શું આવી રહી છે Grand Vitara 7 seater ??? ફરીવાર રસ્તાઑ પર દેખાયું e vitara જેવુ દેખાતું taste mule.

Grand Vitara ના launching ને આમ તો 2 વર્ષ થઈ ચૂક્યા છે અને કંપની એ તેનું કોઈ updated કે facelift launch કર્યું નથી. પરંતુ હવે તેની જરૂરિયાત રહે તેવું લાગતું નથી કારણ કે છેલ્લા કેટલાક સમય થી અમુક શહેરો ના રસ્તાઑ પર Maruti Suzuki નું taste mule દેખાઈ રહ્યું છે અને આ પર થી નિષ્ણાંતો ની દ્રષ્ટિએ launch થવા જઈ રહી છે Grand Vitara 7 seater. જો કે કંપની તરફ થી તો આ વિષે કોઈ official statement કે press release નથી કરવામાં આવી. અહી આ taste mule ને જોતાં હાલ માં જ યુરોપિયન દેશો માટે launch થયેલ e Vitara ને હળતી મળતી bumper અને headlights ની designs લાગી રહી છે.

આંતરિક રીતે કંપની માં આ મોડેલ ને Y17 તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. Grand Vitara ના આ મોડેલ ની લંબાઈ માં અને તેના wheelbase માં થોડો વધારો જોવા મળશે કારણ કે અહી એક વધુ સીટ ની હરોળ ઉમેરવાની થાય અને boot space માટે પણ થોડી જગ્યા રાખવાની રહે. અહી આગળ ના bumper માં Y shape માં DRLs અને તેની સાથે જ integrated indicators હોય તેવું લાગી રહ્યું છે અને તેની નીચે bumper માં જ high beam projector headlights દેખાઈ રહી છે. Grille માં પણ અહી નવું જ અને પહોળો air intake આપવામાં આવ્યો છે અને નીચે ની બાજુ LED fog lamps ની જગ્યા બે air dams ની વચ્ચે આપેલી છે.

પાછળ ની બાજુ અહી તદ્દન ચુસ્ત રીતે cover થયેલા mule માં પણ લાગે છે કે આગળ ના LED DRLs ની જેમ જ LED taillights મળી જવાની છે અને આ સાથે જ shark fin antenna, rear defogger મળી જવાના છે. Taillights પણ અહી e Vitara જેવી જ મળી જવાની છે. હાલ માં connected taillights અને connected DRLs થી અલગ અહી full size separate lights મળી જવાની છે. આ સાથે જ અહી કંપની તરફ થી જ integrated spoiler મળી જાય તો પણ નવાઈ નહીં. અહી featured image તો એક SRK designs નામ ના Insta page ની મૂકેલી છે, બાકી અસલી design માં ઘણો જ ફેર જોવા મળી શકે છે.

Inside the cabin મળવાના features ની વાત કરીએ તો અમારી દ્રષ્ટિ એ આજ ના સમય માં બધી ગાડીઓ માં મળતા standard 6 airbags મળી જવાના છે, ઉપરાંત માં અહી ADAS, 360º camera, front parking sensors જેવા safety features તો ખરા જ. અહી taste mule ની અંદર ના ભાગ માં એક floating infotainment display તો દેખાઈ જ રહી છે જે 12 ઇંચ ની લાગી રહી છે. આ સાથે અહી 10.1 ઇંચનું driver cluster મળી જવાની સંભાવના છે જેમાં integrated navigation ની સુવિધા પણ મળી જશે. આ સાથે જ અહી HUD(head up display) જેવુ premium feature પણ મળવાની સંભાવના છે.

જો Grand Vitara 7 seater નું launching થાય તો અહી હાલ ની Grand Vitara માં મળતા બે એંજિન ના વિકલ્પો જ મળી શકે જે 1.5 liter 4 cylinder naturally aspirated K15C mild hybrid petrol engine છે જે 106 hp પાવર અને 136 nm નો ટોર્ક ઉત્પન્ન કરે છે અને બીજું છે 1.5 liter 4 cylinder self rechargeable M15D strong hybrid petrol engine જે 116 hp પાવર અને 141 nm નો ટોર્ક ઉત્પન્ન કરી આપે છે. અહી ગાડી ના ટ્રાન્સમિશન અનુસાર mild hybrid petrol engine માં 21 km/l જેટલી mileage મળી જાય છે. હવે જોવાનું એ રહે છે કે Grand Vitara 7 seater માં કયું એંજિન આવે છે અને તેના વજન અનુસાર mileage માં શું ફેરફાર થાય છે.

બંને જાપાનીઝ કંપનીઑ Maruti Suzuki અને Toyota ની OEM partnership અંતર્ગત e Vitara ના launching પછી ના થોડા સમય માં જ Toyota ની પણ Urban Cruiser EV ના સમાચાર આવ્યા. આ જ રીતે અહી જો Grand Vitara 7 seater આવે તો તેના જ પગલે Hyryder 7 seater ના launching ની પણ પૂરેપૂરી સંભાવના છે. આ બંને ગાડીઑ નું ઉત્પાદન આમ તો એક જ જગ્યા એ અને એક જ કંપની Maruti Suzuki ના હરિયાણા ખાતે ના પ્લાન્ટ માં થઈ શકે છે. e Vitara અને Urban Cruiser EV બંને માં AWD નું વિકલ્પ મળી જવાનું છે તેથી અહી Grand Vitara 7 seater માં પણ AWD નું વિકલ્પ અલગ અલગ terrain modes સાથે મળી જવાનું છે.

Also read : યુરોપિયન દેશ માટે આવી ચૂક્યું છે Urban Cruiser EV નું production model – 2025 માં ભારત માં launch થવાની સંભાવના

Also read : Maruti Suzuki e Vitara revealed as production model-India launch in mid 2025

1 thought on “શું આવી રહી છે Grand Vitara 7 seater ??? ફરીવાર રસ્તાઑ પર દેખાયું e vitara જેવુ દેખાતું taste mule.”

Leave a Comment

Exit mobile version