આકર્ષક 2 spoke steering wheel સાથે આવી રહી છે New Kia Syros 19 ડિસેમ્બર 2024 ના રોજ

આખરે લોકો ની આતુરતા નો અંત લાવતા કોરિયન કંપની Kia એ તેની આવનારી compact SUV New Kia Syros ની official launch ની તારીખ જાહેર કરી દીધી છે, 19 ડિસેમ્બર 2024 ના બપોરે 12 વાગ્યે Syros નું official launch થવા જઈ રહ્યું છે અને આ સાથે જ કંપની એ તેના Instagram handle પર Kia Syros નું વધુ એક teaser launch કરી દીધું છે. આમ તો Syros માં આવનાર features ની સંભાવનાઓ પર અમે આ પહેલા પણ બે આર્ટીકલ તમારી સમક્ષ રજૂ કરી ચૂક્યા છીએ અને હવે આ teaser પર થી મળતી થોડી વધુ માહિતી ની આપણે ચર્ચા કરીશું.

 

Teaser ની શરૂઆત માં જ અહી આગળ ની vertical LED DRLs નજરે પડી રહી છે જેનો આ સમયે નવી launch થતી ગાડીઓ માં trend ચાલી રહ્યો છે. આ સાથે જ 3 scoop diamond LED projector headlamps પણ અહી સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ઉપર ની બાજુ થી આ ગાડી નો scene ખૂબ જ premium look આપી રહ્યો છે. અહી ઉપર ની બાજુ થી જોતાં panoramic sunroof નું પુષ્ટિકરણ થઈ જ રહ્યું છે અને compact SUV હોવા છતા પણ અહી single pan sunroof ને બદલે full size panoramic sunroof મળી રહ્યું છે.

આ ઉપરાંત અહી teaser માં જે features નું પુષ્ટિકરણ થઈ રહ્યું છે તેમાં engine start stop button, electronic parking brake, front parking sensors, 360º camera, 10.25 ઇંચ નું floating infotainment screen, ambient lighting, wireless mobile charger, બે C type charging ports પણ મળી રહ્યા છે. આ સાથે જ અહી 2 spoke steering wheel મળી રહ્યું છે જે Kia ની જ EV3 ના interior અને steering wheel થી હળતું મળતું લાગી રહ્યું છે. અહી steering wheel પર જ media અને calling ના controls ની સાથે સાથે cruise control અને Syros માં મળવા જઈ રહેલા અલગ અલગ mud, snow, wet અને sand જેવા terrain modes નું પણ નિયંત્રણ મળી જવાનું છે.

જેમ આપણે પહેલા પણ વાત કરી હટી તેમ Syros ને Kia ની premium compact sedan Seltos અને sub 4 meter compact suv Sonet વચ્ચે નો એક price gap અને segment gap ભરવા માટે કંપની launch કરવા માંગે છે. અહી Syros ની boxy design નો ફાયદો લેતા 4 meter કરતાં ઓછી લંબાઈ માં પણ reclining rear seats નો વિકલ્પ મળી જવાનો છે. advanced design અને vertically મળતી વધુ જગ્યા ના લીધે અહી Seltos અને Sonet કરતાં પણ સારી એવી cabin space મળી જવાની છે. આ સાથે અહી આગળ ની બંને સીટ ventilated અને electrically adjustable મળે તેવી પણ પૂરેપૂરી સંભાવના છે.

Also read : Kia Syros variants and features-જાણો કયા variant માં શું શું મળી રહ્યું છે,જાન્યુઆરી 2025 માં કિમત વિષે પણ માહિતી મળી જશે.

Kia Syros ના શરૂઆત ના base variants માં 1.2L Naturally Aspirated 3 cylinder petrol engine અને તે સિવાય ના variants માં 1.0 liter turbo petrol અને 1.5 liter diesel engine મળી જવાનું છે. અહી base variant સિવાય manual અને automatic એમ બંને વિકલ્પો મળી જવાના છે. teaser માં પણ અહી આકર્ષક gear knob સાથે automatic transmission જ દેખાઈ રહ્યું છે. હાલ માં તો અહી front wheel drive નું setup જ જોવા મળશે પરંતુઆવનારા સમય માં Syros નું EV version આવે તો તેમાં all wheel drive નું વિકલ્પ જોવા મળી શકે છે.

હવે આવે છે મુખ્ય વાત એટલે કે Syros ની કિમત ક્યાંથી શરૂ થઈ શકે છે ??? જેમ આપણે આગળ વાત કરી તેમ Syros એ Seltos અને Sonet વચ્ચે નો એક price gap છે તે ભરવાનો છે. Sonet ની કિમત ₹8 લાખ ex showroom થી શરૂ થઈ જાય છે અને Seltos ની કિમત ₹11 લાખ ex showroom થી શરૂ થાય છે, માટે Syros ની base model ની કિમત ₹8.30 લાખ અથવા તેનાથી પણ જરા નીચે થી શરૂ થવાની સંભાવના છે.આવનાર જાન્યુઆરી 2025 ના Bharat Mobility Show માં Kia Syros ની કિમતો બહાર પડશે.

અહી સ્વાભાવિક રીતે જેમ જેમ ઉપર ના model બાજુ જઈએ તેમ કિમત વધવાની છે અને Sonet અથવા તો Seltos ના કોઈ કોઈ model સાથે કિમત સમાન થઈ પણ જાય. પરંતુ અહી કંપની નું મુખ્ય લક્ષ્ય એ છે કે આ Sonet અને Seltos ની વચ્ચે ની કિમત ના કોઈ વિકલ્પ માટે કંપની નો ગ્રાહક કોઈ બીજી બ્રાન્ડ માં ચાલ્યો ના જાય.

Also read : Hefty Discounts on Nexa cars and Mahindra Thar Earth edition in last month of 2024

Also read : શું આવી રહી છે Grand Vitara 7 seater ??? ફરીવાર રસ્તાઑ પર દેખાયું e vitara જેવુ દેખાતું taste mule.

Also read : શું જાપાન થી વધુ એક merger ના સમાચાર છે? Nissan and Honda ના MoU બાદ હવે શું થશે આ બંને નું પણ merger ???

 

 

 

2 thoughts on “આકર્ષક 2 spoke steering wheel સાથે આવી રહી છે New Kia Syros 19 ડિસેમ્બર 2024 ના રોજ”

Leave a Comment

Exit mobile version