooth connectivity આવતી નથી. અહી under seat માં 26 liter ની boot space મળી જાય છે. આગળ 12 ઇંચ અને પાછળ 10 ઇંચ ના alloy wheels મળે છે અને સાથે આગળ 130mm અને પાછળ 110 mm ની drum brakes મળી જાય છે.
અહી seat નીચે ના મળતા storage ઉપરાંત આગળ apron માં પણ નાનું એવું storage compartment મળી જાય છે અને અહી પણ આપણને ચાર્જિંગ પોર્ટ મળી જાય છે. QC 1 માં આપણને remote key ની જગ્યા એ સાદી conventional key જ મળી જાય છે. આગળ telescopic fork અને પાછળ 2 spring suspensions મળી જાય છે. અહી આગળ apron mounted LED headlamp અને indicators મળે છે જ્યારે QC 1 માં LED DRL નો અભાવ જોવા મળે છે. જો કે પાછળ અહી નાનો એવો LED taillamp અને indicators મળી જાય છે. અહી eco અને standard drive mode મળે છે જ્યારે reverse mode મળતો નથી.
QC 1 માં 1.5 kWh ની એક બેટરી મળી જાય છે જે fixed છે એટલે કે તે scooter ની સાથે જ આવે છે અને એક નાની બેટરી ના લીધે જ અહી under seat storage મળી જાય છે. આ બેટરી એ hub-mounted BLDC motor ને પાવર આપે છે જેથી આ મોટર 2.4 hp પાવર અને 77 nm નો ટોર્ક ઉત્પન્ન કરે છે. મોટર અહી નાની મળતી હોવાથી QC 1 ની top speed 50 km/h ની મળે છે અને એક ચાર્જ માં 80 km સુધી ની range મળે છે. QC 1 ને 0-40 km/h સુધી પહોંચવામાં 9.7 સેકન્ડ જેટલો સમય લાગી જાય છે જે મોટર ના મધ્યમ પ્રદર્શન ની નિશાની છે.
અહી એ પણ નોંધનીય છે કે QC 1 ની સાથે કંપની તરફ થી જે 330 watt નું ચાર્જર આવે છે તેના વડે એક full charge કરવામાં લગભગ 7 કલાક જેટલો લાંબો સમય લાગી જાય છે જ્યારે કંપની ના કહેવા અનુસાર QC 1 ને 0-80% સુધી ચાર્જ થવામાં 4 કલાક અને 30 મિનિટ જેટલો સમય લાગે છે. QC 1 મા fixed battery હોવાથી ઘર ના સામાન્ય power supply વડે સીટ ના આગળ ના ભાગ ની નીચે જ આપેલ ચાર્જિંગ પોર્ટ દ્વારા ચાર્જ કરી શકાય છે. અલબત અહી removable battery ની સુવિધા નહીં હીવાથી, range ઓછી અને charging time વધુ હોવાથી સમયે સમયે ચાર્જ કરતાં રહેવું પડે તેવું લાગે છે.
QC 1 નું ઉત્પાદન પણ Honda ના નારસીપુરા, કર્ણાટક ખાતે ના પ્લાંટ માં શરૂ થશે અને Activa e તથા QC 1 બંને નું વહેચાણ Honda ના Red wing dealers દ્વારા કરવામાં આવશે. QC 1 નું બુકિંગ પણ જાન્યુઆરી 2025 થી શરૂ થશે અને ફેબ્રુઆરી 2025 માં deliveries શરૂ થવાની સંભાવના છે.અહી પણ 3 વર્ષ અને 50,000 km સુધી ની company warranty મળી જાય છે
સ્વાભાવિક છે કે Honda ની બીજી બધી જ products ની જેમ Activa e અને QC 1 બંને બેટરી, features, range અને પાવર ની દ્રષ્ટિ એ સર્વગુણ સંપન્ન તો નથી લાગી રહ્યા પરંતુ હવે 2025 માં યોજાનાર Bharat Mobility show 2025 માં જોવાનું એ રહે છે કે Honda એ પોતાના ભારત માં સૌપ્રથમ e-scooters ની કિમતો કેટલી રાખે છે. આ બંને e-scooters ની કિમતો પર તેના sales figures નું ભાવિ રહેલું છે.
Also read : Hero Vida V2 e scooter launched in sub 1 lakh range
Also read : New low cost scooters from OLA ! Compete in B2B sector
Also read : Only Bangalore will get deliveries of Honda Activa e for now – QC 1 will available as usual
4 thoughts on “આખરે Honda Activa e and QC 1 launch થઈ ચૂક્યા છે-આપની આતુરતા નો અંત”