26 નવેમ્બર ના રોજ દેશ ની જ કંપની Mahindra એ EV ગાડીઓ ના સેગમેન્ટ માં પ્રવેશ કરતાં પોતાની પ્રથમ બે ગાડીઓ BE 6e અને XEV 9e launch કરી. હાલ માં તો ભારતીય બજારો માં ઘણી જ EV ગાડીઓ વહેચાઈ રહી છે પરંતુ આ બંને ગાડીઓ ના launching સાથે EV ગાડીઓ ની હરીફાઈ માં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. BE 6e ના base variant ની કિમત ₹18.90 લાખ (ex showroom) થી શરૂ થાય છે જ્યારે XEV 9e ના base variant ની કિમત ₹21.90 લાખ (ex showroom) થી શરૂ થાય છે જેમાં ગાડી ના ચાર્જર ની કિમત અલગ થી ચૂકવવાની રહે છે.
Mahindra એ base variant થી જ આ બંને ગાડીઓ ની બેટરી ની ક્ષમતા, range અને આપવામાં આવતા આધુનિક features માં કોઈ પણ પ્રકાર ની કચાશ રાખી નથી અને કિમત પણ ઘણી જ ઓછી રાખી છે. આગામી દિવસો માં કંપની તરફ થી બંને ગાડીઓ માં આવતા કુલ variants અને તે પ્રમાણે તેમની કિમતો જાહેર કરવામાં આવશે અને હાલ માં અહી આપણા પાસે બંને ગાડીઓ ના base variant માં આવતા features ની માહિતીઓ ઉપલબ્ધ છે તો આપણે તે વિષે આગળ ચર્ચા કરીએ.
BE 6e & XEV 9e powertrain
Mahindra ની પ્રથમ બંને ગાડીઓ ના base variant ‘Pack one’ માં આપણે એક સમાન જ powertrain જોવા મળવાની છે. અહી બંને ગાડીઓ માં 59 kWh ની ક્ષમતા સાથે બેટરી મળવાની છે જે તેના 140 kW ના DC charger વડે 0-80% નું ચાર્જિંગ ફક્ત અને ફક્ત 20 મિનીટ માં ગ્રહણ કરી લે છે. આ બેટરી ની મદદ થી 542 km ની સારી એવી range મળી જાય છે. બંને ગાડીઓ માં સમાન જ ઇલેક્ટ્રિક મોટર આવતી હોવાથી બંને માં એક સમાન 231 hp પાવર અને 380 nm નો ટોર્ક મળી જાય છે. બંને ગાડીઓ માં virtual engine sound ની સાથે one pedal driving mode મળી જાય છે.
અહી આપણને ત્રણ driving modes Range, Everyday અને Race મળી જવાના છે. આ સાથે અહી Boost mode પણ મળે છે જે અમુક સેકન્ડ્સ માટે ગાડી ની speed માં એક પ્રકાર નો ધક્કો આપવાનું કામ કરશે. અહી ચાલક ની જરૂરિયાત અનુસાર variable ratio power steering અને cruise control અને suspension માટે ની MTVCL technology પણ મળી જશે. ગાડી ની range માં વધારો કરતાં અહી low rolling resistance tires પણ base variant થી જ મળી જાય છે.
One pedal driving mode વિષે તમને ટૂંક માં સમજાવીએ તો જે રીતે engine વાળી ગાડીઓ માં engine braking કામ કરે છે તે જ રીતે અહી આ feature પણ કામ કરે છે. જ્યારે ગાડી ચાલતી હોય અને ચાલક accelerator ઉપર થી પગ હટાવે છે ત્યારે ગાડી ની મોટર આપોઆપ ગાડી ની speed ઘટાડવાનું કામ શરૂ કરી દે છે.આ એવું જ છે કે જ્યારે ચાલતી ગાડી માં accelerator પર થી પગ હટાવતા અને clutch ના દબાવતા ગાડી gear માં હોય અને ધીમી પડવાની શરૂ થઈ જાય એટલે અહી બ્રેક brake pedal દબાવાની જરૂર રહે નહીં અને brake shoe અને brake disc પર ઘસારો ઓછો લાગે. પરંતુ emergency braking ની પરિસ્થિતિ માં આ feature ઉપયોગી નથી.
BE 6e & XEV 9e interior & exterior
BE 6e માં 12.3 ઇંચ ની infotainment display અને 12.3 ઇંચ ની driver cluster display મળી જાય છે જ્યારે XEV 9e માં અહી આવી જ મળતી display ની સંખ્યા ત્રણ છે. અહી driver ની બાજુ ની સીટ ના વ્યક્તિ માટે પણ એક વધુ ત્રીજી display મળી જાય છે. BE 6e માં driver ની આજુબાજુ fighter plane ના cockpit જેવુ interior મળી જાય છે. BE 6e માં 18 ઇંચ ના stylish alloy wheels મળી જાય છે જ્યારે XEV 9e માં 19 ઇંચ ના alloy wheels મળે છે અને બંને માં wheels aero covers થી સજ્જ છે.
બંને ગાડીઓ માં glass roof, steering mounted illuminated logo, Bi-LED headlamps, LED taillamps, premium fabric seats, premium finish exterior cladding, qualcomm snapdragon chipset, wireless android auto અને apple car play, 5G connectivity, OTT social media વગેરે જેવી applications, BYOD(bring your own device) ની સુવિધા, connected features જેવા કે scheduled charging અને cabin precooling, amazon alexa, push start stop button, BE 6e માં 455 liter અને XEV 9e માં 663 liter boot space, front boot space, auto headlamps and wipers, FATC(fully automated temp control), cooled glovebox, 65 W type C charging ports જેવા એકસમાન features મળે છે.
BE 6e & XEV 9e safety features
Mahindra ની મજબૂતી આમ તો વર્ષો થી આપણને ખ્યાલ માં જ છે અને તે જ વારસા ને અનુસરતા અહી આપણને બંને ગાડીઓ માં base variant થી જ 6 airbags, high stiffness bodyshell, બધા જ wheels માં disc brakes, brake by wire tech કે જેમાં ગાડી નું braking એ advanced sensors અને microprocessors વડે નિયંત્રિત થાય છે, intelligent electronic brake booster, driver drowsiness alert એટલે કે driver જો થાકેલો જણાય તો alert ગાડી દ્વારા જ મળી જાય, electronic parking brake, rear parking sensors, rear view HD camera, TPMS(tire pressure monitoring system) મળી જશે.
Also read : TATA Sierra 2025 EV or ICE ? – upcoming TATA Harrier EV
4 thoughts on “Mahindra BE 6e and XEV 9e features of base variant ‘Pack one’”