₹94,707/- ની આકર્ષક કિમત સાથે આવી ચૂક્યું છે Bajaj Pulsar N125

Bajaj એ પોતાની Pulsar family અને 125 cc lineup મા વધુ એક સભ્ય ને ઉમેરતા Pulsar N125 launch કરી દીધું છે. ભારત મા આ bike તેના મુખ્ય 2 પ્રતિસ્પર્ધીઓ TVS Raider અને Hero Xtreme 125R ને તગડી ટક્કર આપશે. Designs ની દ્રષ્ટિ એ Pulsar N125 એ તેની Pulsar family નો વારસો જાળવી રાખ્યો છે.આ બાઇક 2 variants, LED Disc @ ₹94,707/-(ex showroom) અને LED Disc BT ₹98,707/-(ex showroom) મા launch કરવામા આવી છે.

 

Also read : Honda Activa EV on the way to launch in November 2024

Design

ઘણી જ sleek અને aggressive design અને બીજા ઘણા જ design elements સાથે અહી તદ્દન નવીજ simple single-cradle frame નો ઉપયોગ કરવામા આવ્યો છે. આગળ થી શરૂઆત કરીએ તો V shapes split LED headlights, sharp indicators, muscular fuel tank, front side extended shrouds on tank, બંને બાજુ મા faux carbon fiber panels, fuel tank થી પાછળ ની taillights સુધી મા visual elements તથા split seat, underbelly exhaust એટલે કે silencer વગર એંજિન ના નીચે ના ભાગ મા જ exhaust માટે નું આઉટપુટ આપેલું છે.

Image source

Engine

Engine ની વાત કરીએ તો Pulsar N125 મા તદ્દન નવું જ 124.6cc single-cylinder, air-cooled engine ઉપયોગ મા લેવામાં આવ્યું છે જે 5 speed gearbox સાથે આવે છે. આ એંજિન 12hp @ 8,500rpm પાવર અને 11Nm @ 6,000rpm ટોર્ક ઉત્પન્ન કરે છે તથા 110 km/હ ની high speed આપે છે. 9.5 ltr ના Full tank fuel સાથે આ બાઇક નું વજન 125 kg છે માટે આ બાઇક સાથે એ એંજિન ના પાવર ની કોઈ પણ ઘટ અનુભવાતી નથી. આ ઉપરાંત આ એંજિન નું tuning પણ એ રીતે જ કરવામા આવ્યું છે કે ટ્રાફિક મા પણ આ engine બિલકુલ smooth ride પ્રદાન કરે છે.

Suspension, tyres and brakes

Mechanical specifications ની વાત કરીએ તો અહી આગળ આપણને telescopic fork અને પાછળ પાછળ mono-shock jumper જોવા મળે છે જે ખરબચડા રસ્તાઓ તેમજ highway પર આરામદાયક ride પ્રદાન કરે છે. હવે tyres ની વાત કરીએ તો બંને variants મા આગળ એકસમાન 80/100-17 tyre જોવા મળે છે જ્યારે પાછળ નું tyre ,base LED Disc મા આપણને 100/90-17 profile નું tyre મળશે જ્યારે top LED Disc BT મા 110/80-17 નું થોડું પહોળું tyre મળશે. અહી બંને variants મા એક સમાન જ CBS (Combined Braking System) brake setup, આગળ 240 mm disc brakes અને પાછળ 130 mm drum brakes મળે છે. આ સાથે જ 1295 mm નો wheelbase ,795 mm ની સીટ height અને 198 mm નું ground clearance મળી જશે.

Other features

અહી બંને variants મા આપણને LCD cluster મળશે જેમાં fuel info, speed, fuel economy જેવી માહિતીઓ મળી અને  આ સાથે જ top LED Disc BT variant મા આપણને Bluetooth connectivity ની સુવિધા મળતી હોવાથી call accept/reject, missed call, and message alerts જેવી સુવિધાઓ પણ મળી જવાની છે અને આ સાથે જ અહી USB charging port પણ આપવામાં આવ્યો છે જેથી લાંબી મુસાફરી દરમ્યાન અને ટ્રાફિક જેવી સ્થિતિઓ મા પણ કોઈ પણ device ચાર્જ કરી શકાય.

આ સિવાય અહી આપણને auto start/stop ની સુવિધાએ પણ આપવામાં આવી છે. જેથી સિગ્નલ પર બાઇક આપમેળે જ અમુક સમય પછી બંધ થઈ જાય છે અને પેટ્રોલ નો બચાવ કરે છે. આ ઉપરાંત silent starter પણ મળી જાય છે.

Colors

અહી Pulsar N125 ના કુલ 7 color options ઉપલબ્ધ છે જેમાં base variant LED Disc માટે Pearl Metallic White, Ebony Black, Cocktail Wine, અને Caribbean Blue એમ 4 color options ઉપલબ્ધ છે અને ટોપ LED Disc BT માટે  Ebony Black with Cocktail Wide Red, Pewter Grey with Citrus Rush, Ebony Black with Purple Fury એમ 3 duel tone color options ઉપલબ્ધ છે.

Conclusion

હવે નિષ્કર્ષ ની વાત કરીએ તો આપણે ઉપર જોયું તેમ Pulsar N125 ના મુખ્ય પ્રતિસ્પર્ધીઓ મા TVS Raider અને Hero Xtreme 125R છે. આ બાઇક નું engine તદ્દન નવું જ છે અને આ બાઇક માટે જ design અને tuning કરવામા આવ્યું છે. એક આંકલન પ્રમાણે અહી આ બાઇક મા આપણને 55 km/ltr જેટલી mileage મળવાની સંભાવના છે.

Hero Xtreme 125R મા આપણને single-channel ABS and LED turn indicators મળી જાય છે જ્યારે TVS Raider મા આપણને ખૂબ જ accurate એવી TFT display વાળું cluster મળી જાય છે. અમુક પાસાઑ મા Pulsar N125 સંપૂર્ણ તો ના કહી શકાય પરંતુ તેની શરૂઆતી ₹ 1 લાખ કરતાં ઓછી આકર્ષક કિમત ના લીધે તેના પ્રતિસ્પર્ધીઓ ને  થોડું ઘણું તો હંફાવવાનું જ છે !!!

 

Also read : Triumph Speed 400 vs Speed T4

Also read : BSA Goldstar 650 launched by Mahindra’s subsidiary 

Also read : TVS Raider iGO variant launched at ₹98,389/-

2 thoughts on “₹94,707/- ની આકર્ષક કિમત સાથે આવી ચૂક્યું છે Bajaj Pulsar N125”

Leave a Comment

Exit mobile version